Tuesday, April 30, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિમક્કા-વેટિકનના રેકોર્ડ તોડશે અયોધ્યા ધામ: પહેલા દિવસે 5 લાખ લોકોએ ભગવાનના દર્શન...

    મક્કા-વેટિકનના રેકોર્ડ તોડશે અયોધ્યા ધામ: પહેલા દિવસે 5 લાખ લોકોએ ભગવાનના દર્શન કર્યા, વર્ષે આંકડો 5 કરોડ પર પહોંચવાનું અનુમાન

    પ્રાણપ્રતિષ્ઠા બાદ દર વર્ષે લગભગ 5 કરોડ ભક્તો અયોધ્યા આવશે એવી સંભાવના છે. જ્યારે મક્કામાં વર્ષે 2 કરોડ અને વેટિકન સિટીમાં દર વર્ષે 90 લાખ લોકો જાય છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારત એક નવું પ્રવાસન હોટસ્પોટ મેળવવા જઈ રહ્યું છે.

    - Advertisement -

    22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ 23 જાન્યુઆરીથી મંદિરના કપાટ રામભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. ભગવાનના દર્શન કરવા માટે અડધી રાતથી જ લોકો અયોધ્યા પહોંચ્યા હતા. લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. વધુ માત્રામાં શ્રદ્ધાળુઓ આવી પડતાં વ્યવસ્થામાં પણ પરિવર્તન કરવામાં આવ્યું હતું. જાણવા મળ્યું છે કે, રામ મંદિર અયોધ્યામાં પહેલા દિવસે જ 5 લાખથી વધુ રામભક્તોએ પ્રભુ શ્રીરામલલાના દર્શન કર્યા છે. જ્યારે હવે એક રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ પરિવર્તન બાદ દર વર્ષે લગભગ 5 કરોડ ભક્તો અયોધ્યા આવશે તેવી સંભાવના છે.

    23 જાન્યુઆરીથી રામ મંદિર અયોધ્યાના કપાટ રામભક્તો માટે ખૂલી ગયા છે. પ્રથમ દિવસે જ અંદાજિત 5 લાખથી વધુ રામભક્તોએ રામલલાના દર્શન કરી લીધા છે. અયોધ્યાનો વિકાસ અને આવનારા ભવિષ્ય વિશે અમેરિકી ફર્મ જેફરીઝે એક રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાણપ્રતિષ્ઠા બાદ દર વર્ષે લગભગ 5 કરોડ ભક્તો અયોધ્યા આવશે એવી સંભાવના છે. જ્યારે મક્કામાં વર્ષે 2 કરોડ અને વેટિકન સિટીમાં દર વર્ષે 90 લાખ લોકો જાય છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારત એક નવું પ્રવાસન હોટસ્પોટ મેળવવા જઈ રહ્યું છે.

    તિરૂપતિ મંદિરનો પણ તૂટશે રેકોર્ડ

    ભારતમાં સૌથી વધુ પ્રવાસીઓ તિરૂપતિ બાલાજી મંદિર અને અમૃતસર સ્વર્ણ મંદિરની મુલાકાત લે છે. પરંતુ રિપોર્ટ અનુસાર અયોધ્યા તીર્થયાત્રીઓના આગમનના સંદર્ભમાં ભારતના તમામ આધ્યાત્મિક કેન્દ્રોને પાછળ છોડી દેશે. કારણ કે, દર વર્ષે 2.5 કરોડ ભક્તો આંધ્રપ્રદેશના તિરૂપતિ મંદિરમાં દર્શન કરે છે. જ્યારે દર વર્ષે 80 લાખ શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવી મંદિર પહોંચે છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં અમૃતસરના સ્વર્ણ મંદિરમાં પણ શ્રદ્ધાળુઓ પહોંચે છે. જ્યારે સારી માળખાકીય સુવિધાઓના કારણે અયોધ્યા મોટી સંખ્યામાં ભક્તોને અને પ્રવાસીઓને આકર્ષવામાં સક્ષમ બને છે.

    - Advertisement -

    ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે કરાશે કરોડોનો ખર્ચ

    રિપોર્ટ અનુસાર, અયોધ્યામાં મંદિરના નિર્માણ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ₹850 અબજનો ખર્ચ કરવામાં આવશે. જેમાંથી અંદાજે ₹18 અબજ રામ મંદિરના નિર્માણ પાછળ ખર્ચવામાં આવ્યા છે. અયોધ્યા એરપોર્ટનો પ્રથમ તબક્કો ₹14.5 અબજના રોકાણ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો હતો અને આવા ત્રણ વધુ ટર્મિનલનું નિર્માણ થવાનું હજુ બાકી છે. હાલમાં, 10 લાખ મુસાફરો અયોધ્યાથી હવાઈ માર્ગે સરળતાથી મુસાફરી કરી શકશે અને બીજો તબક્કો પૂર્ણ થયા બાદ 60 લાખ મુસાફરો હવાઈ મુસાફરી કરી શકશે.

    રામ મંદિર આવનારા વર્ષોમાં UPની એક ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના બનવાના લક્ષ્યની મુખ્ય પ્રેરક શક્તિ બની શકે છે. SBI રિસર્ચના એક અહેવાલ મુજબ, યુપીમાં વર્ષ 2024-25માં ₹25,000 કરોડનો ટેક્સ કલેક્શન થઈ શકે છે. તેમાં અયોધ્યા એક મુખ્ય પરિબળ બની શકે છે. કારણ કે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ દુનિયાના ખૂણે-ખૂણેથી રામભક્તો અને પ્રવાસીઓ અયોધ્યા આવી રહ્યા છે. સાથે રિપોર્ટમાં GDPમાં પણ ધરખમ વધારો થવા વિશેની માહિતી આપવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં