Monday, September 9, 2024
More
    હોમપેજદેશહિંદુઓને સોંપી દેવામાં આવે કાશી વિશ્વનાથનું મૂળ સ્થાન, મસ્જિદ અન્યત્ર ખસેડાય: જ્ઞાનવાપીના...

    હિંદુઓને સોંપી દેવામાં આવે કાશી વિશ્વનાથનું મૂળ સ્થાન, મસ્જિદ અન્યત્ર ખસેડાય: જ્ઞાનવાપીના સરવે રિપોર્ટ બાદ VHP, શિવલિંગની પૂજાની અનુમતિ આપવાની પણ માંગ

    વિશ્વ હિંદુ પરિષદનું (VHP) કહેવું છે કે, ASI દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવા અને તારણો સાબિત કરે છે કે આ પૂજા સ્થળનું ધાર્મિક ચરિત્ર 15 ઓગસ્ટ, 1947ના રોજ અસ્તિત્વમાં હતું અને હાલમાં પણ તે એક હિંદુ મંદિરના સ્વરૂપમાં છે.

    - Advertisement -

    વારાણસી સ્થિત જ્ઞાનવાપી પરિસરના સરવેનો ASIનો રિપોર્ટ બે દિવસ પહેલાં જ સાર્વજનિક કરવામાં આવ્યો. જેમાં કહેવાયું છે કે, વિવાદિત ઢાંચા પહેલાં ત્યાં એક ભવ્ય હિંદુ મંદિર હતું. જ્યારે હવે વિશ્વ હિંદુ પરિષદે (VHP) ઔપચારિક માંગ કરી છે કે, મસ્જિદને સન્માનપૂર્વક યોગ્ય જગ્યા પર સ્થળાંતરિત કરવી જોઈએ અને હિંદુ સમુદાયને જ્ઞાનવાપી પરિસરની જગ્યા સોંપી દેવી જોઈએ.

    વિશ્વ હિંદુ પરિષદના (VHP) કાર્યકારી અધ્યક્ષ અને વરિષ્ઠ અધિવક્તા આલોક કુમારે શનિવારે (27 જાન્યુઆરી) વિડીયોના માધ્યમથી એવું કહ્યું છે કે, જ્ઞાનવાપી ઢાંચામાં ASI દ્વારા એકઠા કરવામાં આવેલા પુરાવા તે વાતની પુષ્ટિ કરે છે કે, મસ્જિદનું નિર્માણ એક ભવ્ય હિંદુ મંદિરને ધ્વસ્ત કર્યા બાદ કરવામાં આવ્યું છે. ઢાંચાનો એક ભાગ, ખાસ કરીને પશ્ચિમી દીવાલ હિંદુ મંદિરનો એક મહત્વનો ભાગ છે. સાથે તેમણે એ પણ કહ્યું કે, રિપોર્ટમાં એવું પણ સાબિત થયું છે કે મસ્જિદના નિર્માણમાં સ્તંભો અને સ્તંભોની સાથે પહેલાંથી જ અસ્તિત્વમાં રહેલા મંદિરના અન્ય ભાગોનો ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    આલોક કુમારે વધુમાં કહ્યું કે, જેને વજુખાના કહેવામાં આવતું હતું તે જગ્યા પર શિવલિંગ હોવાથી તે શંકા નથી રહેતી કે તે ઢાંચામાં મસ્જિદના કોઈ લક્ષણ નથી. સાથે તેમણે ઢાંચામાંથી મળી આવેલા શિલાલેખોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે તે અંગે કહ્યું કે, ઢાંચામાંથી મળેલા શિલાલેખોમાં જનાર્દન, રુદ્ર અને ઉમેશ્વર જેવા નામોની શોધ તે વાતનું સ્પષ્ટ પ્રમાણ છે કે, આ એક મંદિર હતું.

    - Advertisement -

    જ્ઞાનવાપી હિંદુઓને સોંપી દેવામાં આવે

    આલોક કુમારે વધુમાં કહ્યું કે, વિશ્વ હિંદુ પરિષદનું (VHP) કહેવું છે કે, ASI દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવા અને તારણો સાબિત કરે છે કે આ પૂજા સ્થળનું ધાર્મિક ચરિત્ર 15 ઓગસ્ટ, 1947ના રોજ અસ્તિત્વમાં હતું અને હાલમાં પણ તે એક હિંદુ મંદિરના સ્વરૂપમાં છે. તેથી પૂજા સ્થાન અધિનિયમ, 1991ની કલમ 4 મુજબ પણ આ ઢાંચાને હિંદુ મંદિર ઘોષિત કરવું જોઈએ. આ ઉપરાંત તેમણે મુસ્લિમ પક્ષને જરૂરી સૂચનો પણ આપ્યા છે. તેમણે સૂચનો સાથે માંગ કરી છે કે, હિંદુઓને કથિત વજુખાના વિસ્તારમાં મળેલા શિવલિંગની સેવાપૂજા કરવાની અનુમતિ આપવામાં આવે. સાથે તેમણે ઈંતજામિયા કમિટીને સૂચન પણ કર્યું છે કે, તેઓ સન્માનપૂર્વક જ્ઞાનવાપી મસ્જિદને અન્ય યોગ્ય સ્થાન પર ખસેડે અને કાશી વિશ્વનાથના મૂળ સ્થાનને હિંદુઓને સોંપે. VHPનું એવું માનવું છે કે આ ધાર્મિક કાર્ય ભારતના બે મુખ્ય સમુદાયો વચ્ચે સૌહાર્દપુર્ણ સંબંધ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં