Wednesday, November 6, 2024
More
    હોમપેજદેશજે ‘તેજસ’માં પીએમ મોદીએ ભરી હતી ઉડાન, તેવાં 97 વિમાનો ખરીદવા સરકારની...

    જે ‘તેજસ’માં પીએમ મોદીએ ભરી હતી ઉડાન, તેવાં 97 વિમાનો ખરીદવા સરકારની મંજૂરી: 156 પ્રચંડ હેલિકોપ્ટર પણ ખરીદાશે, વાયુસેનાની વધશે તાકાત

    આ આખી ડીલ લગભગ 1.1 લાખ કરોડની છે. તેજસ માર્ક-1 Aને ભારતીય વાયુસેના માટે તેમજ પ્રચંડ હેલિકોપ્ટરને વાયુસેના ઉપરાંત ભારતીય સેના માટે પણ ખરીદવામાં આવી રહ્યા છે. આ ખરીદારી દેશની સુરક્ષા કરી રહેલી બંને પાંખના હાથ મજબૂત કરશે.

    - Advertisement -

    ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થવા જઈ રહ્યો છે. રક્ષામંત્રી રાજનાથ સિંઘની અધ્યક્ષતામાં સંરક્ષણ સંપાદન પરિષદ (Defence Acquisition Council)એ 97 તેજસ ફાઈટર જેટ તેમજ 156 પ્રચંડ લડાયક હેલિકોપ્ટરની ખરીદીની મંજૂરી આપી દીધી છે. ભારત સરકારના આ નિર્ણય બાદ ભારતીય વાયુસેના વધુ શક્તિશાળી બનશે. આ બંને એરક્રાફ્ટ સ્વદેશી છે જેને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા ડેવલોપ કરવામાં આવ્યાં છે.

    અહેવાલો અનુસાર, આ આખી ડીલ લગભગ 1.1 લાખ કરોડની છે. તેજસ માર્ક-1 Aને ભારતીય વાયુસેના માટે તેમજ પ્રચંડ હેલિકોપ્ટરને વાયુસેના ઉપરાંત ભારતીય સેના માટે પણ ખરીદવામાં આવી રહ્યા છે. આ ખરીદારી દેશની સુરક્ષા કરી રહેલી બંને પાંખના હાથ મજબૂત કરશે. રક્ષા પરિષદે આ સિવાય પણ અન્ય કેટલીક ડીલ પણ ફાયનલ કરી છે. આ આખી ડીલ 2 લાખ કરોડ રૂપિયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

    મળતી માહિતી અનુસાર 97 તેજસ અને 156 પ્રચંડ હેલિકોપ્ટરની આ ડીલ સિવાય પરિષદે Su-30 ફાઈટર પ્લેન્સને અપગ્રેડ કરવાની મંજૂરી પણ આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે સ્વદેશી નિર્માતાઓ સાથે કરવામાં આવેલી અત્યાર સુધીની આ સહુથી મોટી ડીલ છે. વર્તમાન સમયમાં ભારતીય વાયુ સેના પાસે 260થી વધુ Su-30 ફાઈટર પ્લેન્સ છે. વર્તમાન સમયમાં જે જેટ્સ છે તેને અપગ્રેડ કરીને તેમાં ભારતીય બનાવટની રડાર સિસ્ટમ, એવિયોનિક્સ તેમજ સબસિસ્ટમ્સથી લેસ કરવામાં આવશે.

    - Advertisement -

    તેજસ ફાઈટર જેટ

    તેજસ તેજસ માર્ક-1 A એક ફોર્થ જનરેશન ઓપરેશનલ કોમ્બેટ ફાઈટર જેટ છે. તેમાં એક્ટિવ ઇલેક્ટ્રોનિક સ્કેન કરેલા રડાર, ઇલેક્ટ્રોનિક વોરફેર સુટ જેવી અદ્યતન પ્રણાલીઓ છે. આ ઉપરાંત તેજસ હવાથી હવામાં ફયુલ રિફિલિંગ કરવા માટે પણ સક્ષમ છે. તેજસને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ડેવલોપ કરવામાં આવ્યું છે. તે ભારતનું પ્રથમ સ્વદેશી ફાઈટર જેટ છે અને તેને ફેબ્રુઆરી 2019માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું.

    પ્રચંડ હેલિકોપ્ટર

    હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલું પ્રચંડ ગયા વર્ષે વાયુસેના અને સેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. HALએ તૈયાર કરેલું આ હેલિકોપ્ટર 5.8 ટન વજનનું ટ્વીન એન્જીન ચોપર છે. તે 11000 ફૂટની ઊંચાઈ પર કાર્ય કરવા સક્ષમ છે. તેને મુખ્યત્વે સિયાચીન, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ જેવા ઊંચા વિસ્તારોમાં કાર્ય કરવા માટે બનાવવામાં આવ્યું છે. પ્રચંડ સામેલ થયા બાદ ભારતીય સેના તેમજ વાયુસેનાની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્તમાન સમયમાં પ્રચંડ ઉપરાંત સેના HAL રુદ્ર તેમજ અમેરિકન અપાચે અને રશિયન MI-35 હેલિકોપ્ટર સેના અને વાયુસેના વાપરી રહી છે.

    5 દિવસ પહેલા જ વડાપ્રધાન મોદીએ તેજસમાં ભરી હતી ઉડાન

    ઉલ્લેખનીય છે કે 25 નવેમ્બર 2023ના રોજ કર્ણાટકની યાત્રા દરમિયાન બેંગ્લોરમાં PM મોદીએ આ જ તેજસ ફાઈટર જેટમાં ઉડાન ભરી હતી. આ દરમિયાન તેમણે તેના કેટલાક ફોટા પણ શેર કર્યા હતા. પીએમ મોદીએ તેજસ સાથેની તસવીરો પોસ્ટ કરીને X પર લખ્યું કે, “તેજસ પર એક ટૂંકી ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી. અનુભવ અદ્ભુત હતો અને તેનાથી આપણા દેશની સ્વદેશી ક્ષમતાઓ પરનો મારો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે અને આ અલગ અનુભવે રાષ્ટ્રીય ક્ષમતાઓ વિશે મારા હ્રદયમાં એક ગર્વ અને આશાવાદની ભાવનાઓ પેદા કરી છે.”

    આ સિવાય તેમણે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના મેન્યુફેક્ચરિંગ યુનિટની મુલાકાત લીધી હતી. HAL હાલ જેગુઆર, મિરાજ, HS-748, AN-32 અને MiG 21 જેવાં ફાઈટર જેટ માટે ‘રિપેર ઓવરહોલ પ્રોગ્રામ’ ચલાવે છે. પીએમ મોદીએ બેંગલોરમાં HALની એ ફેસિલિટીની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેજસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં