Sunday, September 15, 2024
More
    હોમપેજરાજકારણ'EVM જીવે કે કેમ? દેશને હિંસાની આગમાં ધકેલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો': NDA...

    ‘EVM જીવે કે કેમ? દેશને હિંસાની આગમાં ધકેલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો’: NDA સાંસદોની બેઠકમાં વિપક્ષ પર વરસ્યા નરેન્દ્ર મોદી

    પોતાના વક્તવ્યની શરૂઆત મોદીએ ભારત માતાના જય ઘોષથી કરી હતી. તેમણે કહ્યું કે, "સૌપ્રથમ તો હું આ સભાગૃહમાં ઉપસ્થિત NDA ઘટક દળોના તમામ નેતાગણ, તમામ સાંસદ ગણ, અમારા રાજ્યસભાના તમામ સાંસદ આપ તમામનો હું હ્યદયથી આભાર માનું છું. મારા માટે ખરેખર તે ખુશીની વાત છે કે આટલા મોટા સમૂહનું સ્વાગત કરવાનો મને અવસર મળ્યો. "

    - Advertisement -

    લોકસભા ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ જૂના સંસદ ભવન ‘સંવિધાન સદન’ના સેન્ટ્રલ હોલ ખાતે NDAના ચૂંટાયેલા સાંસદોની બેઠક મળી, જેમાં મોદીને ભારતીય જનતા પાર્ટી અને NDA સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા હતા. NDA સાંસદોની બેઠક દરમિયાન ગઠબંધનના સાંસદોને નરેન્દ્ર મોદીએ સંબોધ્યા હતા. દેશના મનોનીત PM મોદીએ તમામ NDAની તમામ પાર્ટીઓ અને સાંસદોનો આભાર માન્યો હતો.

    પોતાના વક્તવ્યની શરૂઆત મોદીએ ભારત માતાના જય ઘોષથી કરી હતી. તેમણે કહ્યું કે, “સૌપ્રથમ તો હું આ સભાગૃહમાં ઉપસ્થિત NDA ઘટક દળોના તમામ નેતાગણ, તમામ સાંસદ ગણ, અમારા રાજ્યસભાના તમામ સાંસદ આપ તમામનો હું હ્યદયથી આભાર માનું છું. મારા માટે ખરેખર તે ખુશીની વાત છે કે આટલા મોટા સમૂહનું સ્વાગત કરવાનો મને અવસર મળ્યો. જે વિજયી થઈને આવ્યા છે તે અભિનંદનના અધિકારી છે. જે કાર્યકર્તાઓએ રાત દિવસ પરિશ્રમ કર્યો, જેમણે દિવસ કે રાત જોયા વગર મહેનત કરી તે તમામ અભિનંદનના આધિકારી છે. હું સંવિધાન સદનના આ સેન્ટ્રલ હોલથી નમીને તેમને પ્રણામ કરું છું.”

    NDA ગઠબંધન અસલી સ્પીરીટ: મોદી

    તેમણે કહ્યું કે, “આ સંબંધ સહુથી મોટી પુંજી હોય છે. આ ક્ષણ ભાવુક કરવાવાળી છે. આનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. ઘણા ઓછા લોકો આ બાબતની ચર્ચા કરે છે. કદાચ તેમને તે સુટ નહીં કરતું હોય. પરંતુ 22 રાજ્યોમાં લોકોએ NDAની સરકાર બનાવીને સેવાનો મોકો આપ્યો છે. આપણું આ ગઠબંધન અસલી સ્પિરિટ છે, જે ભારતનો આત્મા છે. ભારતના મૂળમાં જે વસેલું છે તે તેનું જ પ્રતિબિંબ છે. તેમાંથી 7 રાજ્યોમાં NDA સેવા કરી રહ્યું છે.”

    - Advertisement -

    વડાપ્રધાન મોદીએ આગળ જણાવ્યું કે, “હું દેશવાસીઓને વિશ્વાસ અપાવવા માંગું છું કે આપે દેશ ચલાવવાનું જે દાયિત્વ આપ્યું છે, અમે સર્વમતનું સન્માન કરીશું અને દેશને પ્રગતિ તરફ લઈ જવામાં કોઈ કસર બાકી નહીં છોડીએ. ત્રણ દશકાથી સતત NDA જીતી રહ્યું છે. આ કોઈ સાધારણ વાત નથી. અમે સર્વ પંથ સમભાવના સંવિધાન પ્રત્યે સમર્પિત છીએ. ગોવા હોય, કે નોર્થ ઇસ્ટ હોય. જ્યાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈ બહેનો રહે છે, આજે તે રાજ્યોમાં પણ NDAના રૂપે અમને સેવા કરવાનો અવસર મળ્યો છે.”

    રાષ્ટ્ર પ્રથમ, નેશન ફર્સ્ટની ભાવના: મોદી

    મોદીએ આગળ જણાવ્યું કે, “NDA એ કોઈ સત્તા મેળવવા કે સરકાર ચલાવવા માટે કેટલાક દળોનો સમૂહ નથી, આ રાષ્ટ્ર પ્રથમ, નેશન ફર્સ્ટની ભાવના સાથે જોડાયેલો સમૂહ છે. આ ભારતની રાજનૈતિક વ્યવસ્થામાં એક ઓર્ગેનિક અલાયન્સ છે. આ શ્રધ્ધેય અટલજી, પ્રકાશ બાદલ, જોર્જ ફર્નાન્ડીઝ, બાળાસાહેબ ઠાકરે જેવા લોકોએ વાવેલું બીજ છે અને ભારતની જનતાને તેનું સિંચન કરીને તેને વટવૃક્ષ બનાવી દીધું.”

    તેમણે કહ્યું, “આપણા બધા પાસે મહાન નેતાઓનો વરસો છે. આપણે 10 વર્ષોમાં તેને જ લઈને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો છે. તમાં કોમન વસ્તુ નજરે પડે છે, જે છે ગુડ ગવર્નેસ. NDA ગઠબંધનના તમામ નેતાઓએ પોત-પોતાના કાર્યકાળ દરમિયાન ગુડ ગવર્નેસ આપ્યું છે. NDA કહેતાની સાથે જ ગુડ ગવર્નેસ તેનું પર્યાયવાચી બની જાય છે.”

    તેમણે કહ્યું કે, “હું ખૂબ જવાબદારી પૂર્વક કહું છું કે, NDA સરકારના રૂપે આગામી 10 વર્ષોમાં, વિકાસ, ક્વોલિટી ઓફ લાઈફ લઈ આવીશું. સામાન્ય લોકો, ખાસ કરીને મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગના જીવનમાં સરકારની દખલગીરી જેટલી ઓછી થશે, લોકતંત્ર એટલું મજબૂત બનશે.”

    EVM પર કટાક્ષ: કહ્યું- EVM જીવે છે કે નહીં

    તેમણે કહ્યું, “સાથીઓ, જ્યારે 4 જૂનનું પરિણામ આવી રહ્યા હતા, હું મારા કામમાં વ્યસ્ત હતો, મને લોકોના ફોન આવ્યા, પછી મેં પૂછ્યું કે આંકડા ઠીક છે, પરંતુ ઇવીએમ જીવે છે કે નહીં. ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવવાનું કામ કેટલાક લોકોનું હોય છે. મેં વિચાર્યું હતું કે તેઓ EVMની અર્થી કાઢશે, પરંતુ ઇવીએમએ બધાને જવાબ આપી દીધો.”

    પીએમ મોદીએ કહ્યું કે, “માત્ર એક જ ટીમ હતી જેણે ચૂંટણી પંચના કામમાં અડચણ ઉભી કરવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આ લોકો સુપ્રીમ કોર્ટનો સહારો લઈને ચૂંટણીમાં કેવી રીતે અડચણ ઉભી કરવી મનશા સાથે બહાર આવ્યા હતા. ચૂંટણીના પીક અવર્સમાં બંધારણીય સંસ્થા પર એટલા બધા આરોપ લગાવવાનો પ્રયાસ થયો કે બાદમાં તેઓ પરિણામ પર સવાલ ઉઠાવી શકે છે.”

    “માત્ર ઇવીએમ પર જ નહીં પરંતુ યુપીઆઈ પર પણ આવા જ સવાલો ઉભા થયા હતા. આધારને રોકવા માટે લોકો સુપ્રીમ કોર્ટમાં પણ ગયા હતા. આ ઈન્ડી એલાયન્સની પ્રગતિના વિરોધી, આધુનિકતા વિરોધી છે. હું વિશ્વમાં ઢંઢેરો પીટી રહ્યો છું કે આપણે મધર ઓફ ડેમોક્રેસી છીએ અને એ લોકો કહે છે કે લોકશાહી નથી. મોદી બેસી ગયો છે. ચાવાળો ત્યાં કેવી રીતે પહોંચ્યો, ત્યાં કંઈક ખોટું થયું હશે.”

    દેશને હિંસાની આગમાં ધકેલવાનો પ્રયત્ન થયો

    વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, “સાથીઓ, 1લી તારીખે જ્યારે મતદાન પૂર્ણ થયું, 4 તારીખે પરિણામ આવ્યું. આ દરમિયાન દેશને હિંસાની આગમાં ધકેલવાનો પ્રયાસ થયો હતો. અહીં ભેગા થવું, ત્યાં એકઠા થવું, લોકોને બધી રીતે વિભાજિત કરવાનો પ્રયાસ કરવો. વધુમાં વધુ લોકોને જોડવા માટે ચૂંટણી યોજાય છે, પરંતુ અહીં તેને તોડવાનો પ્રયાસ થયો હતો. સાથીઓ, હું માનું છું કે 2024ની લોકસભા ચૂંટણીના પરિણામોને દુનિયા એનડીએની ભવ્ય જીતના રૂપમાં સ્વીકારશે.”

    તેમણે વધુમાં જણાવ્યું કે, “અને તમે જોયું કે કેવી રીતે બે દિવસ વીતી ગયા જાણે કે આપણે હારી ગયા … ચારે બાજુ એવું જ લાગતું હતું, કારણ કે તેમણે પોતાના કાર્યકર્તાઓનું મનોબળ વધારવા માટે આમ કરવું પડતું હતું. આંકડાકીય રીતે જોઈએ તો આ સૌથી મજબૂત ગઠબંધન સરકાર છે. વિજય ન સ્વીકારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.”

    આ મંત્રી બને છે, પેલો વિભાગ આપે છે… બધું ગપ-ગોળા

    ગઠબંધનની જીત બળથી જ ચાલી રહેલી અટકળો પર તેમણે કહ્યું કે, ” કેટલાક નવા સાંસદો છે, કેટલાક જૂના છે, કેટલાક વધુ અનુભવી છે. છેલ્લા 2 દિવસથી તમે જે ટીવીમાં જોઈ રહ્યા છો તેમાં કોઈ સચ્ચાઈ નથી. બધા ગપ-ગોળા છે. ફક્ત પૂછો કે તેઓ ક્યાંથી ચલાવી રહ્યા છે. હું કોઈને કહીશ કે હું તમને મંત્રી બનાવીશ. હવે ટેકનોલોજી એવી છે કે મારા હસ્તાક્ષરવાળી યાદી બહાર આવે છે. કેટલાક લોકો વિભાગનું વિતરણ પણ કરી દેશે.”

    “જે લોકો મોદીને ઓળખે છે તેઓને ખબર છે કે મારી સને આ બધું કામ નહીં કરે. હું તમામ સાંસદોને વિનંતી કરું છું કે આપણે આ તમામ ષડયંત્રોનો ભોગ ન બનવું જોઈએ. ઇન્ડી એલાયન્સના લોકોએ ચૂંટણીમાં ફેક ન્યૂઝમાં ડબલ પીએચડી કરી છે. તેઓ આવું બધું કરી શકે છે. કાળજી રાખો, વિશ્વાસ રાખો કે બ્રેકિંગ ન્યૂઝના આધારે દેશ નહીં ચાલે.”

    હું 24X7 ઉપલબ્ધ છું, મારો જન્મ ભારત માતા માટે થયો

    તેમણે આગળ જણાવ્યું કે, “મારી ક્ષણ-ક્ષણ દેશના નામે છે. હું 24X7 ઉપલબ્ધ છું. આપણે સૌ સાથે મળીને દેશને આગળ વધારવાનો છે. તમે જેટલો પ્રેમ આપ્યો છે. તમે જેટલો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, હું તમારી આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર છોડીશ નહીં. મારા માટે જન્મ એકમાત્ર અને એકમાત્ર જીવન એક મિશન છે અને તે છે મારી ભારત માતા. આ મિશનને 140 કરોડ દેશવાસીઓના સપનાઓને પૂરા કરવા માટે ખર્ચ કરવામાં આવનાર છે. આ મિશન 140 કરોડ દેશવાસીઓને પેઢી દર પેઢી મુશ્કેલીઓમાંથી મુક્ત કરાવવાનું છે, વિશ્વમાં સન્માન લાવવાનું છે.”

    તેમણે પોતાના વક્તવ્યના અંતમાં કહ્યું કે, “વિશ્વ જોવે કે આ હિંદુસ્તાનનો છે, તેની સાથે નજર મળી જાય તો સારું થશે. લોકોને લાગવું જોઈએ કે આ હિંદુસ્તાની છે, જરા હાથ મિલાવીને આવું તો થોડી એનર્જી મળી જાય. લોકસભાનો આ સફર તમામની આકાંક્ષાઓ પૂર્ણ કરશે. હું ફરી એક વાર આપ તમામનો હ્રદયથી આભાર માનું છું.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં