Thursday, May 16, 2024
More
    હોમપેજદેશ22 જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર, કેન્દ્ર સરકાર હેઠળ આવતી કચેરીઓ-સંસ્થાઓ માટે...

    22 જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર, કેન્દ્ર સરકાર હેઠળ આવતી કચેરીઓ-સંસ્થાઓ માટે લાગુ પડશે આદેશ: રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને નિર્ણય

    કેન્દ્ર સરકારે એક અધિકારીક આદેશમાં જણાવ્યું છે કે 22 જાન્યુઆરીના રોજ બપોરે 2:30 વાગ્યા સુધી કેન્દ્ર સરકારનાં તમામ કાર્યાલયો, સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમો રજા પાળશે.

    - Advertisement -

    આગામી 22 જાન્યુઆરીએ (સોમવાર) અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થનાર છે, જેને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. જેને જોતાં કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે. 

    કેન્દ્ર સરકારે એક અધિકારીક આદેશમાં જણાવ્યું છે કે 22 જાન્યુઆરીના રોજ બપોરે 2:30 વાગ્યા સુધી કેન્દ્ર સરકારનાં તમામ કાર્યાલયો, સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમો રજા પાળશે. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં કર્મચારીઓ ભાગ લઇ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

    ઉલ્લેખનીય છે કે આ આદેશ કેન્દ્ર સરકાર હસ્તકની કચેરીઓમાં લાગુ પડશે. જે-તે રાજ્યમાં રાજ્ય સરકારોએ લીધેલો નિર્ણય પાળવાનો રહેશે. આ પહેલાં દેશનાં પાંચ રાજ્યો 22મીના રોજ રજા જાહેર કરી ચૂક્યાં છે. જેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગોવા, છત્તીસગઢ અને હરિયાણાનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં 22મીના રોજ તમામ કચેરીઓ-શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે, તેમજ દારૂનું વેચાણ પણ થશે નહીં. આવો જ આદેશ મધ્ય પ્રદેશ સરકારે પણ આપ્યો છે. ગોવામાં પણ શાળાઓ-કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. છત્તીસગઢમાં શાળા-કોલેજો બંધ રહેશે, જ્યારે હરિયાણામાં પણ આ જ રીતે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખીને દારૂનું વેચાણ પણ કરવામાં નહીં આવે.

    - Advertisement -

    આ બધા વચ્ચે ચર્ચા શરૂ થઈ છે કે ગુજરાત સરકાર પણ 22 જાન્યુઆરીએ રજા આપી શકે છે. જોકે આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ અત્યાર સુધીમાં અનેક વખત રજૂઆત થઈ ચૂકી છે, જેમાં ભાજપના ધારાસભ્યો પણ મુખ્યમંત્રીને પત્ર લખીને 22 જાન્યુઆરીએ લોકો રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં ભાગ લઇ શકે તે માટે રજા જાહેર કરવા માટે અપીલ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં