Friday, May 3, 2024
More
    હોમપેજગુજરાતઅભ્યાસ પૂર્ણ થઈ ગયો હોવા છતાં ગેરકાયદે રહેતા હતા હોસ્ટેલમાં, ગુજરાત યુનિવર્સિટીએ...

    અભ્યાસ પૂર્ણ થઈ ગયો હોવા છતાં ગેરકાયદે રહેતા હતા હોસ્ટેલમાં, ગુજરાત યુનિવર્સિટીએ 7 અફઘાન વિદ્યાર્થીઓને તગેડી મૂક્યા: તાજેતરમાં જ જાહેરમાં નમાજ પઢવાને લઈને થયો હતો વિવાદ

    ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. નિરજા ગુપ્તાના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનના 7 વિદ્યાર્થીઓ પૂર્વ વિદ્યાર્થિની કેટેગરીમાં આવતા હતા. તેઓ એક અથવા તો બીજા કારણે હોસ્ટેલમાં રહેતા હતા. હવે આ વિદ્યાર્થીઓ હોસ્ટેલના વિદ્યાર્થી તરીકે ના રહે અને પોતાના દેશમાં પરત ફરે, તે માટેની વ્યવસ્થા કરાઈ છે.

    - Advertisement -

    ગુજરાત યુનિવર્સિટીની NRI હોસ્ટેલમાં તાજેતરમાં જ જાહેરમાં નમાજ પઢવાને લઈને વિવાદ ઊભો થયો હતો. જેમાં સ્થાનિક વિદ્યાર્થીઓ અને વિદેશી મુસ્લિમ વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ ઊભું થયું હતું. તે બાદ હવે ગુજરાત યુનિવર્સિટી (GU) પણ સખત કાર્યવાહી હાથ ધરી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, યુનિવર્સિટીએ 7 અફઘાની વિદ્યાર્થીઓને હાંકી કાઢ્યા છે. આ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીનો હોસ્ટેલમાં ગેરકાયદે રહેતા હતા. તેમનો અભ્યાસ પૂર્ણ થયો હોવા છતાં સામાન્ય કારણો આપી તેઓ હોસ્ટેલમાં રોકાયા હતા. જેમને હોસ્ટેલ ખાલી કરવા માટે સૂચના આપી દેવામાં આવી હતી. જેમાંથી 5 કેમ્પસ છોડી ચૂક્યા છે.

    આ વિશેની જાણ અફઘાનિસ્તાનના કોન્સ્યુલેટને પણ કરવામાં આવી છે. યુનિવર્સિટીએ તમામ સાત વિદ્યાર્થીઓને નોટિસ પાઠવી અને હોસ્ટેલ ખાલી કરવા આદેશ આપ્યો છે. હાલમાં યુનિવર્સિટી સાથે સંકળાયેલા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સમાં અંદાજિત 100થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં અફઘાનિસ્તાનના 7 વિદ્યાર્થીઓ સામાન્ય કારણો આપીને હોસ્ટેલમાં વધારે સમય રોકાયા હતા. જે યુનિવર્સિટીના નિયમ વિરુદ્ધ છે. યુનિવર્સિટીના સત્તાધિકારીઓને આ અંગે જાણ થતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું કે, આ વિદ્યાર્થીઓ તેમના કોર્સ પૂર્ણ કરી ચૂક્યા હતા, પરંતુ ટ્રાન્સક્રિપ્ટ મેળવવાની બાકી છે કે પ્રમાણપત્રો મેળવવાનાં છે, તેવાં કારણો ધારીને હોસ્ટેલમાં રહેતા હતા. પરંતુ યુનિવર્સિટીના નિયમો અનુસાર, એક વખત વિદ્યાર્થી અભ્યાસ પૂર્ણ કરી લે ત્યારબાદ હોસ્ટેલમાં રહી શકતો નથી. આ 7 વિદ્યાર્થીઓ આ કેટેગરીમાં આવતા હતા. આગળ જણાવવામાં આવ્યું કે, કુલ 7માંથી 4 કોર્સ પૂર્ણ કરી ચુક્યા છે અને બાકીના ત્રણને માત્ર થોડુઘણું વહીવટી કામ બાકી છે. 

    - Advertisement -

    ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. નિરજા ગુપ્તાના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનના 7 વિદ્યાર્થીઓ પૂર્વ વિદ્યાર્થિની કેટેગરીમાં આવતા હતા. તેઓ એક અથવા તો બીજા કારણે હોસ્ટેલમાં રહેતા હતા. હવે આ વિદ્યાર્થીઓ હોસ્ટેલના વિદ્યાર્થી તરીકે ના રહે અને પોતાના દેશમાં પરત ફરે, તે માટેની વ્યવસ્થા કરાઈ છે. વિદ્યાર્થીઓ પૂર્વ વિદ્યાર્થીમાં આવતા હોવાથી આ પગલાં લેવામાં આવ્યા છે. આ સાથે વાઇસ ચાન્સેલરે એવું પણ કહ્યું છે કે, આ સાત વિદ્યાર્થીઓ પૈકીના 5 વિદ્યાર્થીઓ પહેલાંથી જ કેમ્પસ છોડી ચૂક્યા છે, જ્યારે બાકીના બે પણ નિયમોનું પાલન કરશે તેવી અપેક્ષા છે.

    કેમ્પસમાં નમાજ પઢવાને લઈને થયો હતો વિવાદ

    ઉલ્લેખનીય છે કે, 16 માર્ચના રોજ યુનિવર્સિટીની હોસ્ટેલના A બ્લોકમાં વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં નમાજ પઢવાને લઈને બોલાચાલી થઈ હતી અને આખો વિવાદ ઊભો થયો હતો. વિદેશી મુસ્લિમ વિદ્યાર્થીઓ જાહેરમાં નમાજ પઢી રહ્યા હતા, તે સમયે સ્થાનિક હિંદુ વિદ્યાર્થીએ તે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એક વિદેશી વિદ્યાર્થીએ સ્થાનિક વિદ્યાર્થી પર હુમલો કરી દીધો હતો. આ ઘટના બાદ મામલો વધુ વણસ્યો હતો અને તેની પ્રતિક્રિયારૂપે સ્થાનિક વિદ્યાર્થીઓએ પણ વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી.

    આ ઘટના બાદ વિદેશ મંત્રાલય પણ એક્શનમાં આવ્યું હતું. એ પછી અફઘાન અને ગામ્બિયાનું ડેલિગેશન પણ યુનિવર્સિટીની મુલાકાત માટે આવ્યું હતું. યુનિવર્સિટીના અધિકારીઓએ ડેલિગેશન સાથે તમામ મુદ્દે ચર્ચા કરી હતી અને વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં ટ્રાન્સફર કરાયા હતા. હવે તેમાં જે વિદ્યાર્થી ગેરકાયદે રહે છે, તેને પોતાના દેશ પરત ફરવા માટે નોટિસ આપવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં