Thursday, May 2, 2024
More
    હોમપેજદેશજ્ઞાનવાપી બાદ હવે મથુરામાં શાહી ઇદગાહનો વૈજ્ઞાનિક સરવે કરવાની માંગ: સુપ્રીમ કોર્ટમાં...

    જ્ઞાનવાપી બાદ હવે મથુરામાં શાહી ઇદગાહનો વૈજ્ઞાનિક સરવે કરવાની માંગ: સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ અરજી

    હિંદુ પક્ષે અરજીમાં કહ્યું- ‘વિવાદિત ભૂમિ સબંધિત ધાર્મિક ઇતિહાસ અને સંદર્ભોને જોતાં સ્થળના મહત્વને સમજવા માટે યોગ્ય વૈજ્ઞાનિક સરવેના આધારે વ્યાપક તપાસ અને અધ્યયન જરૂરી છે.’ 

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી-વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલા વિવાદિત ઢાંચા જ્ઞાનવાપીનો વૈજ્ઞાનિક સરવે ચાલી રહ્યો છે ત્યારે હવે મથુરામાં આવેલ શાહી ઇદગાહ મસ્જિદના સરવે માટે પણ માંગ ઉઠી છે. જેને લઈને શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. 

    મથુરામાં સ્થિત શાહી ઇદગાહનો સરવે કરવાની માંગ કરતી અરજીમાં ટ્રસ્ટ દ્વારા સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું કે, આ સરવેની મદદથી ચોક્કસ જાણકારી બહાર આવશે અને જે હિંદુ પક્ષના દાવાને વધુ પ્રમાણિત સાબિત કરવા મદદરૂપ બની રહેશે અને જેનાથી કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવા માટે વિશ્વસનીય આધાર પણ મળી રહેશે. અરજીમાં આગળ જણાવવામાં આવ્યું કે, મુસ્લિમ પક્ષ દ્વારા સ્થળ પર નમાજ પઢવામાં આવે છે અને પરિસરનો ઉપયોગ રેસ્ટરૂમ તરીકે પણ કરવામાં આવે છે. ઉપરાંત, વિવાદિત સ્થળે ખોદકામ અને હિંદુ પ્રતીકોને નાશ કરવામાં આવી રહ્યાં હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. 

    ટ્રસ્ટે અરજીમાં કહ્યું કે, આ જમીનની ઓળખ માટે વિવાદ ચાલી રહ્યો છે તેને જોતાં કોર્ટે કમિશનરની નિમણૂક કરવા અંગે વિચાર કરવો જોઈએ. જણાવવામાં આવું કે, ‘વિવાદિત ભૂમિ સબંધિત ધાર્મિક ઇતિહાસ અને સંદર્ભોને જોતાં સ્થળના મહત્વને સમજવા માટે યોગ્ય વૈજ્ઞાનિક સરવેના આધારે વ્યાપક તપાસ અને અધ્યયન જરૂરી છે.’ 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં મથુરા સિવિલ કોર્ટમાં હિંદુ પક્ષે એક અરજી દાખલ કરી નકશો રજૂ કરીને તેમના અધિકારોના રક્ષણ અને બંધારણીય હકોની રક્ષાની માંગ કરી હતી. સાથે રજૂઆત કરવામાં આવી હતી કે, હાલ જ્યાં શાહી ઇદગાહ મસ્જિદ સ્થિત છે તેની કૃષ્ણ જન્મભૂમિ તરીકે ઓળખ કરી ટ્રસ્ટને આપી દેવામાં આવે. આ અરજીની સામે શાહી ઇદગાહ મસ્જિદ સમિતિ અને સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે અરજી દાખલ કરીને તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તે પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ, 1991નું ઉલ્લંગન કરે છે. આ કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે, 15 ઓગસ્ટ, 1947ની સ્થિતિએ જે-તે ધાર્મિક-મઝહબી સ્થળનું જે કેરેક્ટર હોય તેને બદલી શકાય નહીં. જોકે, તેમાં અયોધ્યા રામજન્મભૂમિ મામલાને બાકાત રાખવામાં આવ્યો હતો. 

    તાજેતરમાં જ મથુરાના સ્થાનિક તંત્રે શાહી ઇદગાહ મસ્જિદ નજીકની ગેરકાયદેસર વસાહતો ખાલી કરવા માટે ડિમોલિશન ઓપરેશન હાથ ધર્યું હતું અને ગેરકાયદેસર મકાનોને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યાં હતાં. તેમને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન કરતાં આખરે પાલિકાએ અતિક્રમણ હટાવો ઝુંબેશ ઉપાડી હતી. જોકે, આ મામલો પણ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો હતો, જ્યાંથી કોર્ટે અરજદારોને અલાહાબાદ હાઇકોર્ટ જવા માટે સલાહ આપી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં