Friday, May 3, 2024
More
    હોમપેજદેશમોબાઈલમાં ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા ડ્રાઈવરો, ટ્રેન 2 સિગ્નલ પાર કરી...

    મોબાઈલમાં ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા ડ્રાઈવરો, ટ્રેન 2 સિગ્નલ પાર કરી ગઈ અને થઈ ગઈ ટક્કર: 2023ના આંધ્રપ્રદેશ ટ્રેન અકસ્માત વિશે રેલ મંત્રીએ કર્યો ઘટસ્ફોટ

    રેલવે મંત્રીએ સલામતી વધારવા માટે ભારતીય રેલવે જે નવા સુરક્ષા પગલાંઓ પર કામ કરી રહી છે, તેના વિશે વાત કરી હતી. જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો નિવારી શકાય. તેમણે પોતાના સંબોધનમાં આંધ્રપ્રદેશની ટ્રેન દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

    - Advertisement -

    કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે 29 ઓકટોબર, 2023ના રોજ આંધ્રપ્રદેશમાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માત પાછળના કારણનો ઘટસ્ફોટ કર્યો છે. રેલ મંત્રીએ અકસ્માતનું કારણ જણાવતાં કહ્યું કે, તપાસ દ્વારા જાણી શકાયું છે કે, બે ટ્રેન વચ્ચે અકસ્માત થયો તે સમયે એક ટ્રેનના ડ્રાઈવર અને આસિસ્ટન્ટ ડ્રાઈવર મોબાઈલ પર ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા. જેના કારણે તેમનું ધ્યાન ભટકી ગયું હતું અને અકસ્માત થયો હતો.

    શનિવારે (3 માર્ચ) કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આંધ્રપ્રદેશમાં જે ટ્રેન અકસ્માત સમયે 14 લોકોના મોત થયાં હતાં, તેના કારણ વિશે જણાવ્યું છે. જાણવા મળ્યું છે કે તે દુર્ઘટના પાછળ એક ટ્રેનના ડ્રાઈવરો જવાબદાર હતા. ડ્રાઈવર અને આસિસ્ટન્ટ ડ્રાઈવર બંને મોબાઈલમાં ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા. જેના કારણે આ ભયંકર દુર્ઘટના બની હતી. તેમણે વધુમાં કહ્યું કે, તે દુર્ઘટનામાં 14 લોકોના જીવ ગયા હતા અને 50થી પણ વધુ લોકો ઘાયલ થયા હતા. સરકાર હવે એક એવી સિસ્ટમ લઈને આવી રહી છે, જેનાથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના નહીં થાય.

    રેલવે મંત્રીએ સલામતી વધારવા માટે ભારતીય રેલવે જે નવા સુરક્ષા પગલાંઓ પર કામ કરી રહી છે, તેના વિશે વાત કરી હતી. જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો નિવારી શકાય. તેમણે પોતાના સંબોધનમાં આંધ્રપ્રદેશની ટ્રેન દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. જે બાદ તેમણે કહ્યું હતું કે, હવે સરકાર એવી સિસ્ટમ ઇન્સ્ટોલ કરી રહી છે, જેનાથી આવી દુર્ઘટના વિશેની જાણકારી મળી શકશે અને તે પણ સુનિશ્ચિત થઈ શકશે કે, પાયલોટ અને આસિસ્ટન્ટ પાયલોટનું ટ્રેન ચલાવવામાં પૂર્ણ ધ્યાન કેન્દ્રિત છે કે કેમ.

    - Advertisement -

    રેલ મંત્રીએ ઉમેર્યું કે, “અમે સુરક્ષાની તમામ બાબતોમાં ધ્યાન આપવાનું સતત ચાલુ રાખીશું, અમે દરેક ઘટના પાછળનું મૂળ કારણ શોધવાનો સતત પ્રયાસ કરીએ છીએ અને તેનો એક ઉપાય પણ લઈને આવીએ છીએ. જેથી આવી દુર્ઘટનાઓ ફરીવાર ના થાય.” જોકે, કમિશનર ઓફ રેલવે સેફટી (CRS) દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસ રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ દુર્ઘટનાના એક દિવસ પછી રેલવે દ્વારા પ્રાથમિક તપાસ બાદ એક ટ્રેનના ડ્રાઈવર અને આસિસ્ટન્ટ ડ્રાઈવરને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. કારણ કે ટ્રેન 2 રેડ સિગ્નલ પાર કરી ગઈ હતી. ત્યારે તપાસમાં કહેવાયું હતું કે, ડ્રાઈવરોએ રેલવે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. જોકે, આ અકસ્માતમાં બંને પાયલોટ પણ મૃત્યુ પામ્યા હતા.

    નોંધનીય છે કે, 29 ઓકટોબર, 2023ના રોજ આંધ્રપ્રદેશના વિજયનગર જિલ્લાના કંટાકાપલ્લીમાં હાવડા-ચેન્નાઈ રુટ પર રાયગડા પેસેન્જર ટ્રેને વિશાખાપટ્ટનમ પલાસા ટ્રેનને પાછળથી ટક્કર મારી દીધી હતી. આ ભયંકર અકસ્માતમાં 14 લોકોનાં મોત થયાં હતાં અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં