Sunday, May 19, 2024
More
    હોમપેજગુજરાત'ફરિયાદમાં લગાવાયેલા આરોપો અસ્પષ્ટ, ફગાવી દેવામાં આવે': જૂનાગઢમાં પથ્થરબાજોને પાઠ ભણાવવા મામલે...

    ‘ફરિયાદમાં લગાવાયેલા આરોપો અસ્પષ્ટ, ફગાવી દેવામાં આવે’: જૂનાગઢમાં પથ્થરબાજોને પાઠ ભણાવવા મામલે ચાલતા કેસમાં પોલીસકર્મીઓએ દાખલ કર્યાં સોગંદનામાં

    સોગંદનામાં જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટસુપ્રીમ કોર્ટના ચુકાદાની અવમાનના થઇ છે કે કેમ તે શોધવાનું કામ અરજદારોનું નથી. પોલીસ કર્મીઓએ તેવો પણ આરોપ લગાવ્યો છે કે બંને અરજદારોની અરજીમાં ચોક્કસ દલીલોનો અભાવ છે અને જાહેરમાં માર મારવાની ફરિયાદ પણ અસ્પષ્ટ છે.

    - Advertisement -

    ગત જૂન મહિનામાં જૂનાગઢમાં એક દરગાહને મળેલી નોટિસ વિરુદ્ધ મુસ્લિમ ટોળાએ એકઠા થઈને ઉત્પાત મચાવ્યો હતો અને પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારા બાદ પોલીસે તેમાં સામેલ અમુક ઉપદ્રવીઓને એ જ દરગાહની સામે ઊભા રાખીને મેથીપાક આપ્યો હતો. જેમની સામે ફરિયાદ થતાં હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં પહેલાં ડીએપી હિતેશ ધાંધલિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર નિરવ શાહે જૂનાગઢ પોલીસ તરફથી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ બે એફિડેવિટ દાખલ કર્યાં હતાં. હવે તમામ 33 પોલીસ કર્મચારીઓએ ગુજરાત હાઈકોર્ટમાં વ્યક્તિગત રીતે સોગંદનામાં દાખલ કર્યાં છે.

    વાસ્તવમાં જૂનાગઢમાં પથ્થરમારો થયા બાદ પોલીસે કરેલી કાર્યવાહી વિરુદ્ધ જાકીર યુસુફ અને સાજિદ અન્સારીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજદારો દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા કે પથ્થરમારા બાદ પોલીસે તેમને જાહેરમાં માર મારીને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. સાથે જ આ મામલામાં અરજદારોએ અરજીમાં દલીલ કરી કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી કે બાસુના ચુકાદા મુજબ કસ્ટોડિયલ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને તેમની સાથે મૌખિક દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.

    આરોપીઓની ફરિયાદ અસ્પષ્ટ

    બીજી તરફ આ અરજી વિરુદ્ધ જુનાગઢ પોલીસના 33 પોલીસ કર્મચારીઓએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામાં દાખલ કર્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, તેમણે દાખલ કરેલા સોગંદનામાં જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાની અવમાનના થઇ છે કે કેમ તે તપાસ કરવાનું કે નક્કી કરવાનું કામ અરજદારોનું નથી. પોલીસકર્મીઓએ એમ પણ જણાવ્યું કે બંને અરજદારોની અરજીમાં ચોક્કસ દલીલોનો અભાવ છે અને જાહેરમાં માર મારવાની ફરિયાદ પણ અસ્પષ્ટ છે, માટે આ ફરિયાદોને ફગાવી દેવી જોઈએ. સાથે જ આ સોગંદનામાંમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે અરજી કરનારા લોકો એ રીતે પણ સ્પષ્ટ નથી કે કયા પોલીસકર્મીએ તેમને માર માર્યો હતો.

    - Advertisement -

    જૂનાગઢમાં પથ્થરમારો કરનારને સબક શીખવીને કેસનો સામનો કરી રહેલા તમામ 33 પોલીસ કર્મચારીઓએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામાં દાખલ કર્યા બાદ પોલીસ વિરુદ્ધ અરજી કરનાર પક્ષે તેનો જવાબ આપવા સમયની માંગ કરી હતી. આ માંગને ધ્યાને રાખી ગુજરાત હાઈકોર્ટે 7 નવેમ્બરના રોજ અગામી સુનાવણી મુકરર કરી છે.

    કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પગલાં લેવાં જરૂરી હતાં: જૂનાગઢ પોલીસ

    ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે જૂનાગઢ પોલીસ કોર્ટ સમક્ષ પહેલાં જ ખુલાસો આપી ચુકી છે. અગાઉ આ મામલે ડીએસપી હિતેશ ધાંધલિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર નિરવ શાહે જૂનાગઢ પોલીસ તરફથી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ બે એફિડેવિટ દાખલ કર્યાં હતાં. જેમાં તેમણે કસ્ટોડિયલ ટોર્ચર અને પબ્લિક ફ્લોગિંગના (જાહેરમાં માર મારવો) આરોપોને રદિયો આપ્યો. તેમણે કહ્યું કે, જો આરોપોને સાચા પણ માની લેવામાં આવે તોપણ અરજદારો સાથે યોગ્ય અને અસરકારક રીતે કાર્યવાહી કરવા માટે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જ આ પ્રકારનાં પગલાં લેવામાં આવ્યાં હતાં.

    એફિડેવિટમાં તમામ આરોપોને ફગાવતાં જણાવવામાં આવ્યું કે, દલીલો અને તર્કો માટે માની પણ લેવામાં આવે કે અરજીમાં લગાવવામાં આવેલા આરોપો સાચા અને યોગ્ય છે, તોપણ આ કાર્યવાહી માત્ર અરજદારો સાથે યોગ્ય અને અસરકારક રીતે કામ લેવા માટે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કરવામાં આવી હતી. સ્થિતિ નિયંત્રિત રહે અને સાર્વજનિક શાંતિ બની રહે તે માટે આ પ્રકારનાં કથિત પગલાં લેવામાં આવ્યાં હતાં.

    ઉલ્લેખનીય છે કે 16 જૂન, 2023ના રોજ જૂનાગઢમાં દરગાહને અપાયેલી નોટિસ વિરુદ્ધ એકઠા થયેલા મુસ્લિમ ટોળાએ હુમલો કરી દીધા બાદ પોલીસે સ્થિતિ નિયંત્રણમાં મેળવવા માટે અમુક ઉપદ્રવીઓને પકડીને જાહેરમાં ફટકાર્યા હતા. આ કાર્યવાહીને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં