Sunday, April 28, 2024
More
    હોમપેજક્રાઈમઆતંકી મોડ્યુલ ગઝવા-એ-હિંદ સાથે કનેક્શન મામલે ગીર સોમનાથમાં NIAના દરોડા: અન્ય 4...

    આતંકી મોડ્યુલ ગઝવા-એ-હિંદ સાથે કનેક્શન મામલે ગીર સોમનાથમાં NIAના દરોડા: અન્ય 4 રાજ્યોમાં પણ પાડી રેડ, ઘણા દસ્તાવેજો કરાયા જપ્ત

    NIAની ટીમો દ્વારા ચાલી રહેલા દરોડામાં કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો પણ સામે આવ્યા છે. જેનાથી પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. NIAની રિપોર્ટ મુજબ શંકાસ્પદો સંચાલકોના સંપર્કમાં હતા અને પાકિસ્તાન સમર્થિત ગઝવા-એ-હિંદ જેવા ઈસ્લામિક આતંકી મોડ્યુલની ભારત વિરુદ્ધની પ્રવૃતિઓનો પ્રચાર પણ કરતાં હતા.

    - Advertisement -

    નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) પાકિસ્તાન સમર્થિત ગઝવા-એ-હિંદ મોડ્યુલ કેસમાં ગુજરાત સહિત અન્ય 4 રાજ્યોમાં દરોડા પાડયા છે. NIAએ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં, મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં, ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં અને કેરળના કોઝિકોડ જિલ્લામાં શંકાસ્પદ સ્થળોએ સર્ચ ઓપરેશન આદર્યું છે. NIAએ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં તથા અન્ય 4 રાજ્યોમાં ઈસ્લામિક આતંકી મોડ્યુલ ગઝવા-એ-હિંદ સાથેના કનેક્શન મામલે કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડા દરમિયાન કેટલીક શંકાસ્પદ બાબતો પણ સામે આવી છે. આ સિવાય પણ તપાસ એજન્સીએ ઘણા શંકાસ્પદ ડોક્યુમેન્ટ્સ પણ જપ્ત કર્યા છે.

    રવિવારે (26 નવેમ્બર) NIAએ પાકિસ્તાન સમર્થિત ગઝવા-એ-હિંદ સાથે આતંકી કનેક્શન મામલે ગંભીરતાથી કાર્યવાહી હાથ ધરીને ઘણી જગ્યાએ દરોડા પાડયા હતા. સમગ્ર મિશનને ગુપ્ત રીતે કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે. જે અંતર્ગત ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય 3 રાજ્યો મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કેરળમાં પણ NIAએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. NIAને ઘણા શંકાસ્પદ ડોક્યુમેન્ટ્સ હાથ લાગ્યા છે. જેને ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. આ ડોક્યુમેન્ટ્સમાં પાકિસ્તાની કનેક્શન પણ સામે આવ્યું છે. જોકે, હાલ વધુ માહિતી રજૂ કરાઈ નથી.

    દરોડામાં શંકાસ્પદ ડોક્યુમેન્ટ્સ જપ્ત કરાયા

    NIAની ટીમો દ્વારા ચાલી રહેલા દરોડામાં કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો પણ સામે આવ્યા છે. જેનાથી પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. NIAની રિપોર્ટ મુજબ શંકાસ્પદો સંચાલકોના સંપર્કમાં હતા અને પાકિસ્તાન સમર્થિત ગઝવા-એ-હિંદ જેવા ઈસ્લામિક આતંકી મોડ્યુલની ભારત વિરુદ્ધની પ્રવૃતિઓનો પ્રચાર પણ કરતાં હતા. હાલ તો દરોડા દરમિયાન શંકાસ્પદ દસ્તાવેજો અને મોબાઈલ ફોન, સીમ કાર્ડ જેવા ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. NIAની ટીમ તથા અન્ય સરકારી એજન્સીઓ આ ગઝવા-એ-હિંદ મોડ્યુલ વિશે વધુ તપાસ હાથ ધરશે.

    - Advertisement -

    જુલાઈ, 2022માં મરગુબની ધરપકડ કરવામાં આવી હતી

    NIAએ પાડેલા આ દરોડા 2022ના એક કેસ અંતર્ગત પાડવામાં આવ્યા છે. વર્ષ 2022ની 14 જુલાઈએ બિહારના પટણામાં ફુલવારીશરીફ પોલીસ દ્વારા એક મરગુબ અહમદ દાનિશ ઉર્ફે તાહિર નામનાં ઈસ્લામિક જેહાદીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તેના પર કેસ નોંધીને ગુનો દાખલ કર્યો હતો. ઈસ્લામિક જેહાદી મરગુબ એક વોટ્સએપ ગ્રુપ ગઝવા-એ-હિંદનો એડમીન હતો. આ ગ્રુપ એક પાકિસ્તાની નાગરિકે બનાવ્યું હતું અને જેહાદી મરગુબને ગ્રુપ એડમીન બનાવ્યો હતો. NIAએ કહ્યું છે કે, આરોપી મરગુબે ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને યમન સહિતના અન્ય દેશોના ઘણા લોકોને પણ આ વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા. મરબુગ ટેલીગ્રામ અને BIP મેસેન્જર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ સક્રિય રહેતો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં