Saturday, May 4, 2024
More
    હોમપેજગુજરાત'ગુજરાતે વર્ષ 2024નું અદભૂત સ્વાગત કર્યું': મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાયેલા સૂર્ય નમસ્કાર...

    ‘ગુજરાતે વર્ષ 2024નું અદભૂત સ્વાગત કર્યું’: મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાયેલા સૂર્ય નમસ્કાર કાર્યક્રમની PM મોદીએ કરી પ્રશંસા, કહ્યું- આપણાં સાંસ્કૃતિક વારસા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો

    PM મોદીએ દેશવાસીઓને વિનંતી કરી હતી કે, "સૌ કોઈએ રોજિંદા જીવનમાં સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. તમારી દિનચર્યામાં સૂર્ય નમસ્કારનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી અપાર અને અઢળક ફાયદા થાય છે."

    - Advertisement -

    નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાતમાં એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. ગુજરાતના મોઢેરા ખાતે સૂર્યમંદિરમાં રાજ્યકક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ મોઢેરા સિવાય અન્ય પણ 108 જાણીતા સ્થળો પર યોજાયો હતો. હવે આ કાર્યક્રમની PM મોદીએ પણ પ્રશંસા કરી છે. PM મોદીએ દેશવાસીઓને પણ રોજિંદા જીવનમાં સૂર્ય નમસ્કાર કરવા માટે વિનંતી કરી છે. એ ઉપરાંત તેમણે આ કાર્યક્રમને ભારતના સાંસ્કૃતિક વારસા પ્રત્યેની સાચી પ્રતિબદ્ધતા ગણાવી હતી.

    1 જાન્યુઆરી, 2024ના રોજ મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિરમાં રાજ્યકક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો PM મોદીએ તે કાર્યક્રમની પ્રશંસા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તે વિશેની માહિતી આપી છે. તેમણે લખ્યું કે, “ગુજરાતે વર્ષ 2024નું અદભૂત રીતે સ્વાગત કર્યું છે. એક સાથે 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે, 108 અંકનું કેટલું મહત્વ છે. આ સાથે જ મોઢેરાનું સૂર્યમંદિર પણ આઈકોનીક સ્થળ છે. અહીં મોટી સંખ્યામાં લોકો સૂર્ય નમસ્કાર કરવા જોડાયા હતા. જે યોગ તરફની અને આપણાં સાંસ્કૃતિક વારસા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો દર્શાવે છે.”

    આ ઉપરાંત PM મોદીએ દેશવાસીઓને વિનંતી કરી હતી કે, “સૌ કોઈએ રોજિંદા જીવનમાં સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. તમારી દિનચર્યામાં સૂર્ય નમસ્કારનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી અપાર અને અઢળક ફાયદા થાય છે.”

    - Advertisement -

    મોઢેરા ખાતે યોજાયો હતો ભવ્ય કાર્યક્રમ

    નોંધનીય છે કે, સોમવારે (1 જાન્યુઆરી)ના રોજ વર્ષના પ્રથમ દિવસે જ મહેસાણાના સૂર્યમંદિર ખાતે રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકોએ ભાગ લીધો હતો. રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ મોઢેરા સહિત રાજ્યના વિવિધ 108 જાણીતા સ્થળો પર પણ યોજાયો હતો. જેને લઈને આ કાર્યક્રમને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાથી સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં વિજેતા થયેલા 6 શ્રેષ્ઠ સ્પર્ધકોને પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન પણ આપ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં