Monday, November 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબેટ દ્વારકામાં મેગા ઓપરેશન, ગેરકાયદેસર મજહબી બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું: PFI...

    બેટ દ્વારકામાં મેગા ઓપરેશન, ગેરકાયદેસર મજહબી બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું: PFI ક્નેક્શનની આશંકાએ મોટી કાર્યવાહી

    બેટ દ્વારકામાં ગેરકાયદે બાંધવામાં આવેલાં અનેક કમર્શિયલ-મઝહબી બાંધકામોને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, સાથે હજાર જવાનોનો કાફલો ખડકી દેવાયો છે.

    - Advertisement -

    દ્વારકા નજીકના બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન અભિયાન ઉપાડવામાં આવ્યું છે અને સરકારી જમીન પર બનેલાં મઝહબી અને ખાનગી બાંધકામો હટાવવામાં આવી રહ્યાં છે. પ્રથમ તબક્કામાં કુલ 15 જેટલાં અતિક્રમણ કરીને બનાવવામાં આવેલ બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું હતું. સમગ્ર વિસ્તારમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી હતી. 

    અહેવાલો અનુસાર, તાજેતરમાં પ્રતિબંધિત કરવામાં આવેલ કટ્ટરપંથી સંગઠન પીએફઆઈના તાર બેટ દ્વારકામાં પણ જોડાયેલા હોવાના તેમજ સરકારી જમીનો પર મજહબી દબાણ કરીને ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અંગે ઇનપુટ મળ્યા બાદ આ મેગા ઓપરેશન મહેસૂલ, પંચાયત, મેરિટાઇમ અને વીજતંત્ર સહિતના વિભાગોએ સંયુક્ત રીતે હાથ ધર્યું છે, તેમજ સાથે સુરક્ષા માટે એક હજાર પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. 

    બેટદ્વારકામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકારી જમીન પર અતિક્રમણ વધી ગયું હતું અને તાજેતરમાં જ રસ્તાઓ સુધી મજારો અને અન્ય મઝહબી બાંધકામો બનવા માંડ્યાં હતાં. જેના કારણે લાંબા સમયથી આ ગેરકાયદેસર અતિક્રમણ હટાવવા માટેની માંગ પણ કરવામાં આવી રહી હતી. 

    - Advertisement -

    ત્યારબાદ તંત્રે ગેરકાયદેસર બની ગયેલાં 15 કમર્શિયલ સ્થળો અને 6 જેટલાં મઝહબી બાંધકામોની ઓળખ કરી ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. કમર્શિયલ સ્થળોમાં ગોડાઉન વગેરે જ્યારે મઝહબી બાંધકામોમાં દરગાહ અને મજાર હોવાનું જાણવા મળ્યું છે. પ્રથમ તબક્કામાં 15 બાંધકામો હટાવી દેવામાં આવશે. 

    તસ્વીર સાભાર: Twitter/@nirnaykapoor

    ગઈકાલથી જ દ્વારકામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને રેન્જ આઇજી, 3 એસપી, 9 ડીવાયએસપી, 20 પીઆઈ અને પીએસઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા. ત્યારબાદ આજે સવારે કાર્યવાહી શરૂ કરતાં બેટ દ્વારકાના હનુમાન દાંડી માર્ગ અને બાલાપર વિસ્તારમાં બુલડોઝર વડે અતિક્રમણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ, પોલીસે રાઉન્ડ ઑફ પણ શરૂ કર્યા હતા. 

    બેટ દ્વારકા ગુજરાતના પશ્ચિમ છેડે દ્વારકા નગરની પાસે સમુદ્રમાં વચ્ચે આવેલ નાનકડો દ્વીપ છે. આ ટાપુ 11 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને જ્યાંના લોકોનો મુખ્ય વ્યવસાય વહાણવટો અને માછીમારી છે. જોકે, અહીંથી અવારનવાર સમુદ્ર માર્ગે આવતા ડ્રગ્સ, ગેરકાયદેસર સોનું, નકલી નોટો વગેરે પકડાતાં રહ્યાં હોવાના કારણે સુરક્ષા એજન્સીઓની નજર સતત રહે છે. 

    દરમ્યાન, તાજેતરમાં જ પીએફઆઈ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ દેશભરમાં સંગઠન સાથે જોડાયેલી અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં રિપોર્ટ્સ અનુસાર, બેટ દ્વારકામાં પણ આ કનેક્શન સામે આવતાં એજન્સીઓ સતર્ક બની છે અને કાર્યવાહી શરૂ કરી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં