Monday, April 29, 2024
More
    હોમપેજદેશCAA આવ્યાને 24 કલાક ન થયા અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવાયા: મુસ્લિમ...

    CAA આવ્યાને 24 કલાક ન થયા અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવાયા: મુસ્લિમ લીગે દાખલ કરી અરજી, કાયદા પર રોક લગાવવાની માગ 

    મુસ્લિમ લીગે દલીલ કરી છે કે, "કાયદાએ નાગરિકતાને ધર્મ સાથે જોડી છે. ધર્મના આધારે વર્ગીકરણ રજૂ કરવામાં આવ્યું છે. તેથી તે પ્રથમ દ્રષ્ટિએ ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટે તે કાયદા પર રોક લગાવી દેવી જોઈએ."

    - Advertisement -

    કેન્દ્રની મોદી સરકારે સોમવારે (11 માર્ચ, 2024) દેશમાં CAA કાયદો લાગુ કરી દીધો છે. જે બાદ હવે કેરળની રાજકીય પાર્ટી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને નવા નાગરિક સંશોધન અધિનિયમ (CAA) 2024 પર રોક લગાવવાની માંગણી કરી છે. દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અમુક ધર્મના લોકોને જ માત્ર નાગરિકતા આપવી એ બંધારણની વિરુદ્ધ છે. સાથે જ લીગે આ કાયદાને મુસ્લિમોની વિરુદ્ધનો કાયદો ગણાવ્યો છે.

    મંગળવારે મુસ્લિમ લીગે CAA કાયદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં કાયદાની માન્યતા અને તેની કલમ 6Bને પડકારવામાં આવી છે. તે કલમનો ઉદ્દેશ્ય ધાર્મિક અત્યાચારને કારણે 31, ડિસેમ્બર, 2014 પહેલાં ભારતમાં આવેલા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈઓને ભારતીય નાગરિકતા આપવાનો છે. મુસ્લિમ લીગે દલીલ કરી છે કે, “કાયદાએ નાગરિકતાને ધર્મ સાથે જોડી છે. ધર્મના આધારે વર્ગીકરણ રજૂ કરવામાં આવ્યું છે. તેથી તે પ્રથમ દ્રષ્ટિએ ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટે તે કાયદા પર રોક લગાવી દેવી જોઈએ.”

    અરજીમાં વધુમાં કહેવાયું છે કે, “દેશમાં આ કાયદા થકી શરણાર્થીઓને નાગરિકા આપવામાં આવશે. પરંતુ અમે એ વાતની વિરુદ્ધ છીએ કે, આ કાયદાના અમલ પછી માત્ર મુસ્લિમોને જ નાગરિકતાના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે.” સાથે મુસ્લિમ લીગે આ કાયદાને મુસ્લિમો સાથે ભેદભાવપૂર્ણ પણ ગણાવ્યો છે.

    - Advertisement -

    શું છે CAA કાયદો?

    નોંધનીય છે કે, સોમવારે (11 માર્ચ, 2024) કેન્દ્ર સરકાર દ્વારા આખા દેશમાં CAA કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે. જે બાદ હવે અનેક નેતાઓ કાયદા વિશેની ભ્રામક વાતો કહી રહ્યા છે. કર્ણાટક અને તમિલનાડુના મુખ્યમંત્રીએ પણ આ કાયદાનો વિરોધ દર્શાવ્યો છે. એવી દલીલો થઈ રહી છે કે, આ કાયદો મુસ્લિમોની નાગરિકા છીનવી લેશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, આ કાયદો ક્યાંય બંધારણનું ઉલ્લંઘન નથી કરતો કે ન તો કોઈ એક ચોક્કસ સમુદાય પ્રત્યે ભેદભાવ ધરાવે છે. CAA એટલે કે નાગરિકતા સંશોધન કાયદો કોઇની નાગરિકતા છીનવી લેવા માટે નહીં પરંતુ આપવા માટે લાવવામાં આવ્યો છે.

    પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ત્રણેય મુસ્લિમ દેશો છે, જ્યાંથી મોટી સંખ્યામાં ત્યાંના લઘુમતીઓ (હિંદુ, શીખ, પારસી, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી) શરણ લેવા માટે ભારતમાં આવ્યા હતા. આ ત્રણેય દેશોમાં લઘુમતીઓ સાથે અત્યાચાર થઈ રહ્યો છે અને અહીં મુસ્લિમો બહુમતીમાં છે. આ શરણાર્થીઓને ભારતમાં નાગરિકતા આપવા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. એટલે કે એક રીતે કાયદો ભારતના વર્તમાન કોઇ નાગરિકને અસર કરતો નથી કે ન કોઇની નાગરિકતા લેવામાં આવી રહી છે. તેમજ જેઓ શરણાર્થી છે તેમના માટે પણ નિયમ એ છે કે 31 ડિસેમ્બર, 2014 સુધીમાં ભારત આવેલા લોકો માટે જ તે લાગુ પડશે.

    એ પણ નોંધવું જોઈએ કે, પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં મુસ્લિમ બહુમતી છે. તેને લઈને ત્યાં રહેતા લઘુમતી સમુદાયના લોકોને મઝહબી કટ્ટરતા અને અત્યાચારોનો સામનો કરવો પડી રહ્યો છે. તે લોકોને રક્ષણ આપવા માટે આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં