Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાત‘તિરંગાને સલામી ન આપવી જોઈએ’ના ફતવા બહાર પાડનાર પોરબંદરના મૌલવીની ધરપકડ, વાયરલ...

    ‘તિરંગાને સલામી ન આપવી જોઈએ’ના ફતવા બહાર પાડનાર પોરબંદરના મૌલવીની ધરપકડ, વાયરલ ક્લિપ પોતાની જ હોવાની કબૂલાત કરી: વિરોધ કરનાર 3 યુવાનોએ પીધું હતું ફિનાઈલ

    ત્રણ યુવાનોએ ફિનાઈલ પી લીધા બાદ મસ્જિદ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે મૌલાનાએ આવું કશું જ કહ્યું ન હતું તેમજ તેમણે ઑડિયો ક્લિપ પર પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા.

    - Advertisement -

    ‘તિરંગાને સલામી ન આપવી જોઈએ’ અને ‘રાષ્ટ્રગીત ન ગાવું જોઈએ’ તેવા મેસેજો વાયરલ કરનાર પોરબંદરના મૌલવી વાસિફ રઝાની ધરપકડ કરી લેવામાં આવી છે. મૌલવીના આવા ફતવાનો અમુક મુસ્લિમ યુવાનોએ વિરોધ કર્યો હતો, ત્યારબાદ તેમને હેરાન કરવામાં આવતાં તેમાંના ત્રણે ફિનાઈલ પી લીધું હતું. આ યુવકો પૈકીના એકે મૌલવી સામે ફરિયાદ નોંધાવી હતી. 

    ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, પોરબંદરના મૌલવી વાસિફ રઝાએ 29 જાન્યુઆરી, 2023ના રોજ રાત્રે 12:45 કલાકે બહાર-એ-શરિયત નામના એક વોટ્સએપ ગ્રુપમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપી રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હતું. બે વ્યક્તિઓએ તેને પૂછ્યું હતું કે તિરંગાને સલામી આપવી જોઈએ કે નહીં અને ‘જન ગણ મન..’ ગાઈ શકાય કે નહીં? તેના જવાબમાં મૌલવીએ આ બંને પર મનાઈ ફરમાવી હતી. 

    આ ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને પોલીસે મૌલવીની ધરપકડ કરી લીધી હતી. પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજ દ્વારા એક બહાર-એ-શરિયત નામનું વોટ્સએપ ગ્રુપ ચલાવવામાં આવે છે, જેમાં એડમીન તરીકે નગીના મસ્જિદનો મૌલવી વાસિફ રઝા અને અન્ય વ્યક્તિઓ છે. આ ગ્રુપમાં લોકો વોઇસ ક્લિપ દ્વારા પ્રશ્નો પૂછે છે અને મૌલવી વોઇસ મેસેજના માધ્યમથી જ તેનો જવાબ આપે છે. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, આ મૌલવીએ વાયરલ થયેલી ઑડિયો ક્લિપ પોતાની જ હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી લીધી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ત્રણ યુવાનોએ ફિનાઈલ પી લીધા બાદ મસ્જિદ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે મૌલાનાએ આવું કશું જ કહ્યું ન હતું તેમજ તેમણે ઑડિયો ક્લિપ પર પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા.

    શુક્રવારે (11 ઓગસ્ટ, 2023) મોડી રાત્રે પોરબંદરના ત્રણ યુવાનો શકીલ કાદરી સૈયદ, સોહિલ ઇબ્રાહિમ પરમાર અને ઈમ્તિયાઝ હારૂન સિપાહીએ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવીને ફિનાઈલ પી લીધું હતું. ત્યારબાદ પરિજનોને જાણ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, મૌલવીને વાયરલ ઑડિયો ક્લિપ બાબતે પ્રશ્નો કરવા બદલ અને વાંધો ઉઠાવવા બદલ તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે અને ઇસ્લામમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. 

    વાસ્તવમાં મૌલવીનો ઑડિયો વાયરલ થયા બાદ આ ત્રણ સહિત કેટલાક મુસ્લિમ યુવાનો મસ્જિદે ગયા હતા અને વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ મૌલવીએ તેમને કહ્યું હતું કે, પોતે જેમ કહ્યું હતું તેમ જ થવું જોઈએ. યુવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપવા અને ‘જન…ગણ…મન..’ ગાવા પર અડગ રહેતાં મૌલવી અને તેના માણસોએ તેમની સાથે ઝપાઝપી કરી હતી. ત્યારબાદ આ યુવાનો સામે એક પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જેને લઈને ત્રણ યુવાનોએ પગલું ભર્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં