Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપોતાના નિવાસસ્થાનેથી લઈને જુદા જુદા કાર્યક્રમોમાં મોદી સરકારના મંત્રીઓએ ફરકાવ્યો તિરંગો: ભાજપ...

    પોતાના નિવાસસ્થાનેથી લઈને જુદા જુદા કાર્યક્રમોમાં મોદી સરકારના મંત્રીઓએ ફરકાવ્યો તિરંગો: ભાજપ શાષિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ આપી સલામી

    ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ જિલ્લાના ધમચાડી ખાતે રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં તેઓએ પોતાના સંબોધનમાં કહ્યું કે, "આહાર, આરોગ્ય અને આવાસ અમારી પ્રાથમિકતા."

    - Advertisement -

    15 ઓગસ્ટ, 2023 ને મંગળવારે 77મા સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. ભારતની ઉપલબ્ધિથી લઈને ભારતના ઉજ્વળ ભવિષ્યને લગતી વાતો કરી હતી. આ સાથે ભારત સરકારના દરેક મંત્રીઓએ પણ વિવિધ સ્થળોએ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ભાજપ શાષિત રાજ્યોના વડાઓ પણ તિરંગાને સલામી આપતા નજરે પડ્યા હતા.

    કેન્દ્રીય મંત્રીઓના કાર્યક્રમો

    કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના નિવાસસ્થાન પર ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત ધ્વજ ફરકાવ્યો હતો. આ ઉપરાંત તેઓ દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

    કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ પોતાના નિવાસસ્થાનેથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. અને X (ટ્વિટર) ના માધ્યમથી કહ્યું હતું કે, આજે તેમણે તેમના નિવાસસ્થાનેથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે, અને તેમણે લોકોને ‘હર તિરંગા’ અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અપીલ પણ કરી હતી.

    - Advertisement -

    કેન્દ્રીય વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે દિલ્હીના લાલ કિલ્લા પર ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું હતું. સાથે જ તેમણે તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

    કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હી સ્થિત પોતાના નિવાસસ્થાનેથી ધ્વજારોહણ કરીને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ 77મા સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર BJP હેડ ક્વાટર ન્યુ દિલ્હી ખાતેથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

    કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે દિલ્હીના લાલ કિલ્લા પર ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું હતું. તેમણે X (ટ્વિટર) પર તમામ દેશવાસીઓને 77મા સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી.

    કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ દિલ્હીના લાલ કિલ્લા પર ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું હતું. તેમણે દેશના તમામ નાગરિકોને શુભકામનાઓ પણ પાઠવી છે.

    કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે દિલ્હી સ્થિત પોતાના નિવાસસ્થાને ધ્વજારોહણ કર્યું હતું. અને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

    કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે દિલ્હીના લાલ કિલ્લા પર ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું હતું. તેમણે X (ટ્વિટર) ના માધ્યમથી કહ્યું હતું કે, અગણિત દેશભકતોના બલિદાનથી મળેલી આ સ્વતંત્રતા આપણાં માટે અણમોલ છે.

    કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના નિવાસસ્થાન પર ધ્વજવંદન કાર્યક્રમ કર્યો હતો સાથે દિલ્હીના લાલ કિલ્લે પણ ઉપસ્થિત રહ્યા હતા..

    કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લાલ કિલ્લે ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું હતું. તેમણે X (ટ્વિટર) પર દેશવાસીઓને શુભકામનાઓ પણ પાઠવી હતી.

    રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ ફરકાવ્યો તિરંગો

    કેન્દ્રીય મંત્રીઓની સાથે અલગ-અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા રાજ્યમંત્રીઓએ પણ ધ્વજ વંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

    ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ જિલ્લાના ધમચાડી ખાતે રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં તેઓએ પોતાના સંબોધનમાં કહ્યું કે, “આહાર, આરોગ્ય અને આવાસ અમારી પ્રાથમિકતા.”

    ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વતંત્રતા દિવસના અવસર પર લખનઉ સ્થિત પોતાના નિવાસસ્થાને રાજયકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજ્યો હતો.

    મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભોપાલના પરેડ મેદાનમાં ધ્વજારોહણ કાર્યક્રમ અંતર્ગત ધ્વજવંદન કર્યું હતું.

    આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સર્માંએ ખાનાપરા ગ્રાઉન્ડ ગુવાહાટીમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજ્યો હતો.

    સાથે જ અલગ-અલગ રાજ્યના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓએ સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર વિવિધ સ્થળે કાર્યક્રમોમાં ભાગ લઈને ધ્વજવંદન કર્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં