Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસતત આગળ વધતી ભારતીય અર્થવ્યવસ્થા: સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 7.6 ટકાના દરે વધી...

    સતત આગળ વધતી ભારતીય અર્થવ્યવસ્થા: સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 7.6 ટકાના દરે વધી દેશની GDP, અનુમાન કરતાં પણ આંકડા અનેકગણા વધુ

    જ્યારે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં તે 3.8 ટકા ઘટ્યો હતો. આંકડા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન જીડીપી વૃદ્ધિ દર 7.7 ટકા હતો, જે એક વર્ષ અગાઉ સમાન છ મહિનામાં 9.5 ટકા હતો.

    - Advertisement -

    એક તરફ ચીનની અર્થી હાલત કથળી રહી છે તે બીજી તરફ ભારતની અર્થવ્યવસ્થા નવા શિખરો આંબી રહી છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના દ્વિતીય ત્રિમાસિક ગાળામાં દેશની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર ગ્રોથ જોવા મળી રહ્યો છે. દ્વિતીય ત્રિમાસિકમાં ભારતનો GDP ગ્રોથ રેટ 7.6%ને આંબી ગયો છે. એક વર્ષ પહેલા આ રેટ 6.2% હતો. અનુમાન કરતાં ભારતની GDP સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 7.6 ટકાના દરે વધી છે અને આ નવો ઉછાળો ભારતને વિશ્વની પ્રમુખ અર્થવ્યવસ્થામાં સહુથી ઝડપી આર્થિક વૃદ્ધિ મેળવતા દેશ તરીકે અંકિત કરી રહી છે.

    રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયના (NSO) આંકડા અનુસાર કૃષિ ક્ષેત્રમાં GVA વૃદ્ધિ દર 1.2% રહી. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં GVA વૃદ્ધિ દર 13.9 ટકા હતો, જ્યારે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં તે 3.8 ટકા ઘટ્યો હતો. આંકડા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન જીડીપી વૃદ્ધિ દર 7.7 ટકા હતો, જે એક વર્ષ અગાઉ સમાન છ મહિનામાં 9.5 ટકા હતો.

    ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ બીજા ક્વાર્ટરમાં 6.5% વૃદ્ધિ દરનું અનુમાન લગાવ્યું હતું. આ સિવાય કેટલાક નિષ્ણાતોનું માનવું હતું કે દ્વિતીય ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતનો જીડીપી 7%ના દરે વૃદ્ધિ પામી શકે છે. પરંતુ જીડીપી ગ્રોથના આંકડા તમામ નિષ્ણાતોના અંદાજ કરતાં વધુ સારા આવ્યા છે. ભારતની GDP સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 7.6 ટકાના દરે વધી છે.

    - Advertisement -

    છેલ્લા એક દાયકાથી અર્થતંત્રમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ફાળો 17% છે. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ગ્રોથ 13.9 ટકા વધ્યો છે, જે અગાઉના ત્રણ મહિનામાં 4.7 ટકા હતો. આ ડેટા મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ આંકડા મુજબ 2023-24ના બીજા ક્વાર્ટરમાં જીડીપી 41.74 લાખ કરોડ રૂપિયાના સ્તર પર પહોંચવાનો અંદાજ છે.

    વડાપ્રધાન મોદીએ પણ હર્ષ વ્યક્ત કર્યો

    ભારતીય અર્થવ્યવસ્થાને નવા શિખરો આંબતી જોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હર્ષ વ્યક્ત કર્યો છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, “બીજા ત્રિમાસિક ગાળાના જીડીપી વૃદ્ધિના આંકડા વૈશ્વિક સ્તરે આવા મુશ્કેલ સમય વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિસ્થાપકતા અને શક્તિને પ્રતિબિંબિત કરે છે. અમે વધુ તકોનું સર્જન કરવા, ઝડપથી ગરીબી નાબૂદ કરવા અને અમારા લોકો માટે ‘જીવન જીવવાની સરળતા’ને સુધારવા ઝડપી વૃદ્ધિ સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છીએ.”

    ભારતે ચીનને પછાડ્યું, જાપાનને પણ પછાડે તેવી શક્યતા

    ઉલ્લેખનીય છે કે ભારતનો જીડીપીનો વૃદ્ધિદર ચીન કરતા પણ અનેક ગણો વધારે છે. ચીનનો જીડીપી વૃદ્ધિ દર જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં માત્ર 4.9 જ રહ્યો. બીજી તરફ ભારતનો વૃદ્ધિ દર જો આ મૂજબ જ વધતો રહ્યો તો વર્ષ 2030માં ભારત જાપાનને પણ પાછળ છોડી દેશે. 2030 સુધીમાં ભારતનો જીડીપી વધીને 7.3 ટ્રિલિયન ડોલર થવાની ધારણા છે. આ સાથે જ ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને એશિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં