ઝારખંડના પલામૂમાં મોહરમના જુલૂસ દરમિયાન તિરંગા સાથે છેડછાડ કરવાનો મામલો સામે આવ્યા બાદ વિવાદ વકર્યો હતો. આરોપ છે કે તાજિયાના જુલૂસ દરમિયાન રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રની જગ્યાએ ઉર્દૂમાં કેટલાક શબ્દો લખીને તલવાર છાપી દેવામાં આવી હતી. ઘટના બાદ આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયા હતા. તો બીજી તરફ આ મામલે દોષિતો પર કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી રહી હતી. જે બાદ પોલીસે તપાસ કરીને 18 વ્યક્તિઓ સામે કેસ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.
ઝારખંડના પલામુમાં મોહરમ તાજિયા જુલુસમાં તિરંગા સાથે છેડછાડ કરવાની આ ઘટના 28 જુલાઈ, 2023ની છે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર આ ઘટના ચૈનપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારની છે. જ્યાં ડાલટનગંજ કલ્યાણપુર વિસ્તારમાં કંકરી રોડ પર શુક્રવારે મોહરમનું જુલૂસ નીકળ્યું હતું. આ દરમિયાન DJ વગાડતા જઈ રહેલા કેટલાક લોકોના હાથમાં તિરંગા જેવા ઝંડા પણ હતા. આ ઝંડામાં બાકી બધું જ રાષ્ટ્રધ્વજ માફક જ હતું પણ મધ્યમાં અશોક ચક્ર નહોતું, તેની જગ્યા પર ઉર્દૂમાં કેટલાક શબ્દો લખવામાં આવ્યા હતા અને તેના નીચે તલવારનું ચિત્ર બનેલું હતું. આ દરમિયાન આજુબાજુમાં ઉભેલા લોકોએ આ તિરંગાના ફોટા પાડી લીધા હતા.
पलामू जिले के चैनपुर थाना क्षेत्र के कल्याणपुर में मुहर्रम के जुलूस के दौरान तिरंगे झंडे के साथ खिलवाड़ की यह खबर अत्यंत शर्मनाक है।
— Dr. Dineshanand Goswami (@DrDGoswamiBJP) July 28, 2023
प्रदेश में @HemantSorenJMM के तुष्टिकरण की राजनिति के खतरनाक खेल का यह दुष्परिणाम तो होना ही था।
तुष्टीकरण के लिए विशेष समुदाय के दबाव में आए… pic.twitter.com/NttyRw6Zop
જોતજોતામાં આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા. આ દરમિયાન ઑપઇન્ડિયા સાથે વાત કરતા ઇસ્લામિક જાણકાર મોહમ્મદ મૌસુફે કહ્યું કે ધ્વજની વચ્ચે મુસ્લિમોનો કલમો ‘કલમા તૈયબ’ લખેલો હતો. તેને ‘લા ઈલાહ ઈલલ્લાહ મુહમ્મદુર્રસૂલુલ્લાહી’ તરીકે વાંચવામાં આવે છે. તેનો અર્થ થાય છે “અલ્લાહ સિવાય કોઈ મામૂદ (ઈશ્વર) નથી અને હઝરત મુહમ્મદ સલલ્લાહો અલૈહિ વસલ્લમ અલ્લાહના રસૂલ છે”.
આ મામલે ઝારખંડના ભાજપના નેતા દીપક પ્રકાશે પણ નારાજગી વ્યક્ત કરી હતી. 28 જુલાઈએ તેમણે ટ્વિટ કર્યું હતું કે, “પલામુ જિલ્લામાં મોહરમના જુલૂસમાં રાષ્ટ્રધ્વજ સાથે છેડછાડનો મામલો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, તિરંગા ધ્વજમાં અશોક ચક્રને હટાવીને ઉર્દૂ શબ્દ લખવા એ બંધારણની વિરુદ્ધ છે અને આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન પણ છે. હેમંત સોરેનના શાસનમાં આવા રાષ્ટ્રવિરોધી પરિબળો કેવી રીતે મજબૂત થઈ રહ્યા છે?” ઉપરાંત ઝારખંડના ભાજપના અન્ય એક નેતાએ તેને તુષ્ટિકરણની રાજનીતિની ખતરનાક રમત ગણાવી હતી.
पलामू जिले में मुहर्रम जुलूस में राष्ट्रध्वज के साथ छेड़छाड़ का मामला अत्यंत दुर्भाग्यपूर्ण है, तिरंगा झंडा में अशोक चक्र हटाकर उर्दू शब्द लिखना संविधान के खिलाफ है और हमारे राष्ट्रध्वज तिरंगे झंडे का अपमान.
— Deepak Prakash (@dprakashbjp) July 28, 2023
आखिर हेमंत राज में ऐसी देश विरोधी ताकतें कैसे मजबूत हो रही है ?@ANI
આ સમગ્ર ઘટનાને લઈને પલામૂના એડિશનલ એસપી ઋષભ ગર્ગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “આ મોહરમ જુલૂસમાં ડીજે વગાડીને રાષ્ટ્રધ્વજ લઈને કેટલાક લોકો ચાલી રહ્યા હતા, જેમાં છેડછાડ થઇ હોવાના દાવા સાથે કેટલાક ફોટા અને વિડીયો વાયરલ થયા હતા. જે બાદ પોલીસે આ મામલે તપાસ કરી હતી અને જાણવા મળ્યું હતું કે રાષ્ટ્ર ધ્વજમાં અશોક ચક્રના સ્થાને ઉર્દુના શબ્દો અને તેની નીચે તલવારનું નિશાન બનાવવામાં આવ્યું હતું. જે બદલ 13 સામે નામજોગ મળીને કુલ 18 લોકો વિરુદ્ધ રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.”