Monday, July 15, 2024
More
  હોમપેજદેશજે હિંદુ કન્ડક્ટરનું 'સર તન સે જુદા' કરવાનો પ્રયાસ થયો, તેનો પરિવાર...

  જે હિંદુ કન્ડક્ટરનું ‘સર તન સે જુદા’ કરવાનો પ્રયાસ થયો, તેનો પરિવાર ખૂબ ગરીબ: 1 વર્ષ પહેલાં થયાં હતાં લગ્ન, રોડવેઝના સાથી કર્મચારીઓ ઉઠાવી રહ્યા છે સારવારનો ખર્ચ

  ઑપઇન્ડિયા સાથે વાત કરતા હરિકેશના પિતાએ જણાવ્યું કે તેઓ ખૂબ જ ગરીબ છે, 24 વર્ષના હરિકેશે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તેણે ITIની ડીગ્રી પણ લીધી છે. 2 વર્ષ પહેલાં પ્રયાગરાજમાં ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ થતાંની સાથે જ તેને કન્ડક્ટરની નોકરી મળી ગઈ હતી.

  - Advertisement -

  ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં શુક્રવારે (24 નવેમ્બર, 2023) B.Techના વિદ્યાર્થી લારેબ હાશમીએ સરકારી બસના કન્ડક્ટર હરિકેશ વિશ્વકર્મા પર છરાથી હુમલો કરી દીધો હતો. ત્યારબાદ પોલીસ સાથે થયેલી અથડામણ દરમિયાન આરોપી લારેબ હાશમીની ધરપકડ કરવામાં આવી હતી. આ અથડામણમાં લારેબ હાશમીએ ગોળી મારીને SHOની પણ હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રયાગરાજમાં જે હિંદુ કન્ડક્ટરનું લારેબ હાશમીએ ગળું કાપ્યું, તેના પરિવાર સાથે ઑપઇન્ડિયાએ વાતચીત કરી હતી. આ દરમિયાન હરિકેશના પિતાએ જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ ગરીબ છે. તેની સારવારનો ખર્ચ પણ પરિવહન વિભાગના કર્મચારીઓ ઉઠાવી રહ્યા છે.

  લારેબ હાશમી પર હરિકેશના પિતા રામશિરોમણી વિશ્વકર્માએ FIR નોંધાવી છે. આ FIRમાં રામ શિરોમણીએ જણાવ્યું છે કે લારેબ હાશમીએ ભાડું ચુકવવા મામલે તેમના દીકરા સાથે ઝઘડો કરીને હુમલો કરી દીધો હતો. આ હુમલામાં હરિકેશના ગળા અને હાથ પર પણ ઈજા થઇ છે. હુમલા દરમિયાન બસમાં સવાર અન્ય યાત્રીઓ પણ ભાગી ગયા હતા. યાત્રી નંદન યાદવે હરિકેશને દવાખાનામાં દાખલ કરાવ્યા હતા. ઑપઇન્ડિયા સાથે વાત કરતાં રામશિરોમણી વિશ્વકર્માએ જણાવ્યું કે તેમના દીકરાની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે. હરિકેશે હવે થોડું થોડું બોલવાનું પણ શરૂ કરી દીધું છે.

  2 વર્ષ પહેલાં મળી હતી નોકરી, એક વર્ષ પહેલાં થયાં હતાં લગ્ન

  ઑપઇન્ડિયા સાથે વાત કરતાં હરિકેશના પિતાએ જણાવ્યું કે તેઓ ખૂબ જ ગરીબ છે. 24 વર્ષના હરિકેશે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તેણે ITIની ડીગ્રી પણ લીધી છે. 2 વર્ષ પહેલાં પ્રયાગરાજમાં ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ થતાંની સાથે જ તેને કન્ડક્ટરની નોકરી મળી ગઈ હતી. લગભગ 1 વર્ષ પહેલાં હરિકેશનાં લગ્ન થયાં હતાં. તેના પિતા રામશરણના જણાવ્યા અનુસાર તેમનો પરિવાર હરિકેશની કમાણી ઉપર જ નિર્ભર હતો. અમારી સાથે વાત કરતાં હરિકેશના પિતા ભાવુક થઇ ગયા અને રડવા લાગ્યા હતા.

  - Advertisement -

  રોડવેઝ વિભાગના કર્મચારીઓ ઉઠાવી રહ્યા છે સારવારનો ખર્ચ

  પ્રયાગરાજમાં લારેબે જે કન્ડક્ટરનું ગળું કાપ્યું તે હરિકેશ મૂળ પ્રયાગરાજ જિલ્લાના સરાયમરેજના એમરી ગામના રહેવાસી છે. તેમના પિતાએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે તેમના દીકરાની સારવાર પ્રયાગરાજની સ્વરૂપરાની હોસ્પિટલમાં ચાલી રહી છે. આ સારવારનો તમામ ખર્ચ હરિકેશ સાથે તેના વિભાગમાં કામ કરતા સહકર્મીઓ ઉઠાવી રહ્યા છે. જ્યારે અમે તેમને આ હુમલો કરવા પાછળનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે તેઓ નથી જાણતા કે લારેબ હાશમી દ્વારા તેમના દીકરા પર કરવામાં આવેલી ક્રૂરતાનું કારણ શું છે. પોલીસે હરિકેશના પિતાની ફરિયાદ પર લારેબ હાશમી વિરુદ્ધ IPCની ધારા 307 અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે.

  હરિકેશનું ગળું કાપીને SHO પર કર્યું ફાયરીંગ

  ઉલ્લેખનીય છે કે લારેબ હાશમી વિરુદ્ધ ઔદ્યોગિક ક્ષેત્રમાં 2 અલગ-અલગ FIR દાખલ કરવામાં આવી છે. પ્રથમ FIR હરિકેશના પિતાએ દાખલ કરાવી છે, જ્યારે બીજી FIR ઔદ્યોગિક પોલીસ સ્ટેશનના પ્રભારી સુભાષ કુમાર સિંહ દ્વારા દાખલ કરવામાં આવી છે. આ FIRમાં તેમણે જણાવ્યું છે કે તેમણે યુનાઇટેડ કૉલેજના ગેટથી લગભગ 100 મીટર દૂર સાંજે 5 વાગ્યે આરોપી લારેબ હાશમીની ધરપકડ કરી હતી. જ્યારે હાશમીને હુમલામાં વાપરેલો છરા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ચાંડી બંદરગાહ પાસે ઝાડીઓમાં હથિયાર છુપાવ્યું હોવાનું કહ્યું હતું.

  પોલીસ ટીમ લારેબને લઈને ઘટના સ્થળેથી છરો કબજે કરવા ગઈ હતી. સાંજે લગભગ 7 વાગીને 7 મિનિટે લારેબે પોલીસને ગાડી રોકવા કહ્યું. ગાડી થોભતાંની સાથે જ હાશમી એક જગ્યાએ છરો મૂક્યો હોવાની વાત કહીને આગળ ચાલવા લાગ્યો હતો. અહીં તેણે સંતાડેલી પિસ્ટલ કાઢીને પોલીસ પર ફાયરિંગ કરી દીધું હતું. લારેબે ફાયર કરેલી ગોળી સ્ટેશન ઇન્ચાર્જના કાન પાસેથી નીકળી ગઈ હતી અને તેઓ માંડ-માંડ બચ્યા હતા.

  આ હુમલામાં SOG પ્રભારી સબ ઇન્સ્પેકટર રણજીત સિંહ પણ માંડ બચ્યા. પોલીસના જણાવ્યા અનુસાર હાશમીએ આ ગોળી પોતાની પાસે સંતાડી રાખેલી 32 બોરની પિસ્ટલથી ચલાવી હતી. આત્મરક્ષણમાં પોલીસ તરફથી જવાબી કાર્યવાહીમાં હાશમીના પગમાં ગોળી વાગી અને તે ત્યાં જ ઢળી પડ્યો. ગોળી વાગ્યા બાદ પોલીસે હાશમી પર કાબૂ મેળવ્યો અને તેની નજીકમાં પડેલો છરો જપ્ત કર્યો. આ મામલે પોઈલીસે હાશમી પર IPCની ધારા 307 ઉપરાંત આર્મ્સ એક્ટ 1959ની કલમ 3/25/27 અંતર્ગત ગુનો નોંધ્યો છે. લારેબ હાશમીની પણ હાલ સારવાર ચાલી રહી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં