Wednesday, November 6, 2024
More
    હોમપેજગુજરાતરમખાણો રોકવા ‘સ્પેશિયલ એક્શન ફોર્સ’ બનાવશે ગુજરાત સરકાર: ગૃહમંત્રી હર્ષ સંઘવીનું એલાન,...

    રમખાણો રોકવા ‘સ્પેશિયલ એક્શન ફોર્સ’ બનાવશે ગુજરાત સરકાર: ગૃહમંત્રી હર્ષ સંઘવીનું એલાન, સબ ઈન્સ્પેક્ટર સ્તરનાં પોલીસ મથકોને PI સ્તરનાં બનાવાશે

    રાજ્યના પોલીસ સ્ટેશનોના અપગ્રેડેશન વિશે જણાવતાં તેમણે કહ્યું કે, શોધ યોજના અંતર્ગત ત્રણ તબક્કામાં તમામ સબ-ઇન્સ્પેક્ટર સ્તરના પોલીસ સ્ટેશનોને ઇન્સ્પેક્ટર (PI) સ્તર સુધી અપગ્રેડ કરવામાં આવશે.

    - Advertisement -

    ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા અને ગુનાખોરી રોકવા ગૃહ વિભાગ મોટા નિર્ણયો લઇ રહ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં વિધાનસભામાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોમી રમખાણો અને સામૂહિક હિંસાના બનાવોને રોકવા રેપિડ એક્શન ફોર્સની જેમ સ્પેશિયલ એક્શન ફોર્સની રચના કરવામાં આવશે. ઝીરો ટોલરન્સ નીતિના ભાગરૂપે આ ખાસ ફોર્સને તૈયાર કરવામાં આવશે, જેની જવાબદારી સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના અમદાવાદ જૂથને સોપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

    આ ઉપરાંત રાજ્યના પોલીસ સ્ટેશનોના અપગ્રેડેશન વિશે જણાવતાં તેમણે કહ્યું કે, શોધ યોજના અંતર્ગત ત્રણ તબક્કામાં તમામ સબ-ઇન્સ્પેક્ટર સ્તરના પોલીસ સ્ટેશનોને ઇન્સ્પેક્ટર (PI) સ્તર સુધી અપગ્રેડ કરવામાં આવશે. આ ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) નિષ્ણાતોની નિમણૂક પણ કરવામાં આવશે.

    રાજ્યની 200 ચોકીઓ (આઉટ પોસ્ટ)ને પણ અપગ્રેડ કરવામાં આવશે. ગ્રામ સુરક્ષા કવચ યોજના હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે, જે હેઠળ ચોકીઓ હેડ કોન્સ્ટેબલ/એએસઆઈ સ્તરથી સબ ઈન્સ્પેક્ટર સ્તર સુધી અપગ્રેડ કરવામાં આવશે. જ્યાં એક પોલીસ કોન્સ્ટેબલને એક બાઈક ફાળવવામાં આવશે.

    - Advertisement -

    ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મહિલાઓ સામેના ગુનાના દરમાં ગુજરાતનું સ્થાન વર્તમાનમાં ભારતમાં 33મું છે. ગંભીર ગુનાખોરી રોકવા ઓછામાં ઓછા સમયમાં 29 કેસમાં મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, ક્વિક રિસ્પોન્સ મળી રહે તે માટે શહેરી વિસ્તારોમાં 10 મિનિટમાં અને ગ્રામીણ વિસ્તારોમાં 30 મિનિટમાં જવાબ આપવા માટે 112 નંબર શરૂ કરવાની યોજના જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત 1100 નવાં વાહનો અને નવા પોલીસ સ્ટાફને સામેલ કરવામાં આવશે.

    તેમણે કહ્યું કે સુગમ યોજના હેઠળ આધુનિક ટેકનોલોજીના સાધનો સાથે ટ્રાફિક પોલીસની 1,000 નવી જગ્યાઓ બનાવવામાં આવશે. આ ઉપરાંત ત્રિશુળ યોજના હેઠળ રાજ્યમાં થતા સાઈબર ક્રાઈમ રોકવા 650 સાઈબર એક્સપર્ટની ભરતી કરી કોલ સેન્ટર શરૂ કરવામાં આવશે અને આ યુનિટ ગુજરાતના તમામ જીલ્લાઓ માટે કાર્યરત હશે. જેથી સાઈબર ક્રાઈમનો ભોગ બનેલ વ્યક્તિ તુરંત તેમનો સંપર્ક કરી શકે. ઓનલાઈન ફ્રોડ અટકાવવા ગૃહ વિભાગ દ્વારા નવા સોફ્ટવેર ખરીદવામાં આવશે. ગૃહ મંત્રીએ ડ્રગ્સ વિરુધ પોલીસની કાર્યવાહીને વધુ મજબૂત કરવા NDPDS સેલની રચનાની પણ જાહેરાત કરી હતી. આ સેલની પોલીસને ડ્રગ્સ સંબંધિત ગુના ઉકેલવામાં મદદ કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં