Saturday, October 5, 2024
More
    હોમપેજમિડિયાઅયોધ્યાના ભવ્ય દીપોત્સવ બાદ ગુજરાતી યુ-ટ્યુબ ‘પત્રકાર’ને યાદ આવ્યાં 'ગરીબોના કૂબા' અને...

    અયોધ્યાના ભવ્ય દીપોત્સવ બાદ ગુજરાતી યુ-ટ્યુબ ‘પત્રકાર’ને યાદ આવ્યાં ‘ગરીબોના કૂબા’ અને ‘શ્રીમંતોની કબર’, પંક્તિ લખીને કટાક્ષ કર્યો: નેટિઝન્સે ઝાટકણી કાઢી

    મૂળ આ ગુજરાતી કવિતાની પંક્તિઓ છે, જેમાં કવિનો આશય બે વિરોધાભાસ દર્શાવતી ઘટનાઓને સરખાવવાનો છે. આ પંક્તિનો અર્થ એવો થાય કે એક તરફ ગરીબોને ભોજન માટે તેલનું ટીપું પણ નથી મળતું ને બીજી તરફ શ્રીમંતોની કબર હોય તો ત્યાં પણ ઘીના દીવા થાય છે. 

    - Advertisement -

    હિંદુ તહેવારો પર વિવિધ પ્રકારનાં જ્ઞાન વહેંચવાની સેક્યુલર અને કથિત લિબરલ પત્રકારોને જૂની આદત છે. તેમાં પણ સનાતનીઓના સૌથી મોટા તહેવાર દિવાળી પર તેનું પ્રમાણ વધતું જોવા મળે. તાજેતરમાં એક ગુજરાતી પત્રકારે અયોધ્યાના દીપોત્સવ પર પોસ્ટ કરી અને કહ્યું કે, એક તરફ જ્યાં ગરીબો માટે ભોજન મળતું નથી ત્યાં આ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે. 

    આ પત્રકાર છે ગોપી મણિયાર ઘાંઘર. X બાયોનું માનીએ તો ‘નિર્ભય ન્યૂઝ’ નામની એક યુ-ટ્યૂબ ચેનલ ચલાવે છે. પોતાને ‘સ્વતંત્ર પત્રકાર’ ગણાવે છે. તેમણે રવિવારે (12 નવેમ્બર, 2023) દિવાળીના દિવસે X પર એક વીડિયો પોસ્ટ કરીને ગુજરાતી કવિ કરસનદાસ માણેકની બહુ જાણીતી પંક્તિ લખી. 

    આ વીડિયો અયોધ્યાના દીપોત્સવ વખતેનો હોવાનું કહેવાય છે. જેમાં અમુક લોકો, જેમાં બાળકો પણ સામેલ છે, દીવડામાંથી તેલ લઈને પોતાની પાસે રહેલાં પાત્રમાં રેડતા જોવા મળે છે. આ વીડિયો પોસ્ટ કરીને ગોપીએ લખ્યું કે, ‘છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું, ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય.’ 

    - Advertisement -

    મૂળ આ ગુજરાતી કવિતાની પંક્તિઓ છે, જેમાં કવિનો આશય બે વિરોધાભાસ દર્શાવતી ઘટનાઓને સરખાવવાનો છે. આ પંક્તિનો અર્થ એવો થાય કે એક તરફ ગરીબોને ભોજન માટે તેલનું ટીપું પણ નથી મળતું ને બીજી તરફ શ્રીમંતોની કબર હોય તો ત્યાં પણ ઘીના દીવા થાય છે. 

    જોકે, આ વીડિયો પહેલાં સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે પણ મૂક્યો હતો. તેમણે વીડિયો પોસ્ટ કરીને દિવાળી પર અયોધ્યામાં ભવ્ય ઉજવણી કરતી યોગી આદિત્યનાથ સરકારને આડકતરી રીતે ઘેરવાના પ્રયાસ કર્યા. તેમણે લખ્યું કે, ‘દિવ્યતા વચ્ચે દરિદ્રતા…જ્યાં ગરીબી દીવામાંથી તેલ લઇ જવા માટે મજબૂર કરે ત્યાં ઉત્સવનો પ્રકાશ ધૂંધળો થઈ જાય છે. અમારી એ જ કામના છે કે એક એવું પર્વ પણ આવે જેમાં માત્ર ઘાટ જ નહીં પણ ગરીબનું ઘર પણ ઝગમગે.’

    સામાન્ય બુદ્ધિ દોડાવનારા માણસને પણ ખબર પડે કે આ બંને ભિન્ન બાબતો છે. અયોધ્યામાં પ્રભુ શ્રીરામના આગમન માટે દીવડા પ્રગટાવવામાં આવે તો તે ગરીબોના ભાગના તેલ લઈને નથી પ્રગટાવાતા. યોગી આદિત્યનાથની અને નરેન્દ્ર મોદીની સરકારો ગરીબો માટે પણ એટલું જ કામ કરે છે. તાજેતરમાં જ PM મોદીએ દેશના 80 કરોડ ગરીબોને મળતું મફત અનાજ વધુ 5 વર્ષ સુધી ચાલુ રાખવાની ઘોષણા કરી હતી. ત્યારબાદ ‘ભારત આટા’નું પણ લૉન્ચિંગ કરવામાં આવ્યું. આ સિવાય પણ અનેક યોજનાઓ અમલમાં છે. 

    આવી જ વાતો પછીથી લોકોએ ગુજરાતી ‘પત્રકાર’ને સમજાવી હતી. તો ઘણા લોકોએ ટ્રોલિંગ કર્યું અને એમ પણ પૂછ્યું કે આખરે અન્ય તહેવારો વખતે આ જ્ઞાન ક્યાં જાય છે?

    ‘મિનિસ્ટ્રી ઑફ કાઠિયાવાડ’ હેન્ડલ ધરાવતા યુઝરે યાદ અપાવ્યું કે હિંદુઓના દરેક તહેવાર ગરીબોના ચૂલા સળગતા રાખે છે. ત્યારબાદ કહ્યું કે, ફેમસ થવા માટે આવાં કૃત્યોનો સહારો ન લેવો જોઈએ. 

    જગદીશ જોશીએ પ્રસિદ્ધિ મેળવવા ખાતર ખોટા બકવાસ ન કરવાની સલાહ આપી હતી.

    ઘણા લોકોએ પત્રકારને પૂછ્યું કે આખરે શા માટે હિંદુ તહેવારો પર જ આ પ્રકારનું જ્ઞાન આપવામાં આવે છે. 

    ઘણાએ એમ પણ કહ્યું કે, બીજાના સુખ અને આનંદમાં પોતાના વિકૃત વિચાર અને આક્રોશ વ્યક્ત કરવા યોગ્ય નથી અને હવે આ પત્રકારોએ સુધરી જવું જોઈએ. 

    મેઘરાજસિંહ જાડેજાએ લખ્યું કે, આ વાત (કબરવાળી) જેની કબર બનતી હોય તેમના તહેવારોમાં કહેવી જોઈએ. 

    પારસ ગુપ્તે નામના વ્યક્તિએ કહ્યું કે, પત્રકારે ઈદ અને ક્રિસમસ પર પણ ગરીબોની ચિંતા કરવી જોઈએ. 

    ઘણા લોકોએ એ સમજાવ્યું કે કઈ રીતે સરકાર ગરીબો માટે વિવિધ યોજનાઓ લાવીને કામ કરી જ રહી છે. એક વ્યક્તિએ કહ્યું કે, 80 કરોડ લોકોને ફ્રી રાશન આપવામાં આવે તે બાબત પણ ધ્યાને દોરવી જોઈએ. એમ પણ કહ્યું કે, ઉપરથી નીચે સુધી સુધરવાની બધાએ જરૂર છે. 

    આ સિવાય પણ ઘણા યુઝરોએ સારી-નરસી ભાષામાં સમજ આપી હતી તો ઘણાએ ટ્રોલિંગ પણ કર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં