Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘બસ હવે બહુ થયું’ – વીર સાવરકરના વંશજ સાત્યકિ સાવરકર હવે રાહુલ...

    ‘બસ હવે બહુ થયું’ – વીર સાવરકરના વંશજ સાત્યકિ સાવરકર હવે રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનીનો દાવો કરશે; યુકેમાં આપેલા વિવાદિત ભાષણનો વિરોધ

    યુકેમાં આપેલા એક નિવેદન પર વાંધો ઉઠાવીને વીર સાવરકરના વંશજ સાત્યકિ સાવરકર હવે પુણેની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનીનો દાવો કરવા જઈ રહ્યા છે.

    - Advertisement -

    રાહુલ ગાંધી પોતાના વીર સાવરકર વિષેના નિવેદનોને કારણે ભલે લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહ્યાં હોય પરંતુ તેઓ હવે કાયદાના ઘેરામાં વધુને વધુ ફસાઈ રહ્યાં છે. યુકેમાં આપેલા એક નિવેદન પર વાંધો ઉઠાવીને વીર સાવરકરના વંશજ સાત્યકિ સાવરકર હવે પુણેની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનીનો દાવો કરવા જઈ રહ્યા છે. અગાઉ સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે પણ રાહુલ ગાંધીને પોતાના દાદા અંગે કરેલા ખોટા વિધાનોની માફી માંગવાનું કહ્યું હતું અને એમ ન થતાં તેમનાં વિરુદ્ધ કેસ કરવાની ચેતવણી પણ તેમણે આપી હતી.

    સાત્યકિ સાવરકર પુણેના રહેવાસી છે અને તેમણે કહ્યું છે કે તેમને અને તેમનાં પરિવારને એવું લાગે છે કે બસ હવે બહુ થયું. સાત્યકિના કહેવા અનુસાર થોડા સમય અગાઉ યુકેમાં જ્યારે રાહુલ ગાંધી કોઈ એક કાર્યક્રમને સંબોધન કરી રહ્યાં હતાં ત્યારે તેમણે એવું નિવેદન આપ્યું હતું કે વીર સાવરકરે પોતાનાં પુસ્તકમાં લખ્યું છે કે 5-6 લોકો એક મુસ્લિમને માર મારી રહ્યા હતાં અને તેમને એ ખુબ ગમ્યું હતું.

    સાત્યકિ સાવરકર કહે છે કે આ પ્રકારની ઘટના ક્યારેય બની જ ન  હતી અને વીર સાવરકરે પોતાના કોઇપણ પુસ્તકમાં આવું કશું જ લખ્યું નથી. આથી હવે તેઓ પુણેની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનીનો દાવો કરવા જઈ રહ્યા છે.

    - Advertisement -

    રાહુલ ગાંધી હજી ગયા મહીને જ મોદી સમાજ વિષે કરેલી ટીપ્પણી બાબતે સુરતની કોર્ટમાંથી સજા પામી ચુક્યા છે. સુરત કોર્ટે મોદી સમાજનું અપમાન કરવા બદલ રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરી હતી. આ સજા થતાં જ રાહુલ ગાંધીનું કેરળના વાયનાડના સંસદ સભ્ય તરીકેનું સભ્યપદ પણ જતું રહ્યું હતું. આ સજા બાદ જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ મોદી સમાજની માફી માંગી લેશે? તો રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ ગાંધી છે સાવરકર નહીં અને ગાંધી ક્યારેય માફી માંગતા નથી. આ વિધાન અંગે પણ ઘણો વિવાદ થયો હતો.

    રાહુલ ગાંધી પોતાના આ પ્રકારના નિવેદનોને લીધે મુશ્કેલીમાં મુકાતા જ રહે છે અને હાલમાં આસામનાં મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ પણ રાહુલ ગાંધીને તેમનાં નિવેદન બદલ કોર્ટમાં લઇ જવાની ચીમકી આપી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં