Sunday, September 15, 2024
More
    હોમપેજગુજરાત'બાળકના દફ્તરમાં તેના વજન કરતા 10માં ભાગનું જ વજન હોવું જોઈએ': ભાર...

    ‘બાળકના દફ્તરમાં તેના વજન કરતા 10માં ભાગનું જ વજન હોવું જોઈએ’: ભાર વગરના ભણતર બાબતે નરોડાના ધારાસભ્યની રજુઆત બાદ અમદાવાદ DEOનો આદેશ

    ધારાસભ્યે પોતાના પત્રમાં આગળ જણાવ્યું કે, "વિદ્યાર્થિઓની ઉંમર અને શારીરિક બાંધાને ધ્યાનમાં રાખીને એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે, બાળકોને પુસ્તકો ઊંચકવામાં શારીરિક તકલીફ ના પડે. આ બાબતને લઈને અમદાવાદની સ્કૂલોને આપના દ્વારા લેખિત સૂચના આપવામાં આવે એવી રજૂઆત છે. "

    - Advertisement -

    તાજેતરમાં જ તમામ શાળાઓમાં નવું વાર્ષિક શૈક્ષણિક વર્ષ શરૂ થયું છે, તેવામાં પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને અનુલક્ષીને એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા લાંબા સમયથી જોવામાં આવી રહ્યું હતું કે શાળાઓ આ કુમળા બાળકો પાસે રોજ કામ વગરના પુસ્તકો અને સાધનો મંગાવતી હતી. જેના કારણે બાળકોના દફતરનું વજન બાળકના વજન કરતાં પણ વધારે જોવા મળતું હતું. જેના લીધી બાળકોને શારીરિક તકલીફ પણ થતી હતી. જેને અનુલક્ષીને અમદાવાદના નરોડાના ભાજપના ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાનીએ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખ્યો હતો અને બાદમાં DEO એ તમામ શાળાઓને એક નોટિસ પણ આપી છે.

    દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર અમદાવાદના નરોડાના ધારાસભ્ય ડૉ.પાયલ કુકરાની દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ને એક પત્ર લખવામાં આવ્યો હતો, પત્રમાં જણાવાયું હતું કે, તેમને રજૂઆત મળી છે કે ધોરણ 1 થી 8 ના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને 1 વિષયની બે ત્રણ નોટબુક અને વર્કબુક સાથે લઈને આવવાની સ્કૂલ દ્વારા સૂચના અપાય છે. જેનું વજન બાળકના વજન કરતાં પણ વધારે હોય છે, જેની બાળકોની શારીરિક સ્થિતિ પર અસર પડે છે.

    ભાજપ ધારાસભ્ય પાયલ કુકરાનીએ લખેલ પત્ર (ફોટો: ભાસ્કર)

    ધારાસભ્યે પોતાના પત્રમાં આગળ જણાવ્યું કે, “વિદ્યાર્થિઓની ઉંમર અને શારીરિક બાંધાને ધ્યાનમાં રાખીને એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે, બાળકોને પુસ્તકો ઊંચકવામાં શારીરિક તકલીફ ના પડે. આ બાબતને લઈને અમદાવાદની સ્કૂલોને આપના દ્વારા લેખિત સૂચના આપવામાં આવે એવી રજૂઆત છે. “

    - Advertisement -

    DEO દ્વારા શાળાઓને અપાયો આદેશ

    નરોડાના ધારાસભ્ય ડૉ.પાયલ કુકરાની દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાનમાં લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી દ્વારા અમદાવાદની તમામ સ્કૂલોને આદેશ આપવામાં આવ્યો છે કે, ‘બાળકોને જરૂર હોય તેટલા જ પુસ્તકો સ્કૂલ દ્વારા મંગાવવા. બાળકના વજનનું 10માં ભાગનું વજન બેગનું હોવું જોઈએ. વિષય મુજબના જ પુસ્તકો સાથે બાળકો આવે એવી સ્કૂલ દ્વારા વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. જેથી બાળકોના બેગનું વજન વધે નહીં.’

    વાલીઓએ પણ રાખવું જોઈએ ધ્યાન

    વધુમાં જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, “કેટલીક સ્કૂલોમાં જરૂર કરતાં વધારે વજનનું બેગ હોય છે. તે તમામ સ્કૂલોને આદેશ અપાયો છે કે, બાળકોના દફતરનું વજન વધારે ન હોય તે રીતની વ્યવસ્થા ઊભી કરવી. સ્કૂલ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું વાલીઓએ પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નિયમ મુજબ બાળકના બેગનું વજન 10માં ભાગથી વધારે ન હોવું જોઈએ.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં