Saturday, September 7, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિરામ મંદિર અયોધ્યાના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પુજારીઓ સિવાય માત્ર 5 વ્યક્તિઓ...

    રામ મંદિર અયોધ્યાના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પુજારીઓ સિવાય માત્ર 5 વ્યક્તિઓ જ ગર્ભગૃહમાં રહ્યા ઉપસ્થિત: જાણો કોણ હતી તે 5 વિભૂતિઓ

    જેમાં ભારતના વડાપ્રધાન તથા મુખ્ય યજમાન સ્વરૂપ નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય આચાર્ય તથા પૂજારીનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    અયોધ્યાના ભવ્ય રામ મંદિર ખાતે 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. દેશ અને દુનિયાના કરોડો રામભક્તો તે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે તૈયાર છે. ભગવાન રામલલાની દિવ્ય મૂર્તિમાં પ્રાણનું સિંચન કરતી વખતે વેદોના મત્રો અને ઋચાઓનો જાપ કરવામાં આવશે. રામ મંદિર અયોધ્યાથી લઈને દેશના ખૂણે-ખૂણે મહોત્સવની ઉજવણી થશે. ત્યારે એ જાણવું પણ ખૂબ આવશ્યક છે કે, ભગવાન રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન ગર્ભગૃહમાં કોણ-કોણ ઉપસ્થિત રહ્યું. રામ મંદિર અયોધ્યાના ગર્ભગૃહમાં મુખ્ય વિધિ દરમિયાન પુજારીઓ સિવાય માત્ર 5 વ્યક્તિઓ જ ઉપસ્થિત રહ્યા હતા.

    22 જાન્યુઆરીએ માત્ર અમુક ક્ષણો પહેલા જ અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે. કરોડો લોકોનું સ્વપ્ન આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે. દેશની સાથે-સાથે દુનિયા પણ રામના રંગમાં રંગાઈ ચૂકી છે. જ્યાં જુઓ ત્યાં રામ ભજનો સાંભળવામાં આવી રહ્યા છે. દેશના અનેકો મંદિરોમાં પણ તેની ઉજવણી થવા જઈ રહી છે. તેવા સમયે સૌ જાણવા માંગતા હતા કે, ભગવાન રામચંદ્રની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સમયે ગર્ભગૃહમાં કેટલા વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે. તો તેનો ઉત્તર 5 વ્યક્તિઓ છે.

    પ્રાણપ્રતિષ્ઠાની મુખ્ય વિધિ દરમિયાન ગર્ભગૃહમાં પુજારીઓ સિવાય માત્ર 5 વ્યક્તિઓ જ ઉપસ્થિત રહ્યા. જેમાં ભારતના વડાપ્રધાન તથા મુખ્ય યજમાન સ્વરૂપ નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય આચાર્ય તથા પૂજારીનો સમાવેશ થાય છે. આ વિભૂતિઓ સિવાય કોઈપણ વ્યક્તિને ગર્ભગૃહમાં પ્રવેશની પરવાનગી નહોતી.

    - Advertisement -

    નોંધનીય છે કે, પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ પ્રભુ શ્રીરામલલાની આંખો પરથી પટ્ટી હટાવી લેવામાં આવી હતી. જે બાદ પ્રભુ શ્રી રામને જ સૌપ્રથમ તેમના ચહેરાના દર્શન કરાવવામાં આવ્યા હતા. તેમની સામે અરીસો પણ રાખવામાં આવ્યો હતો. તેનું એક કારણ એ છે કે, પથ્થરની મૂર્તિમાં દૈવિય તત્વ હાજર થયા બાદ સૌપ્રથમવાર તેમના ચહેરા અને આંખોનું તેજ કોઈ સામાન્ય માણસ સહી શકે નહીં. માટે અરીસો રાખવામાં આવે છે. જે મૂર્તિની દિવ્ય શક્તિઓથી તેની જાતે જ તૂટી જાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં