Saturday, October 12, 2024
More
    હોમપેજરાજકારણસીમા સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલય એક્શન મોડમાં, મ્યાનમાર સરહદે બંધ થશે મુક્ત...

    સીમા સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલય એક્શન મોડમાં, મ્યાનમાર સરહદે બંધ થશે મુક્ત અવરજવર: આ પહેલા સરહદ પર ફેન્સીંગ વાડ બનવવાની કરી હતી જાહેરાત

    06 ફેબ્રુઆરી 2024ના રોજ ગૃહમંત્રી અમિત શાહે ભારત અને મ્યાનમાર બોર્ડરને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જેમાં બંને દેશોને જોડતી 1643 લાંબી સરહદ પર ફેન્સીંગ વાડ તૈયાર કરવાની ઘોષણા કરી હતી.

    - Advertisement -

    ભારતની કેન્દ્ર સરકાર દેશની સરહદની સુરક્ષાને લઈને ખુબ જ ગંભીર છે, પાકિસ્તાનથી લઇ બાંગ્લાદેશ અને મ્યાનમાર જેવા પાડોશી દેશોની બોર્ડર સુરક્ષાને લઈને સરકાર કડક નિર્ણયો લઈ રહી છે. તાજેતરમાં જ ભારત-મ્યાનમાર બોર્ડર પર ફેન્સીંગ વાડ બનાવવાની જાહેરાત કર્યા બાદ કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા હવે ભારત અને મ્યાનમાર વચ્ચે થતી મુક્ત અવરજવરને તાત્કાલિક ધોરણે બંધ કરવાની ભલામણ કરવામાં આવી છે.

    આ અંગેની જાણકારી આપતા દેશના ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા X પર લખ્યું હતું કે, “આપણી સીમાઓને સુરક્ષિત રાખવી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે. ગૃહ મંત્રાલયએ (MHA) નિર્ણય લીધો છે કે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને મ્યાનમારની સરહદે આવેલા ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોની વસ્તી વિષયક માળખું જાળવવા માટે ભારત અને મ્યાનમાર વચ્ચે ફ્રી મૂવમેન્ટ રેજીમ (FMR) નાબૂદ કરવામાં આવશે. વિદેશ મંત્રાલય હાલમાં તેને રદ કરવાની પ્રક્રિયામાં હોવાથી, MHAએ (ગૃહ મંત્રાલયે) FMRને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે.”

    ભારતમાં ઘુષણખોરી રોકવા અને સરહદી સુરક્ષા માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. આ જ મામલે બે દિવસ પહેલાં 06 ફેબ્રુઆરી 2024ના રોજ ગૃહમંત્રી અમિત શાહે ભારત અને મ્યાનમાર બોર્ડરને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જેમાં બંને દેશોને જોડતી 1643 લાંબી સરહદ પર ફેન્સીંગ વાડ તૈયાર કરવાની ઘોષણા કરી હતી. આ ઉપરાંત બોર્ડરની દેખરેખ માટે સ્પેશિયલ પેટ્રોલિંગ ટ્રેક બનાવવાની પણ જાહેરાત કરી હતી.

    - Advertisement -

    ઉલ્લખનીય છે કે, 1970માં ભારત-મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવર અંગે સમજુતી થઈ હતી. જેને ફ્રી મુવમેન્ટ રેજીમ (FMR) નામ આપવામાં આવ્યું હતું. જેના પર 2016માં નવીનીકરણ કરવામાં આવ્યું હતું, જે અનુસાર બંને દેશોના લોકો કોઈપણ ખાસ ડોક્યુમેન્ટ વગર એકબીજાના દેશમાં અવરજવર કરી શકે છે. ભારતના મણિપુર, મિઝોરમ, અરુણાચલ અને નાગાલેંડ જેવા રાજ્યો FMR હેઠળ આવે છે.

    પરંતુ ઘણા સમયથી મ્યાનમારમાં બળવાખોર જૂથોનો આતંક ખુબ વધી ગયો છે. આવા જૂથોએ મ્યાનમારની સરહદની આસપાસના ગામડાઓ કબજે કરી લીધા છે, અને ગેરકાનૂની રીતે ખુલ્લી સરહદના કારણે ભારતમાં પણ પ્રવેશી રહ્યા છે. આ ઉપરાંત મ્યાનમારમાંથી આવતા રોહિંગ્યા મુસ્લિમોના કારણે પણ ભારતમાં ઘણી સમસ્યાઓ ઉભી થવા પામી છે. જેથી આ પ્રકારના નિર્ણયોથી દેશમાં થતી ઘુષણખોરીને રોકી શકાશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં