Saturday, September 14, 2024
More
    હોમપેજગુજરાતગાંધીનગર: રાજ્ય સરકાર અને શેલ એનર્જી વચ્ચે થયા મહત્વના MoU, કંપની ગુજરાતમાં...

    ગાંધીનગર: રાજ્ય સરકાર અને શેલ એનર્જી વચ્ચે થયા મહત્વના MoU, કંપની ગુજરાતમાં ₹ 3500 કરોડનું રોકાણ કરશે, 4 હજારથી વધુ લોકોને મળશે રોજગાર

    શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના આ MoU અન્વયે ₹ 2200 કરોડના રોકાણ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં 1200 એકરમાં રિન્યુએબલ એનર્જી ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થપાશે. આ પ્લાન્ટ દ્વારા અંદાજે એક હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મળશે તેમજ સંભવતઃ 2026 સુધીમાં આ પ્લાન્ટમાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ થઈ જશે.

    - Advertisement -

    ગુજરાતમાં હવે રોજગારીના અવસરોમાં મોટાપાયે વધારો થવા જઈ રહ્યો છે. હાલમાં જ ગુજરાતમાં શેલ એનર્જી દ્વારા રિન્યુએબલ એનર્જી-એલેક્ટ્રીક વ્હીકલ રિચાર્જ સ્ટેશન અને LNG રિગેસિફિકેશન ટર્મિનલ નિર્માણ માટે ₹ 3500 કરોડનું રોકાણ કરવામાં આવશે. તેનાથી 4300 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પૂરી પાડી શકાશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં ઔધોગિક રોકાણો માટેના MoUની કેટેગરીમાં વધુ એક કદમ આગળ ભર્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ રહી હતી. અત્યાર સુધીમાં ત્રણ કડીમાં ₹ 3874 કરોડના 14 MoU સંપન્ન થયા હતા. ઉર્જા ક્ષેત્રની અગ્રગણ્ય કંપની શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતમાં ₹ 3500 કરોડનું રોકાણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ અંગેના MoU રાજ્ય સરકાર અને શેલ એનર્જી વચ્ચે ગાંધીનગર ખાતે કરવામાં આવ્યા હતા.

    ગુજરાતને મળશે રોજગારી

    શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના આ MoU અન્વયે ₹ 2200 કરોડના રોકાણ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં 1200 એકરમાં રિન્યુએબલ એનર્જી ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થપાશે. આ પ્લાન્ટ દ્વારા અંદાજે એક હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મળશે તેમજ સંભવતઃ 2026 સુધીમાં આ પ્લાન્ટમાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ થઈ જશે. આ ઉપરાંત રાજ્યમાં વિવિધ સ્થળોએ ફ્યુઅલ રિટેલિંગ, EV રિચાર્જ સ્ટેશન ક્ષેત્રે શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ₹800 કરોડનું રોકાણ કરવામાં આવશે તથા અંદાજે બે હજાર લોકોને રોજગારી આપવામાં આવશે. તેમના આ પ્રોજેક્ટ આગામી 2027 સુધીમાં કાર્યરત થવાના છે.

    રાજ્ય સરકાર સાથે કરેલા આ MoU અનુસાર શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ LNG રિગેસિફિકેશન ટર્મિનલ, એસેટ ઇન્ટીગ્રિટી રિજુવેનેશન અને ડેબોટલનેકિંગ પ્રોજેક્ટમાં ₹ 500 કરોડનું રોકાણ કરવાની છે. આ MoU સાઇનિંગની તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉદ્યોગ રોકાણકારોને ત્વરાએ ઉદ્યોગો શરૂ કરવામાં સરળતા રહે તેવું વાતાવરણ બન્યું છે અને ઉદ્યોગકારોને મુશ્કેલી ન પડે તથા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને રાજ્યના વિકાસની ગતિ વધુ વેગવંતી બનાવે તેવી આપણી નેમ છે. શેલ એનર્જી અને ગુજરાત સરકાર વચ્ચે થયેલા MoU સાઇનિંગ કાર્યક્રમના અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, સંયુક્ત કમિશનર કુલદીપ આર્ય તથા ઈન્ડેક્સ-બીના અન્ય વરિષ્ટ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન ઇન્ડિયાના વિચારને સાર્થક કરતું વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધ રૂપે મુખ્યમંત્રીના હસ્તે કેમિકલ ક્ષેત્રે ₹ 1401 કરોડના વધુ 4 MoU થયા હતા. આ રોકાણોના લીધે યુવાઓ માટે 2000થી વધુ રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે. ગુજરાત સરકારે વાયબ્રન્ટ સમિટ પૂર્વે બે કડીમાં કુલ ₹ 2761 કરોડના 10 MoU સંપન્ન કર્યા હતા. આ ઉદ્યોગગૃહો ભરૂચ જિલ્લાની સાયખા GIDC તેમજ દહેજ GIDCમાં પોતાના એકમો શરૂ કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં