Friday, May 3, 2024
More
    હોમપેજગુજરાતજામનગર: ઈદના જુલુસમાં જોડાવા જતાં વાહનો પર પેલેસ્ટાઇનના ઝંડા, સ્પીકરો પર વગાડ્યાં...

    જામનગર: ઈદના જુલુસમાં જોડાવા જતાં વાહનો પર પેલેસ્ટાઇનના ઝંડા, સ્પીકરો પર વગાડ્યાં અરબી ગીતો, પોલીસે 2 વાહનો ડિટેઇન કર્યાં

    શહેર પોલીસને જાણ થતાં બી ડિવિઝન પોલીસે વાહનોને રોક્યાં હતાં અને ત્યારબાદ કાર્યવાહી કરીને 2 વાહનો ડિટેઇન કરી લીધાં હતાં. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ઈદ-ઈ-ગૌસિયા નિમિત્તે શહેરમાં દરબાદગઢમાંથી એક રેલી નીકળી હતી, જેમાં આ વાહનો જોડાવા માટે જતાં હતાં.

    - Advertisement -

    પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલના નાગરિકો સાથે આચરેલી અમાનુષી ક્રૂરતા જગજાહેર છે. આતંકવાદીઓએ માનવતા નેવે મૂકીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત હજારો નાગરિકોનો નરસંહાર કર્યા બાદ હવે ઇઝરાયેલે હમાસના તાબામાં રહેલા ગાઝા પર કાળો કેર વર્તાવ્યો છે, જેનો વિશ્વભરના કટ્ટરપંથીઓ વિરોધ કરી રહ્યા છે. ભારતમાં પણ અમુક ઠેકાણે પેલેસ્ટાઇનના સમર્થનમાં રેલીઓ યોજાઈ ચૂકી છે. જેમાં ગુજરાતનું જામનગર પણ સામેલ છે.

    શુક્રવારે (27 ઓકટોબર, 2023) જામનગરમાં મુસ્લિમ સમુદાયના યુવાનોએ ઈદ-એ-ગૌસિયા નિમિત્તે એક જુલુસનું આયોજન કર્યું હતું. જેમાં જોડાવા માટે જતાં અમુક વાહનો પોલીસની ઝપટે ચડી ગયાં હતાં. આ વાહનો પર પેલેસ્ટાઇનના ઝંડા જોવા મળ્યા હતા. આ ઘટનાના ફોટા-વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં વાહનો અને તેની ઉપર લાગેલા પેલેસ્ટેનિયન ઝંડા જોઈ શકાય છે.

    આગળ ડીજે સાઉન્ડ અને પાછળ પેલેસ્ટાઇનના ઝંડા

    સંદેશના રિપોર્ટ અનુસાર, રેલીમાં લગભગ 15 જેટલાં વાહનો જોડાયાં હતાં. અને અમુક પર પેલેસ્ટાઇનના ઝંડા લગાવવામાં આવ્યા હતા. સાથે આ સ્પીકરો પર અરબી ભાષામાં ગીતો વગાડવામાં આવ્યાં હતાં. 

    - Advertisement -

    આ બાબતની શહેર પોલીસને જાણ થતાં બી ડિવિઝન પોલીસે વાહનોને રોક્યાં હતાં અને ત્યારબાદ કાર્યવાહી કરીને 2 વાહનો ડિટેઇન કરી લીધાં હતાં. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ઈદ-ઈ-ગૌસિયા નિમિત્તે શહેરમાં દરબાદગઢમાંથી એક રેલી નીકળી હતી, જેમાં આ વાહનો જોડાવા માટે જતાં હતાં. જોકે, વાહનચાલકો દરબારગઢ સુધી જવાને બદલે શહેરના પવનચક્કી, સાધના કોલોની સહિતના વિસ્તારોમાં પણ ઘૂમ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બે વાહનો ડિટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

    રાજકોટમાં આતંકવાદીઓનું સમર્થન કરવા બદલ ચાર મુસ્લિમ યુવકોની ધરપકડ

    ઉલ્લેખનીય છે કે ગત 26 ઓકટોબર 2023માં રાજકોટમાં સંવેદનશીલ વિસ્તાર ગણાતા જંગલેશ્વર પાસે નીલકંઠ પાર્કમાં બોયકોટ ઇઝરાયેલ લખેલા પોસ્ટર દીવાલ પર લગાવવામાં આવ્યાં હતા. સમીર બલોચ, સુલતાન દલ, શાહનવાઝ વેત્રણ અને સમીર અંસારી નામના મુસ્લિમ શખ્સોએ ઇઝરાયેલ વિરુદ્ધ આ વિવાદિત પોસ્ટર લગાવ્યાં હોવાનું સામે આવ્યું હતું. આ પોસ્ટરનો એક વિડીયો પણ સામે આવ્યો હતો.

    વાયરલ વિડીયો ફરતો-ફરતો પોલીસ પાસે પણ પહોંચ્યો હતો. જે બાદ ભક્તિનગર પોલીસ નીલકંઠ પાર્કમાં પહોંચી હતી. પોસ્ટરોમાં એવી બ્રાન્ડસનો પણ બોયકોટ કરવાનું કહેવાયું હતું જેમણે ઇઝરાયેલનું સમર્થન કર્યુ હોય. પોલીસે તમામ પોસ્ટરો હટાવી તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા સમીર બલોચ, સુલતાન દલ, શાહનવાઝ વેત્રણ અને સમીર અંસારીએ આ કૃત્ય કર્યું છે. જે બાદ પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી હતી. જે બાદ એ પણ જાણવા મળી રહ્યું છે કે ચારેય આરોપીઓને જામીન પણ મળી ચૂક્યા છે.

    હમાસ-ઇઝરાયેલ યુદ્ધ

    નોંધનીય છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 20 દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલના નિર્દોષ નાગરિકોને ક્રૂરતાથી મોતને ઘાટ ઉતાર્યા હતા, આતંકીઓએ ત્યાં સુધીની હેવાનિયત દેખાડી હતી કે, ડાયપર પહેરેલાં બાળકોને પણ ગોળીઓ ધરબી દેવામાં આવી હતી. હમાસનાં આ આતંકવાદી કૃત્યોનો ઇઝરાયેલી સેના જડબાતોડ જવાબ આપી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં