Monday, September 9, 2024
More
    હોમપેજગુજરાતવડોદરા બીફ સમોસા કેસ: ‘હુસૈની સમોસા સેન્ટર’ના માલિકોને ગૌમાંસ સપ્લાય કરનાર વધુ...

    વડોદરા બીફ સમોસા કેસ: ‘હુસૈની સમોસા સેન્ટર’ના માલિકોને ગૌમાંસ સપ્લાય કરનાર વધુ એક પકડાયો, આણંદથી ફરદીન કુરેશીની ધરપકડ

    આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેમને ગૌમાંસનો જથ્થો ભાલેજનો ઇમરાન કુરેશી સપ્લાય કરી રહ્યો હતો. ત્યારબાદ પોલીસની એક ટીમ ભાલેજ પહોંચી અને ઇમરાન કુરેશીને પકડી લાવી હતી. તેણે પછીથી ફરદીનનું નામ આપ્યું હતું.

    - Advertisement -

    વડોદરાના બહુચર્ચિત બીફ સમોસા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા પોલીસે આ મામલે આણંદના ફરદીન કુરેશીની ધરપકડ કરી છે, જેનું નામ બાકીના આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું. જેની સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની કુલ સંખ્યા 8 પર પહોંચી ગઈ છે. 

    આ મામલો વડોદરાના ‘હુસૈની સમોસા સેન્ટર’નો છે, જ્યાં ગૌમાંસવાળા સમોસા બનાવીને વેચાણ કરવામાં આવતું હોવાનો મામલો સામે આવ્યો હતો. પોલીસે દરોડા પાડીને 326 કિલો ગૌમાંસ જપ્ત કરી લીધું હતું. જેને તપાસ માટે FSLમાં મોકલવામાં આવતાં તે ગાયનું જ માંસ હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જેમાં દુકાન માલિક મહંમદ યુસુફ શેખ અને નઇમ શેખ તેમજ દુકાનમાં કામ કરતા અન્ય 4 લોકોનો પણ સમાવેશ થાય છે. 

    આ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેમને ગૌમાંસનો જથ્થો ભાલેજનો ઇમરાન કુરેશી સપ્લાય કરી રહ્યો હતો. ત્યારબાદ પોલીસની એક ટીમ ભાલેજ પહોંચી અને ઇમરાન કુરેશીને પકડી લાવી હતી. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તે તેના અન્ય એક પાર્ટનર ફરદીન મોહમ્મદ કુરેશી સાથે મળીને ગૌમાંસ સપ્લાય કરતો હતો અને બંને ભાલેજથી ધંધો કરતા હતા. ત્યારબાદ ફરદીનની પણ ધરપકડ કરી લેવામાં આવી. 

    - Advertisement -

    હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આરોપીઓએ અન્ય શહેરોમાં પણ આ રીતે ગૌમાંસ સપ્લાય કર્યું છે કે કેમ. TOIના રિપોર્ટમાં પોલીસ અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું કે, “અમે જાણવાના પ્રયાસ કરી રહ્યા છીએ કે આરોપીઓએ આણંદ અને સુરત જેવાં શહેરોમાં પણ બીફ સમોસા સપ્લાય કર્યા છે કે નહીં. અન્ય શહેરોમાં પણ આ નામની દુકાનો હોવાનું જાણવા મળ્યું છે.”

    બીજી તરફ, આ સમગ્ર મામલે અન્ય કોઈ પણ સૂત્રધાર છે કે કેમ તે અંગે પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે. 

    શું છે કેસ?

    ઉલ્લેખનીય છે કે, વડોદરા ઝોન-4 LCB દ્વારા આ આખી કાર્યવાહી કરવામાં આવી હતી. વાસ્તવમાં પશુ ક્રુરતા નિવારણ સંસ્થા ચલાવતા નેહા પટેલને ગૌમાંસની માહિતી મળતા તેમણે પોલીસની મદદ લીધી હતી. જે આધારે પોલીસે પાણીગેટના જૂનીગઢી શીપવાડના હુસૈની મેન્શન નામના એક રહેણાંક મકાનમાં દરોડા પાડતા તેમને ત્યાં ગૌમાંસ અને ગૌમાંસમાંથી બનેલા સમોસા મળી આવ્યા હતા. પોલીસને અહીં, હાઈટેક ક્રશર, ડીપ ફ્રીઝર, 152 કિલો માંસના માવાનો સામાન, ગૌમાંસ ભરેલા કાચા સમોસા 61 કિલો માંસ તેમજ 113 કિલો માંસ ભરેલ સમોસા એમ કૂલ 326 કિલો ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે ઑપઇન્ડિયાએ નેહા પટેલ સાથે વાત કરીને તમામ માહિતી મેળવી હતી.

    પોલીસે આ મામલે મહંમદ યુસુફ ફકીર મોહમ્મદ શેખ, મહંમદ નઈમ મહંમદ યુસુફ શેખ, મહંમદ હનીફ ગની ભઠીયારા, દિલાવરખાન ઈસ્માઈલખાન પઠાણ, મોઈન મહેબૂબશા હબદાલ અને મોબીન યુસુફ શેખ એમ કુલ 6ની ધરપકડ કરી હતી. ત્યારબાદ ઇમરાન અને ફરદીન પણ પકડાયા. એમ કુલ આરોપીઓની સંખ્યા 8 પર પહોંચી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં