Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાત‘મુસ્લિમોથી રાષ્ટ્રગાન ન ગવાય, તિરંગાને સલામી પણ ન અપાય’: મૌલવીની વાતનો કર્યો...

    ‘મુસ્લિમોથી રાષ્ટ્રગાન ન ગવાય, તિરંગાને સલામી પણ ન અપાય’: મૌલવીની વાતનો કર્યો હતો વિરોધ, સતામણી થતાં ત્રણ મુસ્લિમ યુવાનોએ ફિનાઈલ પીધું- પોરબંદરનો મામલો

    થોડા દિવસ પહેલાં પોરબંદરની નગીના મસ્જિદના મૌલવીનો એક કથિત ઑડિયો વાયરલ થયો હતો. આ ઑડિયોમાં તે કહેતો સંભળાય છે કે ‘મુસ્લિમોએ રાષ્ટ્રગાન ગાવું જોઈએ નહીં કે તિરંગાને સલામી આપવી જોઈએ નહીં. જેની પર યુવાનોએ પ્રશ્ન ઉઠાવ્યા હતા.

    - Advertisement -

    પોરબંદરમાં ત્રણ મુસ્લિમ યુવાનોએ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવીને ફિનાઈલ પી લીધું હતું. તેમણે આરોપ લગાવ્યો કે તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે અને પોતાના જ સમુદાયમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી રહી છે. તેમણે મૌલવીના એક વાયરલ વિડીયોના આધારે શરિયત પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેના લીધે આ સતામણી થઇ રહી હોવાનું જણાવ્યું હતું. 

    આ ત્રણ યુવકોની ઓળખ શકીલ યુનુસ કાદરી, હારુન સિપાહી અને સોહિલ પરમાર તરીકે થઇ છે. ત્રણેયે મોડી રાત્રે લકડી બંદર પર સોશિયલ મીડિયામાં એક વિડીયો ફરતો કરીને એકસાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેની જાણ થતાં જ તેમના પરિજનો અને મિત્રોએ પહોંચીને ત્રણેયને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હોસ્પિટલમાં યુવકોએ આ પગલું ભરવા પાછળનું કારણ જણાવ્યું હતું. 

    મૌલવીનો ઑડિયો વાયરલ થયો હતો

    મામલાની વિગતો એવી છે કે, થોડા દિવસ પહેલાં પોરબંદરની નગીના મસ્જિદના મૌલવીનો એક કથિત ઑડિયો વાયરલ થયો હતો. આ ઑડિયોમાં તે કહેતો સંભળાય છે કે ‘મુસ્લિમોએ રાષ્ટ્રગાન ગાવું જોઈએ નહીં કે તિરંગાને સલામી આપવી જોઈએ નહીં. આ ઑડિયો ફરતો થયા બાદ આ ત્રણ સહિત કુલ 6 યુવાનો મૌલવી પાસે ગયા હતા અને પ્રશ્ન ઉઠાવ્યા હતા. 

    - Advertisement -

    યુવાનોએ મૌલવીને પૂછ્યું હતું કે ‘રાષ્ટ્રગાન શું કામ ન ગાવું જોઈએ?’ અને ‘રાષ્ટ્રધ્વજને સલામી કેમ ન આપવી જોઈએ?’ એ તેમને સમજાવે. યુવકોએ દાવો કર્યો હતો કે તેમણે જ્યારે મૌલવીને ઑડિયો વિશે પૂછ્યું ત્યારે તેમાં પોતાનો જ અવાજ હોવાની મૌલવીએ પુષ્ટિ કરી હતી. યુવાનોએ મૌલવીને કહ્યું હતું કે, પયગમ્બરે તો પોતાના દેશને વફાદાર રહેવાનું કહ્યું છે અને તમે શા માટે આવા સંદેશ આપો છો? 

    ત્રણ યુવાનોનો આરોપ છે કે આટલું કહેતાં જ મૌલવી વાસિફ અને તેના સાથીદારો ઉશ્કેરાઈ ગયા હતા અને ત્રણેય સાથે મારપીટ કરી હતી તેમજ ગાળો આપીને ‘તમને મુસ્લિમ સમાજમાંથી કાઢી મૂકીશું’ તેમ કહીને ધમકીઓ આપી હતી. 

    ત્રણમાંથી બે સહિત કુલ 6 સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી

    આ ઘટના બાદ નગીના મસ્જિદની બાજુમાં રહેતા યુસુફ મહંમદ પુંજાણી નામના વ્યક્તિએ આ ત્રણ યુવાનોમાંથી શકીલ કાદરી, ઈમ્તિયાઝ હારૂન સિપાહી, આબીદ અનવર કાદરી, ઇકબાલ અનવર કાદરી, સમીર યુનુસ કાદરી અને યુનુસ કાદરી તેમજ અન્ય ઈસમો સામે ફરિયાદ નોંધાવીને આ તમામે 2 ઓગસ્ટના રોજ નગીના મસ્જિદના મૌલવીએ આપેલા મઝહબી પ્રવચનનો વિરોધ કરીને તેમના અનુયાયીઓને ગાળો આપીને માર મારવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે મૌલવી અને મુસ્લિમ અગ્રણીઓને મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. 

    ગઈકાલે આ ફરિયાદ નોંધાયા બાદ મોડી રાત્રે ત્રણ યુવાનોએ આ પગલું ભર્યું હતું અને તેમને હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આરોપ લગાવ્યા હતા. આ મામલે પોલીસે હોસ્પિટલ પહોંચીને ત્રણેયનાં નિવેદનો નોંધીને ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ, ફરિયાદ થયા બાદ મૌલવી વાસિફ રઝા ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે. 

    આ તરફ મસ્જિદના અગ્રણીઓએ આ ત્રણ યુવાનોએ ખોટા આરોપ લગાવ્યા હોવાનો દાવો કર્યો છે. તેમણે આ યુવાનો ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું પણ કહી દીધું અને કહ્યું કે મઝહબી બાબતોના લીધે મનદુઃખ સર્જાયું હોવાથી તેઓ આવા આરોપ કરી રહ્યા છે. ઑડિયોને લઈને તેમણે દાવો કર્યો કે, આવો કોઈ ઑડિયો તેમની સંસ્થામાં રેકોર્ડ થયો નથી કે અમારી સંસ્થામાં કોઈ આવું બોલ્યું નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં