Tuesday, April 30, 2024
More
    હોમપેજક્રાઈમજૂનાગઢમાં પોલીસ પર હુમલો કરવાના કેસમાં આરોપીને જામીન મળતા ઉજવણી: આસિફનું સ્વાગત...

    જૂનાગઢમાં પોલીસ પર હુમલો કરવાના કેસમાં આરોપીને જામીન મળતા ઉજવણી: આસિફનું સ્વાગત કરનાર અલારખા, હબીબ, આરીફ સહિતના 9 વિરુદ્ધ FIR

    એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જૂનાગઢના ખ્વાજાનગર અને સંધીપરાનો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક ટોળું ફટાકડા ફોડી રહ્યું છે અને જૂલુસ કાઢવામાં આવ્યું છે. વાસ્તવમાં આ જૂલુસ મજેવડી તોફાન કાંડમાં પોલીસ પર હુમલો કરવાના આરોપી આસિફના સ્વાગતમાં કાઢવામાં આવ્યું હતું.

    - Advertisement -

    16 જૂન 2023ના રોજ જૂનાગઢમાં આવેલા મજેવડી દરવાજા પાસે કટ્ટરવાદી મુસ્લિમ ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. ટોળાએ કરેલા પથ્થરમારા, આગચંપી અને હિંસામાં ચાર પોલીસકર્મીઓને ઇજા થઇ હતી તો એક હિંદુ વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા. આ ઘટનામાં પોલીસે ધરપકડ કરાયેલા પૈકી આસિફ નામના આરોપીને તાજેતરમાં જામીન આપવામાં આવ્યા હતા. જૂનાગઢમાં પોલીસ પર હુમલો કરનાર આસિફને જામીન મળતાં ફટાકડા ફોડી સરઘસ કાઢી ઉજવણી કરી તેનું સ્વાગત કર્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે આ મામલે પોલીસે 9 વિરુદ્ધ FIR નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

    મળતી માહિતી અનુસાર, છેલ્લા થોડા સમયથી એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જૂનાગઢના ખ્વાજાનગર અને સંધીપરાનો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક ટોળું ફટાકડા ફોડી રહ્યું છે અને સાથે જ જૂલુસ કાઢવામાં આવ્યું છે. વાસ્તવમાં આ જૂલુસ મજેવડી તોફાન કાંડમાં પોલીસ પર હુમલો કરવાના આરોપી આસિફના સ્વાગતમાં કાઢવામાં આવ્યું હતું. આસિફ તાજેતરમાં જ જામીન લઈને બહાર આવ્યો છે અને સ્થાનિક લોકોએ તેના સ્વાગતમાં આ જૂલુસ કાઢ્યું હતું.

    આ વિડીયો સામે આવ્યા બાદ જૂનાગઢ પોલીસ પણ હરકતમાં આવી હતી. જૂનાગઢની B ડિવિઝન પોલીસે આસિફ સહિત 9 લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે. આ ઘટનામાં પોલીસ પોતે જ ફરીયાદી બની છે. જૂનાગઢમાં પોલીસ પર હુમલો કરવાના આરોપીને જામીન બાદ ઉજવણી કરનાર આસિફ, અલારખા, હબીબ, આરીફ, અલ્ફેઝ, સોહેલ, સાહિદ, સમીર અને હાજી ઠોબા વિરુદ્ધ IPCની કલમો 286, 143 અને 188 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -

    ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે હુમલો, ટોળાએ કહ્યું હતું- પોલીસ જ નડે છે…મારો એમને

    ઉલ્લેખનીય છે કે 16 જૂન 2023ના રોજ જૂનાગઢમાં થયેલા તોફાનમાં કટ્ટરવાદી ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. આ મામલે નોંધાયેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે, ટોળાએ ‘નારા-એ-તકબીર, અલ્લાહુ અકબર’ના નારા સાથે પોલીસ પર હુમલો કરી દીધો હતો અને તેઓ ‘બધું સળગાવી નાંખો’, ‘પુલિસવાલોં કો મારો’, ‘કોઈ જિંદા નહીં બચના ચાહિયે’ જેવી બૂમો પાડતા હતા. ટોળામાંથી એવી બૂમો પણ સંભળાઈ હતી કે, ‘આ પોલીસવાળા જ આપણને નડે છે, તેમને મારો એટલે કોઈ આપણી આડે નહીં આવે.’ ત્યારબાદ ઓચિંતા જ ચારેતરફથી પોલીસ અને સરકારી અને ખાનગી વાહનો પર પથ્થરમારો શરૂ થઇ ગયો હતો અને ટોળાના માણસો વાહનોના કાચ તોડવા માંડ્યા હતા.

    અમુકે દરગાહ પાસે એક સરકારી મોટરસાયકલ આડું પાડીને સળગાવી દીધું હતું અને રસ્તેથી પસાર થતાં વાહનો અને રાહદારીઓ પર પણ પથ્થરમારો કર્યો હતો. ઉપરાંત ટોળાએ એક એસટી બસ પર પણ પથ્થરમારા કરીને લાકડીથી કાચ ફોડી નાંખ્યા હતા. આ હુમલામાં ડીવાયએસપી સહિત ચાર પોલીસ કર્મચારીઓ-અધિકારીઓને ઇજા પહોંચી હતી. જ્યારે પથ્થરમારામાં ભોજાભાઈ સુત્રેજાને ગંભીર ઇજા પહોંચી હતી, જેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં