Sunday, May 5, 2024
More
    હોમપેજદેશસંજય સિંઘ વિરુદ્ધ EDએ દાખલ કરી ચાર્જશીટ, મની લોન્ડ્રિંગ, ષડયંત્ર અને આરોપીઓની...

    સંજય સિંઘ વિરુદ્ધ EDએ દાખલ કરી ચાર્જશીટ, મની લોન્ડ્રિંગ, ષડયંત્ર અને આરોપીઓની મદદના આરોપ: દિલ્હી દારૂ કૌભાંડ મામલે જેલમાં બંધ છે AAP સાંસદ

    ચાર્જશીટમાં એજન્સીએ આરોપ લગાવ્યો છે કે સંજય સિંઘ આ કેસમાં ષડ્યંત્ર, મની લોન્ડરિંગ અને આરોપીઓની મદદ કરવામાં સક્રિયપણે સામેલ હતા. આ ચાર્જશીટ 4 ડિસેમ્બરના રોજ સ્પેશિયલ જજ સામે રજૂ કરવામાં આવશે.

    - Advertisement -

    દિલ્હી દારૂ નીતિ કૌભાંડ મામલે જેલમાં બંધ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંઘ વિરુદ્ધ એજન્સી EDએ ચાર્જશીટ દાખલ કરી છે. 

    ચાર્જશીટમાં એજન્સીએ આરોપ લગાવ્યો છે કે સંજય સિંઘ આ કેસમાં ષડ્યંત્ર, મની લોન્ડરિંગ અને આરોપીઓની મદદ કરવામાં સક્રિયપણે સામેલ હતા. આ ચાર્જશીટ 4 ડિસેમ્બરના રોજ સ્પેશિયલ જજ સામે રજૂ કરવામાં આવશે, જેની ઉપર ત્યારબાદ સુનાવણી હાથ ધરવામાં આવશે. કેસ દિલ્હીની રોઝ એવન્યુ કોર્ટમાં ચાલી રહ્યો છે. 

    AAP સાંસદ સંજય સિંઘ છેલ્લા 2 મહિનાથી જેલમાં બંધ છે. 4 ઓક્ટોબરના રોજ ઇડીએ તેમની ધરપકડ કરી લીધી હતી. તે પહેલાં તેમના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા અને પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં પહેલાં રિમાન્ડ અને ત્યારબાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. હાલ તેઓ તિહાડ જેલમાં બંધ છે. જ્યાં AAP નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ બંધ છે.

    - Advertisement -

    તાજેતરમાં 28 નવેમ્બરના રોજ દિલ્હીની કોર્ટે EDને એક નોટિસ પાઠવીને જવાબ આપવા માટે જણાવ્યું હતું. આ નોટિસ સંજય સિંઘની અરજી પર સુનાવણી કરતી વખતે પાઠવવામાં આવી હતી, જેમાં તેમણે જામીનની માંગ કરી છે. કોર્ટે EDને નોટિસ પાઠવીને જામીન આપવા જોઈએ કે કેમ તે અંગે જવાબ માંગ્યો છે, જે 4 ડિસેમ્બર સુધીમાં રજૂ કરવાનો રહેશે. 6 તારીખ કોર્ટ આગલી સુનાવણી હાથ ધરશે. 

    ગત 24 નવેમ્બરના રોજ કોર્ટે સંજય સિંઘની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવી હતી અને આગલી તારીખ 4 ડિસેમ્બર નક્કી કરી હતી. દરમ્યાન, ED તરફથી હાજર થયેલા વકીલે કોર્ટને જણાવ્યું હતું કે આ કેસમાં એજન્સી નિયત સમયમાં ચાર્જશીટ રજૂ કરી દેશે. ત્યારબાદ હવે સમાચાર છે કે એજન્સીએ આ આરોપપત્ર દાખલ કરી દીધો છે.

    કેસ શું છે?

    આ કેસ દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા બનાવવામાં આવેલી નવી એક્સાઈઝ પોલિસીને લગતો છે. આરોપ છે કે આ પોલિસી હેઠળ અમુક ડીલરોને લાભ પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેમણે તે માટે લાંચ આપી હતી. ઇડીએ આ મામલે ગત વર્ષે પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારથી અત્યાર સુધી એજન્સી 200 સર્ચ ઓપરેશન ચલાવી ચૂકી છે. 

    સંજય સિંઘ પર આરોપ છે કે તેમણે પણ આ પોલિસી ઘડવામાં ભાગ ભજવ્યો હતો અને અમુક રકમ પણ મેળવી હતી. દિનેશ અરોડા નામના એક બિઝનેસમેન સાથે તેમના સંબંધો હોવાનું જાણવા મળ્યું હતું, જેને AAP નેતાએ ચૂંટણી માટે પાર્ટી ફંડ એકઠું કરવાનું કામ સોંપ્યું હતું. આરોપ એવો પણ છે કે તેણે અમુક રકમ પહોંચાડી પણ હતી. આ જ કેસમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ જેલમાં બંધ છે, જેમની સુપ્રીમ કોર્ટ જામીન અરજી ફગાવી ચૂકી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં