Friday, May 3, 2024
More
    હોમપેજદેશભારત-મ્યાનમાર સરહદ પર બનશે ફેન્સીંગ વાડ, 1643 કિમી લાંબી બોર્ડર થશે સીલ:...

    ભારત-મ્યાનમાર સરહદ પર બનશે ફેન્સીંગ વાડ, 1643 કિમી લાંબી બોર્ડર થશે સીલ: અમિત શાહે કરી ઘોષણા, કહ્યું- પેટ્રોલિંગ માટે બનાવશે સ્પેશીયલ ટ્રેક

    મ્યાનમારથી મોટી સંખ્યામાં રોહિંગ્યા મુસ્લિમો પણ ભારતમાં આવી રહ્યા છે, જેના કારણે દેશમાં કાયદો અને વ્યવસ્થાને લગતી ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે. આવી સ્થિતિમાં ભારત સરકારનો આ નિર્ણય ખુબ જ મહત્વપૂર્ણ છે

    - Advertisement -

    ઉત્તર-પૂર્વના ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓ માટે આશ્રયસ્થાન બની ગયેલ મ્યાનમારની સરહદ હવે સીલ દેવામાં આવશે. ભારતની કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે બોર્ડરને ફેન્સીંગ વાડ દ્વારા સંપૂર્ણ રીતે સીલ કરીને પેટ્રોલિંગ કરવામાં આવશે. અત્યાર સુધી ભારત-મ્યાનમાર વચ્ચે ખુલ્લી સરહદ હતી, જેની બંને તરફ 16 કિલોમીટરની અવરજવર પર કોઈ પ્રતિબંધ ન હતો. જેથી આનો બળવાખોર જૂથો ખુબ લાભ ઉઠાવતા હતા.

    થોડા વર્ષો પહેલા ભારતીય સેનાએ મ્યાનમારમાં પણ સીમા પારથી હુમલો કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી મણિપુર સહિત ઘણા પૂર્વોત્તર રાજ્યોમાં મ્યાનમારથી આવી રહેલી ભીડને જોતા, સરહદને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની માહિતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી હતી.

    આ મુદે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, મોદી સરકાર દેશની સરહદોને અભેદ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે સોશિયલ મીડિયા X પર લખ્યું કે, “સરકારે 1643 કિલોમીટર લાંબી ભારત-મ્યાનમાર સરહદ પર ફેન્સીંગ વાડ (કંટાળા તારની વાડ) બનાવવાનો નિર્ણય કર્યો છે. સરહદની સારી દેખરેખ માટે સરહદ પર પેટ્રોલિંગ ટ્રેક પણ બનાવવામાં આવશે. મણિપુરના મોરેહમાં 10 કિલોમીટરના ભાગમાં ફેન્સીંગ વાડ તૈયાર કરી દેવામાં આવી છે.”

    - Advertisement -

    અમિત શાહે આગળ લખ્યું, “Hybrid Surveillance System (HSS) દ્વારા ફેન્સીંગ માટે 2 પાયલોટ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ અંતર્ગત અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં પ્રત્યેક 1 કિલોમીટરની સરહદ પર ફેન્સિંગ લગાવવામાં આવશે. મણિપુરમાં લગભગ 20 કિલોમીટર લાંબી સરહદ પર ફેન્સિંગ વાડ માટે પણ મંજૂરી આપવામાં આવી છે, અને તેના પર ટૂંક સમયમાં કામ શરૂ થશે.”

    ઉલ્લખનીય છે કે, હાલમાં મ્યાનમારમાં સૈન્ય શાસન છે. ત્યાંના ઘણા બળવાખોર જૂથોએ સરહદની આસપાસના શહેરો પર કબજો કરી લીધો છે. ઘણા મોટા વિસ્તારો મ્યાનમારની સેનાના હાથમાંથી નીકળી ગયા છે. આવી સ્થિતિમાં ખુલ્લી સરહદને કારણે મ્યાનમારના લોકો ભારતમાં પ્રવેશી રહ્યા છે. મિઝોરમમાં 40 હજારથી વધુ શરણાર્થીઓ આવ્યા છે.

    મ્યાનમારથી મોટી સંખ્યામાં રોહિંગ્યા મુસ્લિમો પણ ભારતમાં આવી રહ્યા છે, જેના કારણે દેશમાં કાયદો અને વ્યવસ્થાને લગતી ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે. આવી સ્થિતિમાં ભારત સરકારનો આ નિર્ણય ખુબ જ મહત્વપૂર્ણ છે. આનાથી ઉત્તર-પૂર્વના રાજ્યોમાંથી ભારતમાં પ્રવેશતા લોકોને રોકી શકાશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં