Wednesday, May 1, 2024
More
    હોમપેજદેશટેક્સ કલેક્શન ₹2.5 લાખ કરોડ સુધી પહોંચશે, ફક્ત પ્રવાસનથી જ થશે ₹25000...

    ટેક્સ કલેક્શન ₹2.5 લાખ કરોડ સુધી પહોંચશે, ફક્ત પ્રવાસનથી જ થશે ₹25000 કરોડની વધારાની આવકઃ રામ મંદિરથી ભરાશે UPની તિજોરી- SBIનો રિપોર્ટ

    વર્ષ 2021ની સરખામણીમાં વર્ષ 2022માં 200 ટકા વધુ પ્રવાસીઓ UP આવ્યા હતા, જેમની સંખ્યા 32 કરોડથી પણ વધારે હતી, જ્યારે વિદેશી પ્રવાસીઓની સંખ્યા પણ 2.21 કરોડને વટાવી ગઈ હતી.

    - Advertisement -

    અયોધ્યા સ્થિત રામ મંદિરમાં ભગવાન શ્રીરામની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે, પ્રભુ તેમના જન્મસ્થાન પર વિરાજમાન થઇ રહ્યા છે, આ પાવન ક્ષણ ન માત્ર ભક્તિ અને આધ્યાત્મિકતાની દૃષ્ટિએ શ્રેષ્ઠ છે, પરંતુ ઉત્તર પ્રદેશના વિકાસને તેની ઊંચાઈઓ પર લઈ જવા માટેની પણ એક નવી શરૂઆત છે. SBI દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, આવનારા સમયમાં અયોધ્યાનું નિર્માણધીન ભવ્ય રામ મંદિર ઉત્તર પ્રદેશ સરકાર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે. રામ મંદિરથી જોડાયેલ સમગ્ર ધાર્મિક અને આર્થિક વ્યવસ્થાથી ઉત્તર પ્રદેશની સરકારને દર વર્ષે ઓછામાં ઓછા ₹20થી ₹25 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થશે.

    SBIના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થવાથી અને યુપી સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલા કામને કારણે નાણાંકીય વર્ષ 2025માં UPને ₹20 થી ₹25 હજાર કરોડ રૂપિયાની વધારાની કમાણી થઈ શકે છે. વર્ષ 2022માં ઉત્તર પ્રદેશની મુલાકાતે આવતા સ્થાનિક પ્રવાસીઓનો ખર્ચ ₹2.2 લાખ કરોડ રૂપિયા હતો. આ ઉપરાંત વિદેશી પ્રવાસીઓ દ્વારા ₹10 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ વખતે જોવા જઈએ તો યુપી સરકારના બજેટમાં ટેક્સ કલેક્શન ₹2.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

    આ વર્ષે તમામ રેકોર્ડ તૂટી જશે

    ઉલ્લેખનીય છે કે, UPએ વર્ષ 2023માં પ્રવાસના ક્ષેત્રે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. વર્ષ 2021ની સરખામણીમાં વર્ષ 2022માં 200 ટકા વધુ પ્રવાસીઓ આવ્યા હતા, જેમની સંખ્યા 32 કરોડથી પણ વધારે હતી, જ્યારે વિદેશી પ્રવાસીઓની સંખ્યા પણ 2.21 કરોડને વટાવી ગઈ હતી. રામ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પછી હવે સામાન્ય ભક્તો પણ અયોધ્યા આવવાનું શરૂ કરશે, જેનાથી આ આંકડો ખૂબ જ ઝડપથી વધવા પામશે.

    - Advertisement -

    જો SBIના રિપોર્ટનું માનીએ તો 2028 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડોલરની થઈ જશે. જેમાં એકલા UPની જીડીપી 50 અબજ ડોલરને પાર કરશે. સમગ્ર દેશમાં અન્ય કોઈપણ રાજ્યની સરખામણીમાં UP બીજા નંબરે હશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ રાજ્યને કેન્દ્રની યાત્રાધામ કાયાકલ્પ અને આધ્યાત્મિક વિરાસત સંવર્ધન ઝુંબેશ (PRASHAD) યોજનાનો પણ મોટો લાભ મળી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, અયોધ્યાના રામ મંદિર અને ઉત્તર પ્રદેશ સરકારની અન્ય પ્રવાસન યોજનાઓને કારણે યુપી સરકારને મોટી કમાણી થશે.

    અયોધ્યા ધામ પહેલાંથી જ આસ્થાનું મોટું કેન્દ્ર છે. સમગ્ર વિશ્વમાં વસતા કરોડો હિંદુઓના આરાધ્યદેવનું જન્મસ્થાન છે. જેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં દર્શનાર્થે પહોંચે છે. હવે જ્યારે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. ત્યારે દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં ખુબ વધારો થશે એવું માનવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં