Monday, May 6, 2024
More
    હોમપેજદેશતેજસ લડાકુ વિમાન, PM મોદીની ઉડાન…: તસવીરો પોસ્ટ કરીને કહ્યું- અદભૂત અનુભવ,...

    તેજસ લડાકુ વિમાન, PM મોદીની ઉડાન…: તસવીરો પોસ્ટ કરીને કહ્યું- અદભૂત અનુભવ, હવે આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં ક્યાંય પાછળ નહીં પડે ભારત

    પીએમ મોદીએ તેજસ સાથેની તસવીરો પોસ્ટ કરીને X પર લખ્યું કે, “તેજસ પર એક ટૂંકી ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી. અનુભવ અદ્ભુત હતો અને તેનાથી આપણા દેશની સ્વદેશી ક્ષમતાઓ પરનો મારો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે અને આ અલગ અનુભવે રાષ્ટ્રીય ક્ષમતાઓ વિશે મારા હ્રદયમાં એક ગર્વ અને આશાવાદની ભાવનાઓ પેદા કરી છે. 

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકની યાત્રાએ છે. અહીં બેંગ્લોરમાં PM મોદીએ વાયુસેનાના તેજસ ફાઈટર જેટમાં ઉડાન ભરી હતી. જેની તસવીરો પણ પછીથી તેમણે શેર કરી. 

    પીએમ મોદીએ તેજસ સાથેની તસવીરો પોસ્ટ કરીને X પર લખ્યું કે, “તેજસ પર એક ટૂંકી ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી. અનુભવ અદ્ભુત હતો અને તેનાથી આપણા દેશની સ્વદેશી ક્ષમતાઓ પરનો મારો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે અને આ અલગ અનુભવે રાષ્ટ્રીય ક્ષમતાઓ વિશે મારા હ્રદયમાં એક ગર્વ અને આશાવાદની ભાવનાઓ પેદા કરી છે.” 

    તસવીરોમાં વડાપ્રધાન તેજસ ફાઈટર જેટમાં બેઠેલા જોવા મળે છે, તો અમુક તસવીરો બહારથી પણ લેવામાં આવી છે. તેઓ સૈન્ય યુનિફોર્મમાં સજ્જ જોવા મળે છે. 

    - Advertisement -

    અન્ય એક પોસ્ટમાં વડાપ્રધાને વધુ કેટલીક તસવીરો પોસ્ટ કરીને લખ્યું કે, આજે તેજસમાં ઉડાન ભરતાં હું અત્યંત ગર્વ સાથે કહી શકું છું કે આપણી મહેનત અને લગનના કારણે હવે આપણે આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં વિશ્વમાં ક્યાંય પાછળ પડીએ તેમ નથી. ભારતીય વાયુસેના, DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) અને HAL (હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ) સાથે સમસ્ત ભારતવાસીઓને હાર્દિક શુભકામનાઓ.

    પીએમ મોદી શનિવારે બેંગ્લોર પહોંચ્યા હતા, અહીં તેમણે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના મેન્યુફેક્ચરિંગ યુનિટની મુલાકાત લીધી હતી. HAL હાલ જેગુઆર, મિરાજ, HS-748, AN-32 અને MiG 21 જેવાં ફાઈટર જેટ માટે ‘રિપેર ઓવરહોલ પ્રોગ્રામ’ ચલાવે છે. પીએમ મોદીએ બેંગલોરમાં HALની એ ફેસિલિટીની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેજસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

    ભારતમાં મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાના ક્રમમાં મોદી સરકાર રક્ષા ક્ષેત્રમાં પણ સ્વદેશી નિર્માણ પર ભાર આપી રહી છે. તેજસ એક ફાઈટર જેટ છે, જે ખરીદવામાં અનેક દેશોએ રુચિ દર્શાવી છે. અમેરિકી રક્ષા કંપની જીઈ એરોસ્પેસ સાથે મળીને HALએ MK-II-Tejas બનાવવા માટે કરાર પણ કર્યા છે. પીએમ મોદીની અમેરિકા યાત્રા દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર થયા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં