Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુ આઈડી બનાવી RSS વિરુદ્ધ ઝેર ઓક્યું, બ્રાહ્મણ સમુદાય વિશે ટિપ્પણી કરી:...

    હિંદુ આઈડી બનાવી RSS વિરુદ્ધ ઝેર ઓક્યું, બ્રાહ્મણ સમુદાય વિશે ટિપ્પણી કરી: પીએમ મોદી અને હીરાબા વિશે અભદ્ર ટિપ્પણી કરનાર અફઝલ લાખાણી સામે વધુ એક ફરિયાદ

    FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જેમાં ફરિયાદી યુવકે અફઝલ લાખાણી વિરુદ્ધ ‘Jigar Thakkar’ નામની ફેક આઈડી બનાવીને હિંદુઓ, બ્રાહ્મણો અને RSS વગેરે વિશે અપમાનજનક ટિપ્પણી કરતી પોસ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. 

    - Advertisement -

    પીએમ મોદીનાં માતા હીરાબા વિશે અપમાનજનક ટિપ્પણી કરીને જેલના સળિયા પાછળ ધકેલાઈ જનાર કોંગ્રેસના યુથ કોંગ્રેસ આઇટી સેલ કન્વીનર અફઝલ લાખાણી સામે વધુ એક ફરિયાદ થઇ છે, જેમાં તેની સામે સોશિયલ મીડિયા પર હિંદુ ઓળખ ધારણ કરી ધર્મ, જ્ઞાતિ અને સંસ્થાઓ વિરુદ્ધ ઇરાદાપૂર્વક બદનામ કરવાના આશયથી પોસ્ટ કરવાનો આરોપ લાગ્યો છે. 

    જામનગર પોલીસ મથકે હિંદુ સેના અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા વ્યક્તિએ ફરિયાદ નોંધાવીને કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. જેના આધારે જામનગર પોલીસે અફઝલ સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. 

    FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જેમાં ફરિયાદી યુવકે અફઝલ લાખાણી વિરુદ્ધ ‘Jigar Thakkar’ નામની ફેક આઈડી બનાવીને હિંદુઓ, બ્રાહ્મણો અને RSS વગેરે વિશે અપમાનજનક ટિપ્પણી કરતી પોસ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. 

    - Advertisement -

    ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે, તમામ પોસ્ટ તથ્યવિહોણી અને બદદાનતથી ઉપજાવી કાઢેલી અફવાઓથી ભરેલી હતી અને આરોપી અન્ય ધર્મનો (મુસ્લિમ) હોવા છતાં હિંદુ ધર્મના ઠક્કર સમાજની ઓળખ ઉભી કરીને, આ ખોટી ઓળખનો ઉપયોગ કરીને વિવિધ જ્ઞાતિઓને ગેરમાર્ગે દોરીને બ્રાહ્મણ જ્ઞાતિ વિરુદ્ધ વિવિધ સમાજમાં દુશ્મનાવટ અને દ્વેષભાવ ઉત્પન્ન કરવાના પ્રયાસ કર્યા હતા. 

    જે પોસ્ટ્સને લઈને ફરિયાદ કરવામાં આવી છે તે ‘Jigar Thakkar (Afzal Inc)’ નામના ફેસબુક અકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને (RSS) આતંકવાદી સંગઠન ગણાવવામાં આવ્યું છે અને પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. 

    તસ્વીર: Facebook

    એક પોસ્ટમાં RSS પર આરોપ લગાવી ધાર્મિક કાર્યક્રમમાં ઝેર ઓકવામાં આવતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. 

    તસ્વીર: Facebook

    અન્ય કેટલીક પોસ્ટમાં બ્રાહ્મણ સમુદાય વિશે ટિપ્પણી કરવામાં આવી હતી. 

    તસ્વીરો: Facebook

    ફરિયાદીએ જણાવ્યું કે, આ પોસ્ટ થકી તેમની જ્ઞાતિ અને ધર્મ પ્રત્યેની લાગણીઓ દુભાઈ છે અને પોતે અપમાનિત અનુભવે છે. તેમણે પોલીસને આ તમામ પોસ્ટના સ્ક્રીનશોટ પણ પૂરા પાડ્યા હતા. 

    ફરિયાદના આધારે જામનગર પોલીસે અફઝલ લાખાણી સામે આઇપીસીની કલમ 153A, 295A, 298, 499, 500, 501, 505(2) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. 

    ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ IT સેલમાં કામ કરતા અફઝલ લાખાણીએ પીએમ મોદીનાં માતા હીરાબાના અવસાન બાદ ફેસબુક પર પોતાના પેજ પરથી પીએમ અને તેમનાં માતા વિશે અભદ્ર અને અપમાનજનક પોસ્ટ્સ કરી હતી. ત્યારબાદ તેની સામે કેસ પણ દાખલ થયો હતો અને તેને ઝડપી પણ લેવામાં આવ્યો હતો. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે ત્યારે તેની સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં