Friday, May 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘કેજરીવાલ કોણ છે ખબર નથી, મોદી હજુ પણ ગુજરાતના CM’: રાજકોટમાં કેજરીવાલના...

    ‘કેજરીવાલ કોણ છે ખબર નથી, મોદી હજુ પણ ગુજરાતના CM’: રાજકોટમાં કેજરીવાલના રોડ શૉમાં આવેલી મહિલાઓનો ઇન્ટરવ્યુ વાયરલ

    મીડિયા ચેનલ સાથે મહિલાઓની વાતચીતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ, કહ્યું- અમને તો લાવવામાં આવ્યાં છે.

    - Advertisement -

    ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપની રેલીઓ અને સભાઓમાં તો ‘મોદી-મોદી’ થાય એમાં કંઈ નવી વાત નથી. નરેન્દ્ર મોદી જ ભાજપનો એકમાત્ર ચહેરો છે અને ગુજરાત તેમનું ગૃહરાજ્ય છે. પરંતુ આ વખતે ભાજપ જ નહીં પરંતુ અન્ય પાર્ટીઓની રેલીઓ અને સભામાં પણ મોદી-મોદીના નારા લાગે છે અને તેમની વાતો થાય છે. આનું જ વધુ એક ઉદાહરણ રાજકોટની અરવિંદ કેજરીવાલની રેલીમાં જોવા મળ્યું, જેમાં આવેલી મહિલાઓ એ જ જાણતી ન હતી કે કેજરીવાલ કોણ છે! બીજી તરફ, તમામે નરેન્દ્ર મોદીનું નામ લીધું હતું.

    વાસ્તવમાં, આમ આદમી પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલે રવિવારે રાજકોટમાં રોડ શૉ કર્યો હતો. રેલીમાં ઠીકઠાક માણસો ભેગા થયા હતા. આ જ રેલીમાં ભાગ લેવા આવેલી મહિલાઓના એક જૂથ સાથે મીડિયા ચેનલ બીબીસી ગુજરાતીના એક રિપોર્ટરે વાતચીત કરી હતી. તેમની આ વાતચીતની વિડીયો ક્લિપ્સ ગઈકાલથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. 

    કેજરીવાલના રોડ શૉમાં આવેલ એક મહિલાને રિપોર્ટરે પૂછ્યું કે, કેજરીવાલ કોણ છે તો તેમણે જવાબ આપ્યો કે તેઓ કોણ છે એ તેમને ખબર નથી. જોકે, પછીથી તેમણે કેજરીવાલને ‘સાવરણાવાળા’ ગણાવ્યા હતા. કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીનું ચૂંટણી ચિહ્ન સાવરણો છે, જે સંદર્ભે મહિલાએ આમ કહ્યું હતું.

    - Advertisement -

    અન્ય એક મહિલાને તો એ જ ખબર ન હતી કે તેઓ કોની રેલીમાં આવ્યા છે. તેમણે ભાંડો ફોડી નાંખતાં કહ્યું કે, તેઓ તેમના પાડોશીના કહેવા પર આવ્યાં હતાં. તેમણે કહ્યું કે, તેમની બાજુમાં રહેતા હિતેશભાઈ નામના વ્યક્તિએ તેમને મફત પાણી, વીજળી, બાળકોની ફી વગેરેની વાતો કરી તેમને રેલીમાં આવવા કહ્યું હતું. જોકે, તેમને એ ખબર હતી કે આ આમ આદમી પાર્ટીની રેલી છે, પરંતુ પાર્ટીના નેતા કોણ છે તેનો ખ્યાલ ન હતો. 

    ત્યારબાદ રિપોર્ટર તેમને પૂછે છે કે તેઓ પોતાની રીતે આવ્યાં છે કે તેમને લાવવામાં આવ્યાં છે? ત્યારે મહિલા કહે છે કે, આમ તો અમે અમારા મનથી આવ્યાં છે, પણ અમને લાવવામાં આવ્યા છે! 

    ત્યારપછી રિપોર્ટર તમામ મહિલાઓ પાસે જઈને ગુજરાતના મુખ્યમંત્રીનું નામ પૂછે છે અને તમામ એક જ જવાબ આપે છે- નરેન્દ્ર મોદી. 

    વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં ફરીને મત માંગતા અરવિંદ કેજરીવાલે રવિવારે રાજકોટમાં રોડ શૉ કર્યો હતો. જોકે, દર વખતની જેમ તેમાં પણ ‘મોદી-મોદી’ના નારા લાગ્યા હતા. બીજી તરફ, રેલીમાં આવેલી મહિલાઓએ તેમને લાવવામાં આવ્યા હોવાનો ખુલાસો કરી નાંખ્યો હતો.

    નરેન્દ્ર મોદી 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા છે. જોકે, તેમણે ગુજરાત છોડ્યાને લગભગ આઠેક વર્ષ થઇ ગયાં છે, પરંતુ હજુ પણ ગુજરાતની સામાન્ય જનતામાં મોદીની લોકપ્રિયતા અકબંધ જોવા મળી રહી છે અને કોઈ પણ ચૂંટણી હોય પરંતુ મોદીનું જ નામ લોકજીભે ચડેલું રહે છે. રાજકોટની આ ભોળી મહિલાઓ પણ તેનું તાજું ઉદાહરણ છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં