Saturday, October 12, 2024
More
    હોમપેજદુનિયાસતત ત્રીજી વખત વિજય મેળવવા પર PM મોદીને મળી રહી છે દુનિયાભરમાંથી...

    સતત ત્રીજી વખત વિજય મેળવવા પર PM મોદીને મળી રહી છે દુનિયાભરમાંથી શુભકામનાઓ: મેલોની, મુઈઝુથી લઈને શ્રીલંકા અને ભૂટાનના રાષ્ટ્રનાયકોએ આપ્યા શુભેચ્છા સંદેશ

    વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં NDA સતત ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવવા તૈયાર છે. તે સાથે જ નરેન્દ્ર મોદીએ દેશના પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. હમણાં સુધી જવાહરલાલ નહેરુ જ એવા વડાપ્રધાન હતા, જે સતત ત્રીજી વખત સત્તામાં આવ્યા હતા.

    - Advertisement -

    દેશમાં લોકસભા ચૂંટણીનો મહાપર્વ પૂર્ણ થઈ ચૂક્યો છે. સતત ત્રીજી વખત વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં NDAની સરકાર બનવી નિશ્ચિત્ત છે. NDA અને PM મોદીને જીત પર દુનિયાભરમાંથી શુભકામનાઓ આપવામાં આવી રહી છે. PM મોદીને દુનિયાના મોટા નેતાઓએ જીતની શુભકામનાઓ આપી છે. નેપાળ, શ્રીલંકા, અમેરિકા, ઇટલી સહિતના અનેક દેશોએ વડાપ્રધાન મોદીને શુભકામનાઓ પાઠવી છે અને સંયુકત ભાગીદારી આગળ વધારવાની અપીલ કરી છે.

    4 જૂન, 2024ના રોજ દેશમાં લોકસભા ચૂંટણીનો મહાપર્વ પૂર્ણ થયો છે. NDA 292 બેઠકો સાથે બહુમતીથી આગળ નીકળી ગયું છે. જ્યારે ભાજપને 240 બેઠકો મળી છે. તેથી NDAના નેતૃત્વમાં સરકાર બનવી નિશ્ચિત છે. તેવામાં PM મોદીને દુનિયાભરમાંથી શુભકામનાઓ આવી રહી છે. યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF)એ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2024ની લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક સતત ત્રીજી વખત જીત માટે અભિનંદન પાઠવ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “USISPF બોર્ડ દેશના ગૌરવશાળી લોકશાહી ઈતિહાસના બીજા અધ્યાયને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ ભારતના લોકોને અભિનંદન આપે છે. NDAને 2024ની લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત ઐતિહાસિક ચૂંટણી જીતવા બદલ અભિનંદન આપે છે.”

    મહોમ્મદ મુઈઝુ અને જોર્જિયા મેલોનીએ આપી શુભકામનો

    વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં NDA સતત ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવવા તૈયાર છે. તે સાથે જ નરેન્દ્ર મોદીએ દેશના પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. હમણાં સુધી જવાહરલાલ નહેરુ જ એવા વડાપ્રધાન હતા, જે સતત ત્રીજી વખત સત્તામાં આવ્યા હતા.

    - Advertisement -

    PM મોદીની આ ઐતિહાસિક જીત પર દુનિયાભરના નેતાઓ શુભકામનાઓ આપી રહ્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, BJP અને NDAને 2024ની સામાન્ય ચૂંટણીમાં સતત ત્રીજી વખત સફળ થવા પર અભિનંદન.”

    ઈટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ પણ PM મોદીને શુભકામનાઓ આપી છે. તેમણે X પર લખ્યું કે, “નવી ચૂંટણીની જીત અને સારા કામ કરવા માટે નરેન્દ્ર મોદીને શુભકામનાઓ. નિશ્ચિત છે કે, આપણે ઈટાલી અને ભારતને એક કરવાની મિત્રતાને મજબૂત કરીશું અને આપણાં રાષ્ટ્રો તથા આપણાં લોકોની ભલાઈ સાથે જોડાયેલા મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.”

    ભૂટાન અને શ્રીલંકાના રાષ્ટ્રનાયકોએ પણ આપી શુભકામનાઓ

    ભૂટાનના વડાપ્રધાન શેરિંગ ટોબગેએ કહ્યું કે, “ભારત સાથેના સંબંધોને ગાઢ કરવા માટેની હું ઈચ્છા ધરાવું છું. દુનિયાની સૌથી મોટી ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરવા પર મારા મિત્ર પ્રધાનમંત્રી મોદી અને NDAને શુભકામનાઓ આપું છું. તેઓ ભારતને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ રહ્યા છે. હું આપણાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરું છું.”

    શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ પણ વડાપ્રધાન મોદીને શુભકામનાઓ આપી છે. તેમણે લખ્યું કે, “NDAની જીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રગતિ અને સમૃદ્ધિમાં ભારતીય લોકોના વિશ્વાસને દર્શાવ્યો છે. સૌથી નજીકના પાડોશી હોવાના લીધે શ્રીલંકા, ભારત સાથે ભાગીદારી વધારવા અને મજબૂત કરવા માટે તત્પર છે.”

    નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી-2024માં ભાજપે 240 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે NDAને 292 બેઠકો મળી છે. 2019ની તુલનામાં NDAએ આ વખતે ઘણી બેઠકો ગુમાવી છે. પરંતુ કેન્દ્રમાં NDAની સરકાર બનશે તે પણ નિશ્ચિત છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં NDA સતત ત્રીજી વખતે કેન્દ્રમાં સરકાર બનાવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં