Wednesday, November 6, 2024
More
    હોમપેજદેશમહાદેવ બેટિંગ એપ કૌભાંડ: પ્રમોટરો સહિત 32 વ્યક્તિઓ સામે મુંબઈમાં FIR, ₹15000...

    મહાદેવ બેટિંગ એપ કૌભાંડ: પ્રમોટરો સહિત 32 વ્યક્તિઓ સામે મુંબઈમાં FIR, ₹15000 કરોડના ફ્રોડનો આરોપ

    દાખલ કરવામાં આવેલી IPCની કલમો 420, 467, 468, 471, 120 (B) અને આઈટી તથા જુગારને લગતી કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. આ FIRમાં પોલીસે સાયબર ટેરરિઝમની કલમો પણ ઉમેરી છે.

    - Advertisement -

    મહાદેવ બેટિંગ એપ કૌભાંડ મામલે મુંબઈ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મુંબઈની માટુંગા પોલીસે મહાદેવ બેટિંગ એપના પ્રમોટર્સ સહિત 32 લોકો સામે FIR દાખલ કરી છે. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર કોર્ટમાં દાખલ એક અરજી બાદ ન્યાયાલયે પોલીસને કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા હતા. આ અરજી માટુંગાના જ એક સામાજિક કાર્યકર્તાએ દાખલ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે મહાદેવ બેટિંગ એપના સંચાલકોએ 15 હજાર કરોડનું કૌભાંડ આચર્યું છે.

    અહેવાલો અનુસાર મહાદેવ બેટિંગ એપના પ્રમોટર્સ અને સંચાલકો વિરુદ્ધ જે FIR દાખલ કરવામાં આવી છે, તેમાં IPCની કલમો 420, 467, 468, 471, 120 (B) અને આઈટી તથા જુગારને લગતી કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. આ FIRમાં પોલીસે સાયબર ટેરરિઝમની કલમો પણ ઉમેરી છે. આ મામલે પોલીસે એક આધિકારિક નિવેદનમાં જણાવ્યું હતું કે, “15000 કરોડના ફ્રોડના આરોપમાં મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર, મુખ્ય આરોપી રવિ ઉપ્પલ તેમજ શુભમ સોની સહિત કુલ 32 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.”

    ઉલ્લેખનીય છે કે આ સટ્ટાબાજી એપના માલિક શુભમ સોનીએ તાજેતરમાં જ એક નિવેદનમાં દાવો કર્યો હતો કે તેણે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને 500 કરોડથી પણ વધુ રૂપિયા ચૂકવ્યા છે. મહાદેવ બેટિંગ એપને લઈને ED છેલ્લા ઘણા સમયથી તપાસ કરી રહી છે. આ તપાસમાં ઝડપાયેલા લોકોએ પણ ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. મુખ્યમંત્રી બઘેલ ઉપરાંત બોલીવુડના કેટલાક કલાકારો પણ આ કરોડોની હેરાફેરીના મામલે EDના રડાર પર છે.

    - Advertisement -

    કેન્દ્ર સરકારે એપ પર મુક્યો પ્રતિબંધ

    બીજી તરફ ગેરકાયદેસર સટ્ટાબાજીમાં સંડોવાયેલી મહાદેવ બેટિંગ એપ દ્વારા થયેલી કરોડોની હેરાફેરી સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી હતી. 5 નવેમ્બર 2023ના રોજ કેન્દ્ર સરકારે સટ્ટાબાજી એપ મહાદેવ બેટિંગ એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ મામલે મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું કે, મહાદેવ બુક અને Reddyannaprestopro સહિત 22 ગેરકાયદેસર બેટિંગ એપ્લિકેશન અને વેબસાઈટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ કાર્યવાહી ED દ્વારા ગેરકાયદેસર બેટિંગ એપ સિંડિકેટ વિરુદ્ધ કરવામાં આવેલી તપાસ અને ત્યારબાદ છત્તીસગઢમાં મહાદેવ એપ વિરુદ્ધ પાડવામાં આવેલા દરોડા બાદ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં