હિંદુઓના મહાપર્વ દિવાળીની રાત્રે જ વડોદરામાં કટ્ટરપંથી ઇસ્લામીઓએ પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે સ્ટ્રીટલાઈટ બંધ કરીને પેટ્રોલ બૉમ્બ ફેંકી પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન, સ્થિતિ કાબૂમાં લેવા ગયેલા પોલીસકર્મીઓ પર હુમલો થયો હોવાના તો વાહનો પણ સળગાવી મૂકાયાં હોવાના અહેવાલો મળ્યા હતા. હવે આ વડોદરાની ઘટના નજરે જોનારા સાક્ષીઓ સામે આવ્યા છે.
એક મહિલાએ મીડિયા ચેનલ રિપબ્લિકને જણાવ્યું હતું કે, “દિવાળીનો તહેવાર હોઈ બાળકો ફટાકફ ફોડી ડાન્સ કરી રહ્યાં હતાં ત્યારે અચાનક સ્ટ્રીટ લાઈટ બંધ થઇ ગઈ હતી. ત્યારબાદ પથ્થરો અને પેટ્રોલ બૉમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. તેઓ (હુમલો કરનારાઓ) અહીં સુધી ધસી આવ્યા હતા.” તેમણે ઘર પર ફેંકવામાં આવેલ પથ્થરો અને પેટ્રોલ બૉમ્બના નિશાન પણ બતાવ્યાં હતાં.
#BREAKING on 'This Is Exclusive' | Eyewitnesses narrate Vadodara clashes on Diwali night; stones hurled on cops from terrace. Watch here – https://t.co/EPrviiMJIf pic.twitter.com/rFo6vIJYPt
— Republic (@republic) October 25, 2022
હુમલો કરનારાઓનું 500 લોકોનું ટોળું હોવાનું જણાવીને તેમણે કહ્યું કે, તેઓ સામેથી પેટ્રોલ બૉમ્બ ફેંકી રહ્યા હતા અને તેનાથી જ એક ગાડી સળગી ગઈ હતી. તેમણે કહ્યું કે, સ્ટ્રીટ લાઈટ બંધ થઇ ગઈ પછી હુમલો થયો હતો. જેથી આ પહેલેથી કરવામાં આવેલ પ્લાનિંગ હતું.
તેમણે એમ પણ કહ્યું કે, પોલીસની ગાડી ત્યાં હતી પરંતુ તેઓ આવી રહ્યા ન હતા, તેમની ગાડી પર બૉમ્બ ફેંકાયો પછી તેઓ આવ્યા.
અન્ય એક મહિલાએ જણાવ્યું કે, “બાળકો ફટાકડા ફોડી રહ્યાં હતાં ત્યારે અચાનક અગાસી પરથી પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવ્યો હતો. ત્યારબાદ સામેથી પથ્થરોનો વરસાદ થવા માંડ્યો હતો. આ પહેલેથી કરવામાં આવેલ પ્લાનિંગ હતું. તેમનું 400થી 500 લોકોનું ટોળું હતું અને તેમની પાસે પેટ્રોલ બૉમ્બ જ નહીં પરંતુ તલવારો, ચાકુ અને પાઇપ જેવાં હથિયારો પણ હતાં. અમારી પાસે કશું જ ન હતું. અમે થોડી મહિલાઓ અને 10-12 છોકરાઓ જ હતાં.”
જોકે, ત્યારબાદ પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લઇ લીધી હતી. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, સ્ટ્રીટલાઈટ બંધ કરી દેવામાં આવી હતી અને પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે રમખાણો પૂર્વનિયોજિત હતા. હાલ મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.
વડોદરાની ઘટના બાદ પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસીને લગભગ 19 જેટલા લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. ફોરેન્સિકની ટીમે નમૂના એકત્રિત કર્યા હતા, જેની હાલ તપાસ કરવામાં આવી રહી છે.