Sunday, October 6, 2024
More
    હોમપેજદેશઉદ્યોગપતિ ગૌતમ અદાણી ફરી એકવાર બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ: મુકેશ અંબાણીને...

    ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ફરી એકવાર બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ: મુકેશ અંબાણીને છોડ્યા પાછળ

    છેલ્લા 24 કલાકમાં અદાણી ગુપની નેટવર્થમાં 7.6 અરબ ડોલરનો વધારો થતાં તેઓ દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીથી આગળ નીકળી ગયા છે.

    - Advertisement -

    વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં ભારતીય ઉદ્યોગપતિઓનો કાયમ દબદબો રહ્યો છે. હવે સમાચાર મળી રહ્યા છે કે દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓ પૈકીના એક મુકેશ અંબાણીને પાછળ છોડીને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ફરી એકવાર સૌથી અમીર એશિયન વ્યક્તિ બની ગયા છે.

    બ્લૂમબર્ગ બિલીયનેયર ઇન્ડેક્સની માહિતી મુજબ, અદાણી જૂથના માલિક ગૌતમ અદાણીની સંપત્તિમાં ધરખમ વધારો થયો છે. તેઓ વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં 13મા ક્રમેથી 12મા ક્રમે પહોંચ્યા છે. છેલ્લા 24 કલાકમાં અદાણી ગુપની નેટવર્થમાં 7.6 અરબ ડોલરનો વધારો થતાં તેઓ દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીથી આગળ નીકળી ગયા છે. 97.6 અરબ ડોલરની (₹1.08 લાખ કરોડ) સંપત્તિ સાથે ગૌતમ અદાણી હવે દેશના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.

    જ્યારે આ મામલે રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણી વિશ્વ ધનિકોની યાદીમાં 12મા ક્રમેથી ખસીને 13મા ક્રમે પહોંચી ગયા છે. બ્લૂમબર્ગ બિલીયનેયર ઇન્ડેક્સના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીની વર્તમાન સંપત્તિ 97 અરબ ડોલર (₹ 8.07 લાખ કરોડ) છે. લિસ્ટમાં એક નંબર ઓછો થયો હોવા છતાં અંબાણી ગ્રુપની નેટવર્થમાં પણ છેલ્લા 24 કલાકમાં અંદાજે 665 મિલિયન ડોલરનો વધારો થયો છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ અદાણી ગ્રુપ-હિંડનબર્ગના વિવાદમાં સુપ્રીમ કોર્ટે ઉદ્યોગ જૂથના પક્ષમાં ચુકાદો આપતાં તેમની સામે SIT તપાસની માંગ કરતી અરજીઓને ફગાવી હતી. અમેરિકી ફર્મ હિંડનબર્ગે લગાવેલા આરોપો બાદ અદાણી જૂથ વિરુદ્ધ SIT તપાસ કરવાની માંગ સાથે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે બુધવારે (3 જાન્યુઆરી, 2024) ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ તપાસ SEBI પાસેથી લઈને SITને ટ્રાન્સફર કરવાની કોઇ જરૂર જણાતી નથી અને થર્ડ પાર્ટી ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ ખરાઈ કર્યા વગર પુરાવા તરીકે માની શકાય નહીં. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અદાણી ગ્રુપના શેર્સમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ ધરખમ વધારો થયો છે.

    એ પણ નોંધવું રહ્યું કે વિપક્ષી પાર્ટીઓ હંમેશા વડાપ્રધાન મોદી અને કેન્દ્રની સરકાર સામે આરોપો લગાવવા અદાણી ગ્રુપને ટાર્ગેટ કરતી હોય છે. ગૌતમ અદાણીના નામ સાથે PM મોદીનું નામ જોડીને વિપક્ષી નેતાઓ પાયાવિહોણા આરોપ લગાવતા રહે છે. એ વાત અલગ છે કે તેનાથી અદાણી કે મોદી- બંનેને કોઇ ફેર પડ્યો નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં