Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ડાયમંડ બુર્સ બાદ સુરતને સરકારની વધુ એક ભેટ: ડુમસ સી...

    આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ડાયમંડ બુર્સ બાદ સુરતને સરકારની વધુ એક ભેટ: ડુમસ સી ફેસ પ્રોજેટકનું થયું ખાતમુહૂર્ત, પ્રથમ ચરણમાં ખર્ચાશે ₹174 કરોડ

    "આ વિકાસની 'મોદી ગેરંટી' છે. આજે ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું. સુરતીઓના પ્રિય સ્થળ ડુમસની હવે કાયાપલટ થશે અને સુરતમાં ટુરિઝમનું એક નવું સ્થળ વિકસિત થશે."- પાટીલ

    - Advertisement -

    સુરતમાં આવેલા ડુમસ બીચને વિકસિત બનાવવાનું શહેરીજનોનું સપનું હવે સાકર થઈ રહ્યું છે. સુરતીઓ માટે વીક એન્ડમાં ફરવા જવાના એકમાત્ર પ્રસિદ્ધ સ્થળ ડુમસના દરિયા કિનારાને હવે વધારે આકર્ષક બનાવવામાં આવશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે ડુમસ સી ફેસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે જલ્દી જ ₹174 કરોડના ખર્ચે સી ફેસ પ્રોજેટકના પ્રથમ ચરણનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે.

    રવિવારે (24 ડિસેમ્બર) નવસારી સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે ડુમસ સી ફેસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તે વિશેની માહિતી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તેમના ઓફિશિયલ X હેન્ડલ પરથી આપી છે. તેમણે ટ્વિટ કરતાં લખ્યું છે કે, “આ વિકાસની ‘મોદી ગેરંટી’ છે. આજે ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું. સુરતીઓના પ્રિય સ્થળ ડુમસની હવે કાયાપલટ થશે અને સુરતમાં ટુરિઝમનું એક નવું સ્થળ વિકસિત થશે.”

    તેમણે વધુમાં લખ્યું કે, “માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હમણાં જ સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટ અને ડાયમંડ બુર્સની ભેટ આપી, હવે એમાં ડુમસ સી ફેસ પ્રોજેક્ટનો ઉમેરો થયો છે. વિકાસની હરણફાળ ભરી રહેલા સુરતના સુરતવાસીઓને અભિનંદ પાઠવું છું.”

    - Advertisement -

    પાંચ વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું આયોજન

    આધુનિક એમ્યુઝમેન્ટ અને ઇકો ટુરિઝમ પાર્કના ડુમસ સી ફેસ પ્રોજેક્ટને 4 ઝોનમાં વહેચવામાં આવ્યો આવ્યો છે. ઝોન-1 અર્બન ઝોન, ઝોન-2 પબ્લિક પ્લેસ-ઇકો ઝોન, ઝોન-3 ફોરેસ્ટ-ઇકો ટુરિઝમ અને વેલનેસ ફેસીલીટી અને ઝોન-4 ડુમસ પોર્ટ અને જેટીસનો પુનર્વિકાસ. આ સમગ્ર પ્રોજેક્ટ તબક્કાવાર આગામી 5 વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રથમ ચરણનું કાર્ય રવિવારે (24 ડિસેમ્બર) પ્રારંભ કરવામાં આવ્યું છે. જેનો અંદાજિત ખર્ચ ₹174 કરોડ છે. સમગ્ર પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹206 કરોડ છે.

    સુરતને ઈન્ટરનેશલ એરપોર્ટ અને ડાયમંડ બુર્સની પણ મળી ભેટ

    નોંધનીય છે કે, સુરતના ડુમસ રોડ પર જ આવેલા સુરત એરપોર્ટને કેન્દ્ર સરકારે 15 ડિસેમ્બરના રોજ ઈન્ટરનેશન એરપોર્ટનો દરજ્જો આપ્યો હતો. જે બાદ એરપોર્ટ ખાતે ₹353 કરોડના ખર્ચે એક નવા ટર્મિનલ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. PM મોદીએ 17 ડિસેમ્બરના રોજ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું.

    ઽએ ઉપરાંત PM મોદીએ વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ ડાયમંડ બુર્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. સુરત ખાતે નિર્માણ પામેલું ડાયમંડ બુર્સ વિશ્વભરના દેશોમાં ડાયમંડ વ્યાપારના હબ તરીકે ઓળખાશે. જેને લઈને દુનિયાના અનેક દેશોના હીરાના વ્યાપરીઓ સુરત આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં