Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશપહેલા હાઈકોર્ટ અને હવે સુપ્રીમ કોર્ટે મમતા સરકારની ઝાટકણી કાઢી: સર્વોચ્ચ ન્યાયાલય...

    પહેલા હાઈકોર્ટ અને હવે સુપ્રીમ કોર્ટે મમતા સરકારની ઝાટકણી કાઢી: સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા નેશનલ ટાસ્ક ફોર્સનું થયું ગઠન, CBIને રિપોર્ટ સોંપવા આપ્યા નિર્દેશ

    ચીફ જસ્ટીસની અધ્યક્ષતાવાળી 3 જજીસની બેન્ચે આજે સુનાવણીના પ્રથમ દિવસે જ મહત્વપૂર્ણ ટિપ્પણીઓ સાથે પગલા લીધા. કેસ મામલે મમતા સરકારની નિષ્કાળજી મામલે ઝાટકણી કાઢ્યા બાદ સુપ્રીમ કોર્ટે એક નેશનલ ટાસ્ક ફોર્સનું પણ ગઠન કર્યું છે .

    - Advertisement -

    કોલકાતા ખાતે મહિલા ટ્રેની ડૉક્ટર (Kolkata Doctor Murder Case) હત્યાકાંડ મામલે સુઓમોટો લીધા બાદ મંગળવારથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. ચીફ જસ્ટીસની અધ્યક્ષતાવાળી 3 જજીસની બેન્ચે આજે સુનાવણીના પ્રથમ દિવસે જ મહત્વપૂર્ણ ટિપ્પણીઓ સાથે પગલા લીધા. કેસ મામલે મમતા સરકારની નિષ્કાળજી મામલે ઝાટકણી કાઢ્યા બાદ સુપ્રીમ કોર્ટે એક નેશનલ ટાસ્ક ફોર્સનું પણ ગઠન કર્યું છે અને આગામી ત્રણ સપ્તાહમાં તેનો રિપોર્ટ આપવા નિર્દેશ આપ્યા છે. આટલું જ નહીં, કોર્ટે CBIને પણ આગામી 22 તારીખ સુધીમાં સ્ટેટ્સ રિપોર્ટ આપવા જણાવ્યું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર કોલકાતા ટ્રેની ડૉક્ટર હત્યાકાંડ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ કરતાની સાથે જ સુપ્રીમ કોર્ટે (Supreme Court) એક ટાસ્ક ફોર્સનું ગઠન કરી દીધું. આ ફોર્સમાં સર્જન વાઈસ એડમિરલ આર સરીન, ડૉક્ટર ડી નાગેશ્વર રેડ્ડી, ડૉક્ટર એમ શ્રીનિવાસન, ડૉક્ટર પ્રતિમા મૂર્તિ. ડૉક્ટર ગોવર્ધન દત્ત પૂરી, ડૉક્ટર સૌમિત્ર રાવત ઉપરાંત દિલ્હી એમ્સના કાર્ડિયોલોજી વિભાગના પ્રમુખ પ્રોફેસર અનીતા સક્સેના, મુંબઈની ડીન ગ્રાન્ટ મેડીકલ કૉલેજના પ્રોફેસર પલ્લવી સાપરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કાર્યદળના સભ્યોમાં ભારત સરકારના કેબીનેટ સચિવ, ગૃહ સચિવ, સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ, ચિકિત્સા આયોગના અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડના અધ્યક્ષનો સમાવેશ પણ થાય છે.

    ટાસ્ક ફોર્સ અને CBI અને મમતા સરકાર, તમામને ડેડલાઈન સાથે રિપોર્ટ સોંપવાના નિર્દેશ

    ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ઘડેલી ટાસ્ક ફોર્સ અને આ આખા કેસમાં તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સી CBIને પોત-પોતાના રિપોર્ટ્સ કોર્ટમાં સોંપવા માટે ડેડ લાઈન આપવામાં આવી છે. કોર્ટના જણાવ્યા અનુસાર ટાસ્ક ફોર્સને ત્રણ અઠવાડિયામાં અંતરિમ રિપોર્ટ આપવાનો રહેશે, ત્યારબાદ બે મહિનામાં ફાઈનલ રિપોર્ટ આપવાના આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યા છે.

    - Advertisement -

    બીજી તરફ કોર્ટે પશ્ચિમ બંગાળમાં રાજ કરી રહેલી મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસને (TMC) પણ આરજી કર મેડિકલ કૉલેજમાં હત્યાકાંડ બાદ થયેલા 7000ના ટોળાવાળા હુમલાનો રિપોર્ટ આપવા કહ્યું છે. કોર્ટે સરકારને તોડફોડ અને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવેલા તમામ નુકસાન સહિતની માહિતી મમતા સરકાર પાસેથી માંગી છે.

    આટલું જ નહીં, સુપ્રીમ કોર્ટની પેનલે આખા કેસમાં તપાસ કરી રહેલી CBIને પણ એક ડેડ લઈને આપીને અત્યાર સુધીમાં કરવામાં આવેલી તપાસનો એક વિસ્તૃત રિપોર્ટ આપવા કહ્યું છે. આ મામલે સુપ્રીમ કોર્ટ આગામી 22 ઓગસ્ટના રોજ સુનાવણી કરવાની છે અને એજન્સીએ પણ ત્યાં સુધીમાં પોતાનો રિપોર્ટ તૈયાર કરીને પેનલ સામે લાવવાનો રહેશે. સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે આ કેસ માત્ર કોલકાતાનો નથી, પરંતુ તે આખા દેશના તબીબો અને તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની સુરક્ષાનો છે.

    હાઈકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ મમતા સરકારનો ઉધડો લીધો

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા કલકત્તા હાઈકોર્ટે મમતા બેનર્જીની (Mamata Banerjee) સરકારની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે હત્યા અને બળાત્કાર અને ત્યારબાદ ઘટનાસ્થળે ટોળાએ કરેલી તોડફોડ અને હિંસાના મામલે સરકારનો ઉધડો લીધો હતો. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે આ કેસને લઈને સુઓમોટો લઇ જાતે જ સુનાવણી શરૂ કરતાની સાથે જ મમતા સરકારને ફટકાર લગાવી છે. ડૉક્ટર હત્યાકાંડ મામલે સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પશ્ચિમ બંગાળ તરફથી પક્ષ રાખી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સહિતની પેનલે તેમની સામે સવાલોની વણઝાર લગાવી દીધી હતી.

    કોર્ટે સરકારને કડક શબ્દોમાં પૂછ્યું હતું કે હત્યા હોસ્પિટલમાં થઇ હતી તો ફરિયાદી હોસ્પિટલ શા માટે નથી? કોર્ટે તેમ પણ પૂછ્યું કે મૃતકના પરિવારને રાત્રે 8 વાગ્યે મૃતદેહ સોંપવામાં આવ્યો, તો પછી કેસ છેક 11 વાગીને 45 મીનીટે શા માટે નોંધવામાં આવ્યો? કોર્ટે સરકારને પૂછ્યું હતું કે શરૂઆતમાં હત્યાનો કેસ શા માટે દાખલ ન કરવામાં આવ્યો? તે સમયે કૉલેજના પ્રિન્સીપાલ શું કરી રહ્યા હતા? તેમણે શા માટે કોઈ જરૂરી પગલા ન લીધા? ક્રાઈમ સીનની સુરક્ષા શા માટે ન થઈ? હજારો લોકો ત્યાં કેવી રીતે ઘૂસી ગયા? મહત્વનું છે કે મમતા બેનર્જીની સરકાર તરફે કેસ લડી રહેલા કોંગ્રેસી નેતા અને વકીલ કપિલ સિબ્બલ પાસે મોટાભાગના સવાલોનો કોઈ જ જવાબ નહતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં