Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસૂર્યમંદિર મોઢેરા ખાતે યોજાયો રાજ્યકક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ, બન્યો વર્લ્ડ રેકોર્ડ: મુખ્યમંત્રી...

    સૂર્યમંદિર મોઢેરા ખાતે યોજાયો રાજ્યકક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ, બન્યો વર્લ્ડ રેકોર્ડ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત

    રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ મોઢેરા સહિત રાજ્યના વિવિધ 107 જાણીતા સ્થળો પર પણ યોજાયો હતો. જેને લઈને આ કાર્યક્રમને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે.

    - Advertisement -

    કેલેન્ડર વર્ષના પ્રથમ દિવસે જ મહેસાણાના મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્યકક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રાજ્યકક્ષાથી સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં વિજેતા થયેલા 6 શ્રેષ્ઠ સ્પર્ધકોને પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે જ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો.

    સોમવારે (1 જાન્યુઆરી)ના રોજ વર્ષના પ્રથમ દિવસે જ મહેસાણાના સૂર્યમંદિર ખાતે રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકોએ ભાગ લીધો હતો. રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ મોઢેરા સહિત રાજ્યના વિવિધ 107 જાણીતા સ્થળો પર પણ યોજાયો હતો. જેને લઈને આ કાર્યક્રમને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે.

    ‘PM સ્વદેશ હિતની સાથે સમગ્ર વિશ્વનો વિચાર કરે છે’

    કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગ દિવસ ઉજવવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. આપણાં PM સ્વદેશ હિતની સાથે સમગ્ર વિશ્વનો પણ વિચાર કરે છે.” તેમણે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ વિશે જણાવતા કહ્યું હતું કે, “રાજ્યના 15 લાખ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા, જેમાંના કેટલાક સ્પર્ધકો વિજેતા થયા છે. વિજેતા સ્પર્ધકોને મારા અભિનંદન. બદલાતા યુગમાં સ્વાસ્થ્ય પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી રહી છે. આરોગ્યપ્રદ જીવન શૈલી માટે યોગ એ ઉત્તમ સાધન છે. એટલા માટે જ વડાપ્રધાનજીના માર્ગદર્શનમાં સરકારે યોગ યુનિવર્સિટીની શરૂઆત પણ કરી છે. વિકસિત ભારત માટે સ્વસ્થ, તંદુરસ્ત સમાજ અનિવાર્ય છે.”

    - Advertisement -

    ‘લોકોએ સૂર્ય નમસ્કાર માટે કાઢવો જોઈએ સમય’

    કાર્યક્રમને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, “લોકો નવા વર્ષની પાર્ટી કરે છે ત્યારે આપણે નવા વર્ષે સૂર્ય નમસ્કાર કરીને લોકોને સ્વસ્થ રહેવા માટે પ્રેરણા આપીએ છીએ. યોગમાં ગુજરાત રોલ મોડલ બન્યું છે. તમામ નાગરિકોને આહ્વાન કરું છું કે, આપણે ફિઝિકલ એક્સરસાઈઝ સાથે સૂર્ય નમસ્કારને જોડીએ. સૂર્ય જીવનનો સ્ત્રોત છે, તે આપણને પ્રેરણા આપે છે. ટેકનોલોજીના જમાનામાં ઘણા લોકો સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહે છે ત્યારે તેમને આહ્વાન છે કે, સૂર્ય નમસ્કાર માટે તેઓ સમય કાઢે, લોકોએ તેના માટે સમય કાઢવો જોઈએ.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં