Monday, April 22, 2024
More
  હોમપેજદેશકેરળ હાઈકોર્ટે ધાર્મિક સ્થળોએ સંગ્રહિત 'ગેરકાયદેસર' ફટાકડા કબજે કરવાનો આદેશ આપ્યો, સાથે...

  કેરળ હાઈકોર્ટે ધાર્મિક સ્થળોએ સંગ્રહિત ‘ગેરકાયદેસર’ ફટાકડા કબજે કરવાનો આદેશ આપ્યો, સાથે કહ્યું- ‘ધાર્મિક ગ્રંથોમાં ક્યાંય નથી લખ્યું કે ભગવાનને પ્રસન્ન કરવા ફટાકડા ફોડવા જોઈએ’

  કેરળ હાઈકોર્ટે શુક્રવારે દિવાળીના દિવસો પર ધાર્મિક સ્થળો પર વિષમ સમયે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકતો આદેશ પસાર કર્યો હતો. કોર્ટે ધાર્મિક પુસ્તકોને ટાંકીને કહ્યું છે કે તેમાં ક્યાંય ભગવાનને ખુશ કરવા માટે ફટાકડા ફોડવાનું નથી લખ્યું.

  - Advertisement -

  કેરળ હાઈકોર્ટે શુક્રવારે (3 નવેમ્બર) ધાર્મિક સ્થળો પર કસમયે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. ન્યાયમૂર્તિ અમિત રાવલની પીઠે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને રાજ્યનાં ધાર્મિક સ્થળો પર દરોડા પાડી ગેરકાયદેસર રીતે સંગ્રહિત ફટાકડાનો કબજો લેવા માટે નિર્દેશ જાહેર કર્યો છે. કોર્ટે એવું પણ કહ્યું છે કે ધાર્મિક સ્થળો પર મોડી રાત્રે ફટાકડા ફોડવામાં આવશે નહીં અને કોઈપણ ધાર્મિક ગ્રંથમાં ભગવાનને ખુશ કરવા માટે ફટાકડા ફોડવાનું લખ્યું નથી.

  કેરળ હાઈકોર્ટે શુક્રવારે દિવાળીના દિવસો પર ધાર્મિક સ્થળો પર વિષમ સમયે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકતો આદેશ પસાર કર્યો હતો. કોર્ટે ધાર્મિક પુસ્તકોને ટાંકીને કહ્યું છે કે તેમાં ક્યાંય ભગવાનને ખુશ કરવા માટે ફટાકડા ફોડવાનું નથી લખ્યું. જસ્ટિસ અમિત રાવલે કહ્યું કે, “હું કોચી અને અન્ય જિલ્લાના પોલીસ કમિશનરની મદદથી ડેપ્યુટી કલેકટરને તમામ ધાર્મિક સ્થળોએ દરોડા પાડવા અને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા ફટાકડાને જપ્ત કરવાનો નિર્દેશ આપું છું. તથા ટીમ નિર્દેશ જાહેર કરે કે હવેથી કોઈ ફટાકડા ના ફોડે.”

  ‘ધાર્મિક ગ્રંથોમાં ભગવાનને ખુશ કરવા ફટાકડા ફોડવાનું લખ્યું નથી’: હાઈકોર્ટ

  કેરળના તમામ ધાર્મિક સ્થળો પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજી પર સુનાવણી કરતાં હાઈકોર્ટે કહ્યું હતું કે, “પ્રથમ દ્રષ્ટિએ, ભગવાનને ખુશ કરવા માટે ફટાકડા ફોડવાનો કોઈપણ ધાર્મિક ગ્રંથમાં ઉલ્લેખ નથી. એટલા માટે ધાર્મિક સ્થળો પર મોડી રાત સુધી (Odd hours) ફટાકડા ફોડવામાં નહીં આવે.”

  - Advertisement -

  ધાર્મિક સ્થળો પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવા માટે થયેલી અરજીમાં એવું કહેવાયું છે કે, “જિલ્લા કલેકટર દ્વારા વિસ્ફોટક નિયમો હેઠળ વિસ્ફોટક લાયસન્સ આપવામાં આવે છે અને તમામ મંદિરો પાસે ફટાકડા ફોડવાનું લાયસન્સ નથી.” અરજીમાં વધુમાં કહેવાયું છે કે, “જો લાયસન્સ જારી કરવામાં આવે તોપણ તે વિસ્ફોટ માટે જારી ન કરવા જોઈએ, કારણ કે તેનાથી ધ્વનિ અને વાયુ પ્રદૂષણની સાથે-સાથે શાંતિ ભંગ પણ થાય છે.”

  ‘આદેશના ઉલ્લંઘન પર થશે કાર્યવાહી’: કોર્ટ

  હાઈકોર્ટે કહ્યું કે સરકાર અને ધાર્મિક સંસ્થાઓએ પણ અરજદારોના સ્ટેન્ડ સામે કોઈ વાંધો વ્યક્ત કર્યો નથી. ન્યાયાધીશે કહ્યું કે, તેમણે પણ મધ્યરાત્રિ પછી ફટકડાનો અવાજ સાંભળ્યો છે. તેથી હાઈકોર્ટે પોલીસ કમિશનરની મદદથી તમામ ધાર્મિક સ્થળો પર દરોડા પાડવા અને તમામ ધાર્મિક સ્થળોએ ગેરકાયદેસર રીતે સંગ્રહિત ફટાકડાનો કબજો લેવા માટે નાયબ કલેક્ટરને આદેશ આપ્યો હતો.

  કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે, જો આજના આદેશ બાદ ફટાકડા ફોડવામાં આવ્યા તો કોર્ટે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની ફરજ પડી શકે છે. કોર્ટે સરકારી વકીલને આગામી સુનાવણી એટલે કે 24 નવેમ્બર, 2023 પહેલાં આ અંગે રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

  આ પહેલાં દિલ્હી-હરિયાણામાં મુકાયો પ્રતિબંધ

  નોંધનીય છે કે કેરળ રાજ્યમાં જ ફટાકડા ફોડવા પર પ્રદૂષણ મુકાયો છે એવું નથી. પહેલાં પણ કોર્ટે બે રાજ્યોમાં મોડી રાત સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવ્યો છે. અદાલતે પ્રદૂષણ અને અન્ય કારણોને ધ્યાનમાં રાખીને દિલ્હી અને હરિયાણામાં પણ રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે હવે કેરળ હાઈકોર્ટે તેના રાજ્યમાં પણ મોડી રાત્રે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં