Friday, November 8, 2024
More
    હોમપેજદેશમથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ પાસેની ગેરકાયદે વસાહત પર ચાલ્યું બાબાનું બુલડોઝર: નોટિસ...

    મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ પાસેની ગેરકાયદે વસાહત પર ચાલ્યું બાબાનું બુલડોઝર: નોટિસ બાદ રેલવેની જમીન પરનું અવૈધ દબાણ હટાવવાની કામગીરી શરૂ

    રેલ્વે વિભાગે મથુરા-વૃંદાવનની વચ્ચે આવેલી નઈ બસ્તીમાં અતિક્રમણ હેઠળ આવતા લગભગ 156 મકાનોને પહેલાથી જ નોટિસ પાઠવી હતી. રેલ્વે વિભાગ દ્વારા ટ્રેક કિનારા પર બનેલા મકાનોને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    મથુરામાં, આખરે, બુધવારે (9 ઓગસ્ટ) બાબાનું બુલડોઝર રેલ્વે તરફની ગેરકાયદે વસાહતો પર ફર્યું હતું. પોલીસ પ્રશાસને શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને ઇદગાહ મસ્જિદ પાસેની આ ગેરકાયદે વસાહતો ખાલી કરવા માટે પહેલેથી જ નોટિસ આપી હતી, પરંતુ ગેરકાયદેસર કબજેદારો હટવા માટે તૈયાર ન હતા.

    અહેવાલો અનુસાર બુધવારે સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રના સહયોગથી રેલવે સત્તાવાળાઓએ શ્રી કૃષ્ણ જન્મભૂમિના પાછળના ભાગમાં થયેલા અતિક્રમણને સાફ કરવાના હેતુથી વ્યાપક ડિમોલિશન ઓપરેશન હાથ ધર્યું હતું. મથુરાના ડીગ ગેટ સ્થિત નઈ બસ્તીમાં અતિક્રમણ હટાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અહીં બનેલા ગેરકાયદે મકાનોને બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સ્થળ પર હાજર હતી.

    રેલ્વેના જનસંપર્ક અધિકારી (PRO)એ જણાવ્યું હતું કે, “મુખ્યત્વે રહેણાંક માળખાંનો સમાવેશ કરીને, આ અતિક્રમણને વર્તમાન મીટરગેજ રેલ્વે ટ્રેકને બ્રોડગેજ ટ્રેકમાં રૂપાંતરિત કરવાની પહેલના ભાગરૂપે દૂર કરવામાં આવ્યા હતા, જે મથુરા અને વૃંદાવન વચ્ચે જોડાણની સુવિધા આપે છે.”

    - Advertisement -

    જાતે દબાણ હટાવી લેવા અપાઈ હતી નોટિસ

    આ પહેલા પણ રેલ્વે વિભાગ દ્વારા ગેરકાયદેસર અતિક્રમણ કરતા લોકોને જાતે જ અતિક્રમણ દૂર કરવા જણાવવામાં આવ્યું હતું. છતાં પણ રેલવેની જમીન ખાલી કરાઈ ન હતી. રેલ્વે વિભાગ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સહયોગથી અતિક્રમણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બુલડોઝર વડે ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.

    મુસ્લિમ બહુમતી ધરાવતી આ નઈ બસ્તીમાં અતિક્રમણ હટાવવાની ઝુંબેશ માટે પોલીસ પ્રશાસન એકદમ તૈયાર હતું. ડ્રોન કેમેરા દ્વારા પણ નજર રાખવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા ની ટીમોને પણ અગાઉથી સક્રિય રાખવામાં આવી હતી.

    મળતી માહિતી મુજબ, રેલ્વે વિભાગે મથુરા-વૃંદાવનની વચ્ચે આવેલી નઈ બસ્તીમાં અતિક્રમણ હેઠળ આવતા લગભગ 156 મકાનોને પહેલાથી જ નોટિસ પાઠવી હતી. રેલ્વે વિભાગ દ્વારા ટ્રેક કિનારા પર બનેલા મકાનોને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે લોકો આ જમીનને વારસાગત હોવાનો દાવો કરતા હતા.

    પ્રસાશનની તૈયારી જોઈને કોઈ વિરોધ કરવા સામે ન આવ્યું

    મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહની નજીક આવેલી નઈ બસ્તી પર અચાનક મોટુ પોલીસ દળ અને અધિકારીઓનો કાફલો બુલડોઝર સાથે આવી પહોંચતા વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. સરકારી કર્મચારીઓની તૈયારી જોઈને વિરોધ કરનારા કે હંગામો મચાવનારાઓની હિંમત જવાબ આપી ગઈ.

    રેલવે અધિકારી નીતિન ગર્ગનું કહેવું છે કે રેલવેની જમીન પર અતિક્રમણ હટાવવા માટે 4 જેસીબી મશીનો પહોંચ્યા હતા. તેમનું કહેવું છે કે મથુરા-વૃંદાવન બ્રોડગેજ રેલ્વે લાઇનને લગભગ 12 કિલોમીટર સુધી લંબાવવા માટે 200 કરોડથી વધુનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. તે 2025 સુધીમાં પૂર્ણ કરવાનો રહેશે. તેનું કામ જાન્યુઆરીમાં શરૂ થવાનું હતું, પરંતુ જ્યારે 6 ફેબ્રુઆરીએ નઈ બસ્તીમાં પોસ્ટર ચોંટાડવામાં આવ્યા ત્યારે લોકોએ તેનો વિરોધ કર્યો અને પછી કોર્ટમાં ગયા.

    ઉલ્લેખનીય છે કે, સાંસદ હેમા માલિનીએ મથુરા વૃંદાવન માટે ઘણા પ્રયાસો કર્યા છે. જેથી મથુરા વૃંદાવનમાં રેલ્વે લાઈનનું નિર્માણ થાય અને ભક્તોને આવવા-જવામાં કોઈ અગવડ ન પડે. હેમા માલિનીએ મથુરા વૃંદાવન વચ્ચે નવી રેલવે લાઈનનો પ્રસ્તાવ મૂક્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં