Friday, March 29, 2024
More
    હોમપેજગુજરાતવિદેશ મંત્રી એસ જયશંકરે 50 વિદેશી રાજદૂતો સાથે ગુજરાતમાં નવરાત્રીની ઉજવણીમાં હાજરી...

    વિદેશ મંત્રી એસ જયશંકરે 50 વિદેશી રાજદૂતો સાથે ગુજરાતમાં નવરાત્રીની ઉજવણીમાં હાજરી આપી: વડોદરામાં ગરબાની મોજ માણી

    અત્રે નોંધવા જેવું છે કે રાજ્યની સાંસ્કૃતિક રાજધાની કહેવાતું વડોદરા ગરબા માટે પ્રખ્યાત છે. હજારો લોકો ગરબામાં હાજરી આપે છે અને તેઓ દેવીની પૂજામાં ગીતો અને સંગીતની વચ્ચે પરંપરાગત પોશાકમાં નૃત્ય કરે છે.

    - Advertisement -

    વિદેશ મંત્રી એસ. જયશંકર નવરાત્રિ ઉત્સવમાં હાજરી આપવા માટે ઓછામાં ઓછા 50 વિદેશી રાજદૂતો અને ઉચ્ચ કમિશનરો સાથે શનિવારે (1 ઓક્ટોબર) ગુજરાતના વડોદરા પહોંચ્યા હતા. ગુજરાતના વડોદરામાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે માતા અંબાજીની આરતી ઉતારી હતી અને નવરાત્રી ઉત્સવમાં ભાગ લીધો હતો.

    ગુજરાતના રાજ્યસભાના સભ્ય જયશંકરે વડોદરા પહોંચ્યા બાદ ટ્વીટ કર્યું, “નવરાત્રિનો અનુભવ કરવા માટે વડોદરા આવતા રાજદૂતો અને હાઈ કમિશનરોને જોઈને આનંદ થયો. (હું) કાર્યક્રમમાં ભાગ લેવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.”

    “રવિવારે, તે બધા કેવડિયા જશે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય આકર્ષક વસ્તુઓ જોવા માટે અને તેઓ ત્યાં રાત વિતાવશે. તેમના માટે ગુજરાતને સમજવાની આ મોટી તક છે.” વિદેશ મંત્રીએ કહ્યું.

    - Advertisement -

    જુદા જુદા રાજદૂતોની ગરબા પર પ્રતિક્રિયાઓ

    વિદેશ મંત્રી એસ જયશંકર સાથે આવેલ સૌ વિદેશી રાજદૂતો અને મહેમાનોએ વડોદરા ખાતે યુનાઇટેડ વેના નવરાત્રી ઉત્સવમાં માતા અંબાની આરતી ઉતારી હતી અને બાદમાં ગરબા પણ કર્યા હતા. સૌએ મીડિયા સમક્ષ પોતાના અનુભવો પણ મુક્યા હતા.

    ગુજરાતના વડોદરામાં આયોજિત નવરાત્રી ઉત્સવમાં હાજરી આપવા આવેલા રશિયન એમ્બેસેડર ડેનિસ અલીપોવે આ પ્રસંગે જણાવ્યું હતું કે – “મેં પહેલીવાર ગરબા રમ્યા હતા અને મને તે ખૂબ જ ગમ્યું હતું. આ ખૂબ જ સરસ તહેવાર છે.”

    ભારતમાં તાન્ઝાનિયાના હાઈ કમિશનર અનીસા કે. મ્બેગાએ કહ્યું- “ભારત અને તાન્ઝાનિયા વચ્ચે ખાસ સંબંધ છે કારણ કે તાંઝાનિયામાં રહેતા મોટાભાગના ભારતીયો ગુજરાતમાંથી આવે છે, તેથી આ મારા માટે ખાસ ક્ષણ છે.”

    ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુંદઝાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું – “આજે અમે ગુજરાત આવ્યા અને ગરબા ઉત્સવમાં ભાગ લીધો. તમે લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. અમને માન, સન્માન અને પ્રેમ આપવા બદલ હું અફઘાનિસ્તાન વતી તમામ ગુજરાતીઓનો આભાર માનું છું.”

    ભારતમાં ફિજી રિપબ્લિકના હાઈ કમિશનર કમલેશ પ્રકાશે કહ્યું- “આટલી મોટી ઘટના બીજે ક્યાંય નથી બની. અહીં જેટલા લોકો ભેગા થયા છે તે કદાચ અમારા દેશની વસ્તી છે. (વડાપ્રધાન) મોદીનો જાદુ લોકોને ચુંબકની જેમ જોડી રાખે છે. અમને ફિજીમાં આટલા મોટા પાયે જોવા મળતું નથી.”

    ડેનમાર્કના એમ્બેસેડર ફ્રેડી સ્વેને આ પ્રસંગે કહ્યું – “આ ખૂબ જ સારો તહેવાર છે. આટલા બધા લોકોને જોઈને આનંદ થાય છે. હું તમામ ભારતીયોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.”

    નોંધનીય છે કે વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકરે વિવિધ 50 દેશોના પ્રતિનિધિઓ સાથે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે “આજે ગર્વની વાત છે કે અમે વિદેશના 50થી વધુ રાજદૂતો સાથે અહીં આવ્યા છીએ. તેઓ વડોદરામાં સમય વિતાવશે. તેમનામાં ઘણો ઉત્સાહ છે, તેઓ ગુજરાતની પ્રગતિ જોવા માંગે છે. હું આશા રાખું છું કે ગુજરાત વિશે તેમના મનમાં સારી છબી બનશે.”

    અત્રે નોંધવા જેવું છે કે રાજ્યની સાંસ્કૃતિક રાજધાની કહેવાતું વડોદરા ગરબા માટે પ્રખ્યાત છે. હજારો લોકો ગરબામાં હાજરી આપે છે અને તેઓ દેવીની પૂજામાં ગીતો અને સંગીતની વચ્ચે પરંપરાગત પોશાકમાં નૃત્ય કરે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં