Tuesday, May 7, 2024
More
    હોમપેજરાજકારણગુજરાત સરકારનો વધુ એક મહિલાલક્ષી નિર્ણય: રાજ્યના તમામ મહિલા ધારાસભ્યોને મળશે સવા...

    ગુજરાત સરકારનો વધુ એક મહિલાલક્ષી નિર્ણય: રાજ્યના તમામ મહિલા ધારાસભ્યોને મળશે સવા કરોડની વધારાની ગ્રાન્ટ, પોતાના વિસ્તારના વિકાસમાં વાપરી શકશે

    ગુજરાત સરકારે આ જાહેરાત કરીને મહિલા ધારાસભ્યોની રજુઆત અનુસાર તેમની ગ્રાન્ટમાં સવા કરોડ રૂપિયાનો વધારો કરી આપેલ છે. આ વધારાની ગ્રાન્ટ તેમને વર્ષ 2023-24 માટે મળવાપાત્ર રહેશે. આ રકમનો ઉપયોગ તેઓ પોતાના વિસ્તારમાં રોડ-રસ્તા સહિતના વિકાસકાર્યો માટે કરી શકશે.

    - Advertisement -

    સામાન્ય જનભાષામાં આમ તો નાગરિકો ગુજરાતની ભાજપ સરકારને સંવેદનશીલ સરકાર તરીકે સંબોધતી હોય છે. હવે એ જ કથનને ચરિતાર્થ કરતો વધુ એક નિર્ણય આ સરકારે લીધો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના તમામ મહિલા ધારાસભ્યોને તેમના વિસ્તારમાં કાર્ય કરવા માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો છે.

    અહેવાલો અનુસાર ગુજરાત સરકારે મહિલાલક્ષી વધુ એક નિર્ણય લીધો છે. હાલમાં ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. જેમાંથી 2022 વિધાનસભા ચૂંટણીમાં 14 વિધાનસભા વિસ્તારોમાં મહિલા ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા. હવે આ તમામ મહિલા ધારાસભ્યોને ગુજરાત સરકાર તરફથી સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મળવાની છે.

    મહિલા ધારાસભ્યોએ કરી હતી રજુઆત

    નોંધનીય છે કે થોડા સમય પહેલા ગુજરાતના મહિલા ધારાસભ્યોએ પોતાના વિસ્તારના વિકાસના કાર્યો વધુ સારી રીતે થાય તે માટે મુખ્યમંત્રી સમક્ષ વધારાની ગ્રાન્ટ આપવા માટે રજુઆત કરી હતી. જેનો તેમને તે સમયે પણ ભુપેન્દ્ર પટેલ તરફથી સારો પ્રતિભાવ મળ્યો હતો.

    - Advertisement -

    હવે ગુજરાત સરકારે આ જાહેરાત કરીને મહિલા ધારાસભ્યોની રજુઆત અનુસાર તેમની ગ્રાન્ટમાં સવા કરોડ રૂપિયાનો વધારો કરી આપેલ છે. આ વધારાની ગ્રાન્ટ તેમને વર્ષ 2023-24 માટે મળવાપાત્ર રહેશે. આ રકમનો ઉપયોગ તેઓ પોતાના વિસ્તારમાં રોડ-રસ્તા સહિતના વિકાસકાર્યો માટે કરી શકશે.

    મહિલા ધારાસભ્યના પત્ર બાદ શિક્ષણાધિકારીએ શાળાઓને બાળકોના દફતરના વજન અંગે આપી નોટિસ

    તાજેતરમાં જ તમામ શાળાઓમાં નવું વાર્ષિક શૈક્ષણિક વર્ષ શરૂ થયું છે, તેવામાં પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને અનુલક્ષીને એક સારા સમાચાર સામે આવ્યા હતા. ઘણા લાંબા સમયથી જોવામાં આવી રહ્યું હતું કે શાળાઓ આ કુમળા બાળકો પાસે રોજ કામ વગરના પુસ્તકો અને સાધનો મંગાવતી હતી. જેના કારણે બાળકોના દફતરનું વજન બાળકના વજન કરતાં પણ વધારે જોવા મળતું હતું. જેના લીધી બાળકોને શારીરિક તકલીફ પણ થતી હતી. જેને અનુલક્ષીને અમદાવાદના નરોડાના ભાજપના ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાનીએ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખ્યો હતો અને બાદમાં DEO એ તમામ શાળાઓને એક નોટિસ પણ આપી હતી.

    દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર અમદાવાદના નરોડાના ધારાસભ્ય ડૉ.પાયલ કુકરાની દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ને એક પત્ર લખવામાં આવ્યો હતો, પત્રમાં જણાવાયું હતું કે, તેમને રજૂઆત મળી છે કે ધોરણ 1 થી 8 ના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને 1 વિષયની બે ત્રણ નોટબુક અને વર્કબુક સાથે લઈને આવવાની સ્કૂલ દ્વારા સૂચના અપાય છે. જેનું વજન બાળકના વજન કરતાં પણ વધારે હોય છે, જેની બાળકોની શારીરિક સ્થિતિ પર અસર પડે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં