Saturday, April 27, 2024
More
    હોમપેજગુજરાત12 માર્ચે ફરી ગુજરાત આવશે વડાપ્રધાન મોદી, સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત...

    12 માર્ચે ફરી ગુજરાત આવશે વડાપ્રધાન મોદી, સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેન ભેટ આપવાના છે. આ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે. આટલું જ નહીં, પીએમ મોદી સાબરમતી આશ્રમના રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરશે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચના રોજ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે છે. જ્યારે પણ તેઓ પોતાની માતૃભૂમિ ગુજરાત આવે છે ત્યારે તેઓ ગુજરાતની જનતાને કરોડો રૂપિયાની પરિયોજનાઓ ભેટમાં આપે છે. આ વખતે પણ જ્યારે PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ પર આવી રહ્યા છે, ત્યારે તેઓ ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ આપવા જઈ રહ્યા છે. આ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે. આટલું જ નહીં, પીએમ મોદી સાબરમતી આશ્રમના રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરશે.

    મળતી માહિતી અનુસાર, 12 માર્ચના રોજ વડાપ્રધાન મોદી લગભગ 9 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાંથી સીધા તેઓ સાબરમતી ડી. કેબિન ખાતે રેલ્વેના કાર્યક્રમમાં હાજરી આપશે. અહીંથી તેઓ અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, ભૂજથી દિલ્હી-સરાય રોહિલા એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી અમદાવાદથી મુંબઈ વચ્ચે જે વંદે ભારતને લીલી ઝંડી આપવાના છે તે અમદાવાદ સ્ટેશનથી સવારે 6 વાગે ઉપડશે. જયારે તે ટ્રેન મુંબઈથી 3:25 વાગ્યે અમદાવાદ માટે રવાના થશે. આ સાથે જ તેઓ એક સ્ટેશન એક ઉત્પાદન સ્ટોલ, ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ, ગુડ શેડ અને જનઔષધિ કેન્દ્રનું લોકાર્પણ પણ કરશે.

    સાબરમતી આશ્રમની થશે કાયાપલટ

    ત્યારબાદ વડાપ્રધાન ડી કેબિનથી લગભગ 10 વાગીને 30 મિનિટે સીધા સાબરમતી આશ્રમે જશે. અહીં તેઓ ગાંધી આશ્રમના રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટ પાછળ સરકાર 1200 કરોડ ખર્ચશે અને આખા આશ્રમની કાયાપલટ કરશે. ત્યારબાદ તેઓ સાબરમતી ગાંધી આશ્રમ નજીક આવેલા અભય ઘાટ મેદાન ખાતે વિશાળ જનસભાને સંબોધશે. ગુજરાતી વડાપ્રધાન રાજસ્થાન જવા રવાના થશે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે જે સમયે દેશ ગુલામીની બેડીઓમાં બંધાયેલો હતો, તે સમયે 17મી જૂન 1917માં અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમમાં મોહનદાસ કરમચંદ ગાંધીએ સત્યાગ્રહની છાવણી શરૂ કરી હતી. અંદાજે 100 વર્ષ જૂના આ આશ્રમમાં 10 મે, 1963ના રોજ ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું હતું. દર વર્ષે દેશ વિદેશના લાખો સહેલાણીઓ આ આશ્રમની મુલાકાત લે છે. એક આંકડા મુજબ દર વર્ષે 7 લાખ ટુરિસ્ટ આ આશ્રમની મુલાકાત લે છે. તેવામાં વડાપ્રધાન મોદી દ્વારા રિડેવલપમેન્ટ થયા બાદ આ આંકડો 50થી 70 લાખ સુધી પહોંચી જશે.

    આ પહેલાના પ્રવાસમાં પણ અનેક વિકાસકર્યોનું લોકાર્પણ કર્યું હતું

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પીએમ મોદી 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાત પ્રવાસે હતા. તે સમયે પણ તેમણે નવસારી મહેસાણા સહિત અનેક જગ્યાઓએ મળીને ₹13,000 કરોડનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યાં હતાં. વડાપ્રધાન મોદીએ તે સિવાય મહેસાણાના તરભ ખાતે શ્રી વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પણ હાજરી આપી હતી. ત્યાર બાદ વડાપ્રધાન સીધા તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ₹13,202 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું લોકાપર્ણ કર્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં