Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાત‘22 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં રજા જાહેર કરવામાં આવે’: ભાજપ ધારાસભ્યની માંગ, CM...

    ‘22 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં રજા જાહેર કરવામાં આવે’: ભાજપ ધારાસભ્યની માંગ, CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર 

    તે પહેલાં ગત 26 ડિસેમ્બરના રોજ ગુજરાતના ભાજપ ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ આ જ પ્રકારની માંગ કરી હતી. જોકે, સરકાર તરફથી હજુ સુધી આ બાબતે કોઇ અધિકારીક પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

    - Advertisement -

    અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે આંગળીના વેઢે ગણાય તેટલા જ દિવસ બાકી રહ્યા છે. 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભગવાન રામલલ્લાના નૂતન વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠા પવિત્ર ગર્ભગૃહમાં કરવામાં આવશે. જે માટે અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની તૈયારીઓ પણ ચાલી રહી છે. બીજી તરફ, આ દિવસે રાજ્યમાં રજા જાહેર કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે. 

    વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને માંગ કરી કે 22 જાન્યુઆરીના રોજ રાજ્યમાં રજા જાહેર કરવામાં આવે, જેથી લોકો પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકે. જોકે, આ પત્ર તેમણે ‘સત્યમ શિવમ સુંદરમ’ ટ્રસ્ટ વતી લખ્યો છે. તેઓ આ ટ્રસ્ટના અગ્રણી છે. 

    યોગેશ પટેલે CMને લખેલા પત્રમાં કહ્યું કે, “સદીઓના સંઘર્ષ બાદ 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં શ્રી રામલલ્લાની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે.” 

    - Advertisement -

    આગળ કહેવામાં આવ્યું કે, “હિંદુ સનાતન ધર્મના આરાધ્યા દેવ શ્રીરામને તેમના જન્મસ્થળે પુનઃ ગૌરવભેર સ્થાપવાના આ પવિત્ર દિવસે રાજ્યના તમામ અબાલ-વૃદ્ધો, શ્રદ્ધાળુઓ, ધાર્મિક સંગઠનો અને મંદિર પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકે તે માટે 22 જાન્યુઆરી, 2024ના રોજ રાજ્યમાં રજા જાહેર કરવા માટે શ્રી શિવ પરિવાર વતી આપને વિનંતી કરવામાં આવે છે.”

    જોકે, માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની માંગ કરવામાં આવી રહી છે. તાજેતરમાં મહારાષ્ટ્રના ભાજપ નેતા અતુલ ભટખલકરે CM એકનાથ શિંદેને પત્ર લખીને 22 જાન્યુઆરીના રોજ રજા જાહેર કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, 22 જાન્યુઆરીએ દિવાળી જેવો માહોલ હશે અને લોકો બરાબર ઉજવણી કરી શકે તે માટે સરકારે તે દિવસે સત્તાવાર રીતે રજાની જાહેરાત કરવી જોઈએ.  

    તે પહેલાં ગત 26 ડિસેમ્બરના રોજ ગુજરાતના ભાજપ ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ આ જ પ્રકારની માંગ કરી હતી. જોકે, સરકાર તરફથી હજુ સુધી આ બાબતે કોઇ અધિકારીક પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યા ખાતે યોજાશે, જે માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલ દેશભરમાં આમંત્રણ મોકલવામાં આવી રહ્યાં છે. દેશભરમાં આ કાર્યક્રમને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં