Sunday, September 15, 2024
More
    હોમપેજદેશમુકેશ અંબાણીનું ‘એન્ટિલિયા’ બન્યું રામમય, રામનામથી ઘર ઝગમગી ઉઠ્યું: આકાશ અંબાણીએ પ્રાણપ્રતિષ્ઠાને...

    મુકેશ અંબાણીનું ‘એન્ટિલિયા’ બન્યું રામમય, રામનામથી ઘર ઝગમગી ઉઠ્યું: આકાશ અંબાણીએ પ્રાણપ્રતિષ્ઠાને ગણાવી ઐતિહાસિક

    ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી પણ તેમની પત્ની શ્લોકા મહેતા સાથે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે કહ્યું કે, “આ દિવસ ઈતિહાસના પાનામાં લખવામાં આવશે, અમે ખુબ જ ખુશ છીએ કે અમે અહીં આવ્યા.”

    - Advertisement -

    અયોધ્યામાં પ્રભુ શ્રીરામનો ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. સમગ્ર દેશમાં જાણે દિવાળી હોય એવો માહોલ છે. નાના ગામડાઓથી લઈને મહાનગરો સુધી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે દેશ અને દુનિયાના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંથી એક એવા મુકેશ અંબાણી પણ રામમય બન્યા છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીનું મુંબઈ સ્થિત નિવાસસ્થાન એન્ટિલિયા પ્રભુ શ્રીરામની થીમ પર શણગારવામાં આવ્યું છે. એન્ટિલિયાને રામનામની લાઈટીંગથી સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યું છે, જે રાત્રીમાં જય શ્રીરામ અને દીવોઓની થીમ લાઈટીંગથી ઝગમગી ઉઠે છે. આ ઉપરાંત માહિતી પ્રમાણે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમને અનુલક્ષીને એન્ટિલિયામાં વિશાળ ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં દેશમાંથી વિવિધ ક્ષેત્રના વિશેષ વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેઓ હાલ કાર્યક્રમમાં પહોંચી ગયા છે. જેમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી પણ પરિવાર સાથે વહેલી સવારે કાર્યક્રમમાં ભાગ લેવા અયોધ્યા પહોંચી ગયા હતા. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી પણ તેમની પત્ની શ્લોકા મહેતા સાથે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે કહ્યું કે, “આ દિવસ ઈતિહાસના પાનામાં લખવામાં આવશે, અમે ખુબ જ ખુશ છીએ કે અમે અહીં આવ્યા.”

    અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં વહેલી સવારથી વીવીઆઈપી મુવમેન્ટ શરૂ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યજમાનીમાં થઇ રહેલા પ્રાણપપ્રતિષ્ઠા કાર્યક્રમમાં RSS સંઘ પ્રમુખ મોહન ભાગવત, CM યોગી આદિત્યનાથ સાથે ઉપસ્થિત છે. મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, રતન તાતા, આનંદ મહિન્દ્રા જેવા ઉદ્યોગપતિઓએ કાર્યક્રમમાં ભાગ લીધો છે. ફિલ્મી જગતમાંથી અમિતાભ બચ્ચન, રજનીકાંત, અક્ષય કુમાર, કંગના રનૌત સાથે વિવિધ સ્ટાર્સ ઉપસ્થિત રહ્યા છે. જેમાં ટીવી સીરીયલમાં રામ, લક્ષ્મણ અને સીતાની પાત્ર ભજવનાર અરુણ ગોવિલ, દીપિકા ચિખલીયા અને સુનીલ લહેરી પણ ખાસ હાજર રહ્યા છે. જયારે સ્પોર્ટ્સ ક્ષેત્રમાંથી સચિન તેંડુલકર, અનિલ કુંબલે, હરભજન સિંઘ, મહેન્દ્ર સિંઘ ધોની જેવા દિગ્ગજ ક્રિકેટરોએ ભાગ લીધો છે.

    - Advertisement -

    પ્રાણપ્રતિષ્ઠાની મુખ્ય વિધિ દરમિયાન ગર્ભગૃહમાં પુજારીઓ સિવાય માત્ર 5 વ્યક્તિઓ જ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભારતના વડાપ્રધાન તથા મુખ્ય યજમાન સ્વરૂપ નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય આચાર્ય તથા પૂજારીનો સમાવેશ થાય છે. આ વિભૂતિઓ સિવાય કોઈપણ વ્યક્તિને ગર્ભગૃહમાં પ્રવેશની પરવાનગી નહોતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં