Saturday, October 5, 2024
More
    હોમપેજરાજકારણવીર સાવરકરનું અપમાન ભારે પડશે? રાહુલ ગાંધીને આવી શકે છે કોર્ટનું તેડું:...

    વીર સાવરકરનું અપમાન ભારે પડશે? રાહુલ ગાંધીને આવી શકે છે કોર્ટનું તેડું: પોલીસે કહ્યું- કોંગ્રેસના નેતાએ ફેલાવ્યું જુઠ્ઠાણું, સાવરકરના પૌત્રની ફરિયાદ સાચી

    સત્યકી અશોક સાવરકરના વકીલ સંગ્રામ કોલ્હટકરે આ મામલે જણાવ્યું હતું કે, જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ અક્ષી જૈનની કોર્ટમાં રીપોર્ટ આપી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, કોર્ટ રાહુલ ગાંધીને નોટીસ આપીને કોર્ટમાં હાજર થવાના નિર્દેશ આપી શકે છે. નોંધનીય છે કે એપ્રિલ 2023માં રાહુલ ગાંધી વિરુદ્ધ IPCની કલમો 499 અને 500 અંતર્ગત માનહાનીનો દાવો કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    એક તરફ લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસના રાજકુમાર રાહુલ ગાંધી ફરી એક વાર મુશ્કેલીમાં મુકાઈ શકે છે. વીર સાવરકરના પૌત્રએ રાહુલ પર બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેવામાં હવે પુણે પોલીસે કોર્ટમાં તપાસ રીપોર્ટ જમા કરાવ્યો છે. આ રીપોર્ટમાં કહેવામાં આવેલી બાબતો રાહુલ ગાંધીને મુશ્કેલીમાં મૂકી શકે છે. બની શકે કે કોર્ટ નોટીસ ફટકારીને રાહુલ ગાંધીને હાજર રહેવા નિર્દેશ આપે.

    ફરીયાદી સત્યકી અશોક સાવરકરના વકીલ સંગ્રામ કોલ્હટકરે આ મામલે જણાવ્યું હતું કે, જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ અક્ષી જૈનની કોર્ટમાં રીપોર્ટ આપી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, કોર્ટ રાહુલ ગાંધીને નોટીસ આપીને કોર્ટમાં હાજર થવાના નિર્દેશ આપી શકે છે. નોંધનીય છે કે એપ્રિલ 2023માં રાહુલ ગાંધી વિરુદ્ધ IPCની કલમો 499 અને 500 અંતર્ગત માનહાનીનો દાવો કરવામાં આવ્યો હતો. આરોપ છે કે રાહુલ ગાંધીએ સ્વતંત્ર સેનાની વીર સાવરકર વિશે જુઠ્ઠાણું ફેલાવીને તેમનું અપમાન કર્યું છે.

    આરોપ વીર સાવરકરના પૌત્ર સત્યકી અશોક સાવરકરે લગાવ્યો છે. તેમણે ફરિયાદમાં કહ્યું છે કે, વર્ષ 2023માં રાહુલ ગાંધીએ લંડનમાં એક ભાષણ આપ્યું હતું અને તે દરમિયાન હિંદુવાદી વિચારધારા ધરાવતા વીર સાવરકરને બદનામ કર્યા હતા. આ ફરિયાદ દાખલ થયા બાદ કોર્ટે સ્થાનિક પોલીસને તપાસના આદેશ આપ્યા હતા અને તપાસ કરીને 27 મે 2024 સુધીમાં રીપોર્ટ કોર્ટમાં જમા કરાવવા કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ કરેલા દાવાની તપાસ કરવામાં આવે અને તેમના વિરુદ્ધ લાગેલા આરોપોની વાસ્તવિકતા સામે લાવવામાં આવે.

    - Advertisement -

    બીજી તરફ સમય મર્યાદા પૂર્ણ થતા પોલીસે પણ રીપોર્ટ તૈયાર કરીને કોર્ટમાં જમા કરાવ્યો છે. અહેવાલો અનુસાર આ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વીર સાવરકરએ પોતાની કોઈ પુસ્તકમાં તે વાત નથી કરી, જે વાતનો ઉલ્લેખ રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કર્યો હતો. વીર સાવરકરે કોઈ પુસ્તકમાં એ ઘટના નથી વર્ણવી. તે છતાં રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં વીર સાવરકરને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે. પોલીસે રીપોર્ટમાં તેમ પણ જણાવ્યું છે કે સત્યકી સાવરકર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પ્રથમ દ્રષ્ટીએ સાચી લાગુ રહી છે.

    નોંધનીય છે કે રાહુલ ગાંધીએ લંડનમાં વીર સાવરકરને લઈને વિવાદિત અને અપમાનજનક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “વીડી સાવરકરે એક પુસ્તકમાં લખ્યું હતું કે, તેમના પાંચ-છ મિત્રોએ ભેગા થઈને એક વાર એક મુસ્લિમ વ્યક્તિને માર માર્યો હતો અને સાવરકર આ વાતથી રાજી થયા હતા.” રાહુલના આ નિવેદન પર સત્યકી સાવરકરે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “આવી કોઈ ઘટના ઘટી જ નથી અને સાવરકરે ક્યારેય કોઈ પુસ્તકમાં આ પ્રકારની વાત લખી જ નથી. રાહુલ ગાંધીનું આ નિવેદન કાલ્પનિક, જુઠ્ઠું અને અતિ દુર્ભાગ્યપૂર્ણ છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં